બોલિવૂડની બે સુંદરીઓની ચર્ચા હાલમાં જોરમાં છે. જેમણે પોતાના હોટ મૂવ્સથી ફેન્સને ઘાયલ કરી દીધા છે. અમે વાત કરી રહ્યા છીએ શિલ્પા શેટ્ટી અને જેકલીન ફર્નાન્ડીઝની. શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ટ્રેન્ડિંગ રીલ શેર કરી છે જેમાં આ બંને અભિનેત્રીઓ ડાંસ કરતી જોઈ શકાય છે.
બંને અભિનેત્રીઓએ ‘બ્રધર્સ ટ્વિન્સ’ ટ્રેક પર કર્યો ડાંસ
જેકલીન ફર્નાન્ડીઝ હોટ લુકમાં આછા વાદળી રંગના બોડીકોન શોર્ટ ડ્રેસમાં આકર્ષક હેર બન અને સફેદ સ્ટ્રેપ સેન્ડલ સાથે અદભૂત દેખાય છે. બીજી તરફ શિલ્પા શેટ્ટી હાઈ વેઈસ્ટ ડેનિમ જીન્સ સાથે લેવેન્ડર કલરના હાઈ નેક ટોપમાં જોવા મળી. શિલ્પાએ બ્લેક હીલ્સ અને હાફ પોનીટેલ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. બંને અભિનેત્રીઓ ‘બ્રધર્સ ટ્વિન્સ’ ટ્રેક પર સાથે ડાન્સ કરતી જોવા મળી.
વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ
પોસ્ટ શેર કરતા શિલ્પાએ લખ્યું “મજાક કરું છું,” સાથે હેશટેગ લાઈક ઉમેર્યું. #craycray #reels #bts #fun #reelkarofeelkaro અને #reelitfeelit શિલ્પા અને જેકલીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંનેને પહેલીવાર સાથે પરફોર્મ કરતા જોઈને ચાહકો અભિનેત્રીઓ પર ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.