ટેકનોલોજી વિશ્વ જેની આતુરતાથી રાહ જોતું હોય છે તે Googleની વાર્ષિક I/O ડેવલપર કોન્ફરન્સ ૨૦૨૧માં ગૂગલે પોતાની નવી Android ૧૨ ઓપરેટિંગ સિસ્ટમની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. આ સિવાય કોન્ફરન્સમાં Maps અને Workspace માટે પણ અપડેટ્સ રજૂ કરવામાં આવી હતી. આ વાર્ષિક ડેવલપર કોન્ફરન્સમાં Google દ્વારા બીજી કઈ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે અહીં વિગતે જાણીએ.
Android ૧૨
Google એ પોતાની આ ઓપરેટિંગ સિસ્ટમમાં નવા Android ૧૨ વર્ઝનની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. કંપનીનું કહેવું છે કે Android ૧૨ ઓપરેટિંગ સિસ્ટમ Androidનાં ઈતિહાસમાં સૌથી મોટું ડિઝાઈન પરિવર્તન હશે. Android ૧૧ની તુલનામાં આ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં યૂઝર્સને અનેક નવા ફીચર્સ અને તેમના ડેટાની સલામતીને વધુ મજબૂત બનાવવામાં આવશે. હાલ આ સોફ્ટવેરની મદદથી દુનિયાના મોટાભાગના સ્માર્ટફોન ચાલે છે. બદલાતા સમયની સાથે એન્ડ્રોઈડ ૧૨ની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં લોક સ્ક્રીનથી હોમ સ્ક્રીન અને સિસ્ટમ સેટિંગ્સ સુધીમાં બધું જ બદલી દેવામાં આવ્યું છે. એન્ડ્રોઈડનું આ નવું વર્ઝન આ વર્ષના અંત સુધીમાં માર્કેટમાં આવી જશે. જોકે તેનું પબ્લિક બીટા વર્ઝન પહેલેથી ઉપલબ્ધ છે.
Tizen સાથે મર્જ થયું WearOS
Google એ WearOS નું નવું વર્ઝન રજૂ કર્યું હતું. ગૂગલ અને સેમસંગ WearOS તથા Tizen ને મર્જ કરી રહ્યાં છે. આ બંને ઓપરેટિંગ સિસ્ટમ મર્જ થવાથી હૃદયના ધબકારાનો રિઅલટાઈમ મોનિટરિંગ ડેટા, એપ્લિકેશન માટે ૩૦ ટકા ઝડપી લોડિંગ ટાઈમ સાથે લાંબી બેટરી મળશે. ગૂગલના તેના માટે ડેવલપર્સ સિંગલ પ્લેટફોર્મ એપ્સ તૈયાર કરશે. સેમસંગે પણ સ્વીકાર્યું છે કે તેની આગામી ગેલેક્સી વોચ આ યૂનિફાઈડ પ્લેટફોર્મ પર ચાલશે.
Google GoogleWorkplaceમાં આવ્યું Smart Canvas!
Google GoogleWorkplaceમાં નવા અપડેટ અંતર્ગત ‘Smart Canvas’ને સામેલ કરવામાં આવ્યું છે. તે google Sheets, Docs અને Slides નું મિશ્રણ લાગી રહ્યું છે. ટ્રાન્સલેશન માટે તેમાં આટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે.
Google Mapsમાં આવ્યો નવો વિકલ્પ
ગૂગલ મેપમાં યૂઝર્સને નવો ઈકો-ફ્રેન્ડલી વેનો વિકલ્પ મળશે. જેમાં સલામત રૃટવાળો એક નવો વિકલ્પ પણ આવવાનો છે જે યૂઝર્સને મશીન ર્લિંનગની મદદથી રોડ, હવામાન અને ટ્રાફિકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના માટે સલામત રસ્તો ક્યો છે તે જણાવશે જેથી યૂઝર્સ અચાનક કોઈ જગ્યાએ ફસાઈ ન જાય. ભારતનાં મોટા શહેરોમાં જ્યાં ટ્રાફિકની સમસ્યા વકરતી જઈ રહી છે ત્યાં આ સુવિધા ઘણી ઉપયોગી સાબિત થાય તેમ છે.
LaMDA AI પ્લેટફોર્મની જાહેરાત
ગૂગલે LaMDA ની જાહેરાત કરી છે.આટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત તે એક નેચરલ લેન્ગવેજ પ્લેટફોર્મ છે. તેનો હેતુ પ્રાકૃતિક ભાષામાં વાર્તાલાપ થઈ શકે તેવું પ્લેટફોર્મ વિકસાવવાનો છે. ગૂગલ આસિસ્ટન્ટને LaMDA ખૂબ ઉપયોગી પુરવાર થશે.