નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે નૌસેનાના વીરલાઓને યાદ કરવામાં આવે છે. નૌસેના દિવસ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. પાકિસ્તાની સેના દ્વારા 3 ડિસેમ્બરે આપણા હવાઇ વિસ્તાર અને સીમાવર્તી વિસ્તારમાં હુમલો કરાયો હતો. આ હુમલાએ 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ‘ઑપરેશન ટ્રાઇડેન્ટ’ શરૂ કરાયું હતું. આ યુદ્ધને ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.
આ અભિયાન પાકિસ્તાની નૌસેનાના કરાચી સ્થિત મુખ્ય મથકને નિશાન બનાવી શરૂ કરાયું. એક મિસાઇલ બોટ અને બે યુદ્ધ-વાહનની એક આક્રમણકારી જૂથે કરાચી કિનારા પર જહાજોના જૂથ પર હુમલો કર્યો હતો.
આ યુદ્ધમાં પ્રથમ વખત જહાજ પર હુમલો કરનાર એન્ટિ શિપ મિસાઈલથી હુમલો થયો હતો. આ હુમલામાં પાકિસ્તાનના ઘણા જહાજ નષ્ટ કરાયા હતા. આ દરમિયાન પાકિસ્તાનના ઓઇલ ટેંકર પણ નષ્ટ થયા હતા.
નૌસેના દિવસ (નેવી ડે) 4 ડિસેમ્બર જ કેમ ઉજવાય છે?
નૌસેના દિવસ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય મેળવનાર ભારતીય નૌકાદળની શક્તિ અને બહાદુરીને યાદ કરી ઉજવવામાં આવે છે. ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’ હેઠળ 4 ડિસેમ્બર, 1971 ના રોજ ભારતીય નૌકાદળએ પાકિસ્તાનના કરાચી નૌસેના પર હુમલો કર્યો હતો. આ ઓપરેશનની સફળતા ધ્યાનમાં રાખીને 4 ડિસેમ્બરે દર વર્ષે નૌસેના દિવસ ઉજવાય છે.
જાણો ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’ સાથે જોડાયેલી ખાસ વાતો
• આ અભિયાન પાકિસ્તાની નૌસેનાના મુખ્યાલયને નિશાન પર રાખીને શરૂ કરવામાં આવ્યું હતું જે કરાંચીમાં હતું.
• હિંદુસ્તાનના આ હુમલામાં 3 વિદ્યુત ક્લાસ મિસાઈલ બોટ, 2 એન્ટી સબમરીન અને એક ટેંકર સામેલ હતું.
• નૌસેના મજબૂત થશે અને સમુદ્રી સુરંગોનો વિનાશ કનારા 12 જહાજ મળશે.
• કરાંચીમાં રાતના સમયે હુમલો કરવાની યોજના હતી પરંતુ પાકિસ્તાન પાસે રાતના સમયે હુમલો કરી શકે તેવા વિમાનો ન હતા. ભારતીય નૌસેના વિશ્વની પાંચમી સૌથી મોટી નૌસેના ગણવામાં આવે છે.
ભારતીય નૌસેના
ભારતીય નૌસેના ભારતીય સેનાનું સામુદ્રીક અંગ છે જેની સ્થાપના 1612માં થઈ હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે ઈસ્ટ ઈન્ડિયા કંપનીઝ મરિન તરીકે સેનાનું ગઠન કર્યું હતુ. જે બાદમાં રોયલ ઈન્ડિયન નૌસેના નામ આપવામાં આવ્યું. સ્વતંત્રતા બાદ વર્ષ 1950માં નૌસેનાનું ફરીથી ગઠન થયું અને તેને ભારતીય નૌસેના નામ આપવામાં આવ્યું.