IPL 2023ની 36મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે થયો હતો. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 179 રન જ બનાવી શકી હતી.
કોલકાતાએ બેંગ્લોરને હરાવ્યું
IPL 2023ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રને હરાવ્યું છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. જેસન રોયે 29 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. તો કેપ્ટન નીતિશ રાણાએ 21 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 48 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 179 રન જ બનાવી શકી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ 37 બોલમાં છ ચોગ્ગાની મદદથી 54 રનની ઇનિંગ રમી હતી.
કોલકાતાની ટીમે સતત ચાર મેચ હાર્યા બાદ પ્રથમ મેચ જીતી હતી. તે જ સમયે, બેંગલોરની ટીમ સતત બે જીત બાદ આજે હારી હતી. KKRની આઠ મેચમાં ત્રણ જીત અને પાંચમાં હાર છે. છ પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. આ સાથે જ બેંગ્લોરની ટીમ આઠ મેચમાં ચાર જીત અને ચાર હાર સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.
કોલકાતાએ 5 વિકેટે 200 રન બનાવ્યા
કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. જેસન રોય અને નારાયણ જગદીશને પ્રથમ વિકેટ માટે 83 રનની ભાગીદારી નોંધાવી હતી.
જેસને આ સિઝનમાં સતત બીજી અડધી સદી 22 બોલમાં પૂરી કરી હતી. આ તેની IPLની કુલ ચોથી અડધી સદી હતી. તો કપ્તાન નીતિષ રાણા ધમાકેદાર 21 બોલમાં 48 રનની ઈનિંગ રમી હતી, તો વેંકટેશ ઐયર પણ 31 રન બનાવી આઉટ થયો હતો. આન્દ્રે રસેલ ફરી એકવાર નિષ્ફળ ગયો અને એક રન બનાવી સિરાજના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. બેંગ્લોર તરફથી વિજયકુમાર અને હસરંગાએ 2-2 વિકેટ લીધી હતી.
બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમના નિયમિત સુકાની ફાફ ડુપ્લેસીસ ઈમ્પેક્ટ પ્લેયરની ભૂમિકા નિભાવતો જોવા મળ્યો અને કોહલી ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. કોલકાતાના કેપ્ટન નીતિશ રાણાએ પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો હતો. કુલવંત ખેજરોલિયાની જગ્યાએ વૈભવ અરોરાને ટીમમાં સ્થાન આપ્યું હતું.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઈનિંગ
ઓવર 20ઃ KKRની સિઝનમાં ત્રીજી જીત, RCBને 21 રને હરાવ્યું
ઓવર 19ઃ રસેલની આ ઓવરમાં એક સિક્સની મદદથી 9 રન આવ્યા, બેંગ્લોરને આખરી ઓવરમાં 35 રનની જરૂર છે
ઓવર 18ઃ વરુણ ચક્રવર્તીને મળી ત્રીજી સફળતા, કાર્તિક પણ આઉટ, RCB માટે જીતવું હવે મુશ્કેલ, 12 બોલમાં 44 રનની જરૂર છે
ઓવર 17ઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને વનિન્દુ હસરંગાના રૂપમાં સાતમો ઝટકો લાગ્યો છે. હસરંગાએ ચાર બોલમાં પાંચ રન બનાવીને આન્દ્રે રસેલની ઓવરમાં આઉટ થયો
ઓવર 16ઃ RCBએ 16 ઓવરમાં 6 વિકેટના નુકશાન પર 145 રન બનાવી લીધા છે, દિનેશ કાર્તિક 13 બોલમાં 15 રન અને હસરંગા 3 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 15ઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સુયશ પ્રભુદેસાઈના રૂપમાં છઠ્ઠો ઝટકો લાગ્યો છે. સાતમા નંબરે બેટિંગ કરી રહેલો પ્રભુદેસાઈ નવ બોલમાં ચોગ્ગાની મદદથી 10 રન બનાવીને રનઆઉટ થયો હતો. RCBને જીતવા 30 બોલમાં 63 રનની જરૂર છે
ઓવર 14ઃ નારાયણની ઓવરમાં એક ફોરની મદદથી 11 રન આવ્યા, 14 ઓવર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર 5 વિકેટના નુકશાન પર 132 રન છે
ઓવર 13ઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કેપ્ટન વિરાટ કોહલીના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો છે. ઈનિંગની શરૂઆત કરતા કોહલી 37 બોલમાં છ ચોગ્ગાની મદદથી 54 રન બનાવીને આન્દ્રે રસેલની ઓવરમાં આઉટ થયો
ઓવર 12ઃ વરુણ ચક્રવર્તીએ RCBને મોટો ઝટકો આપ્યો છે. વરુણ ચક્રવર્તીએ મહિપાલ લોમરરને આન્દ્રે રસેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મહિપાલ લોમરોરે 18 બોલમાં 34 રનની તોફાની ઇનિંગ રમી હતી
ઓવર 11ઃ વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા IPL કરિયરની 49મી અડધી સદી પૂરી કરી છે. હાલમાં તે પોતાની ટીમ માટે 29 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 56 રન બનાવીને રમી રહ્યો છે
ઓવર 10ઃ RCBએ 10 ઓવરમાં 3 વિકેટના નુકશાન પર 96 રન બનાવી લીધા છે, વિરાટ કોહલી અને લોમરોર ક્રીઝ પર છે, આરસીબીને જીતવા માટે 60 બોલમાં 105 રનની જરૂર છે
ઓવર 9ઃ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી નીતીશ રાણા નવમી ઓવર નાખવા આવ્યો હતો. આ ઓવરમાં વિરાટ કોહલી અને મહિપાલ લોમરોરે 8 રન બનાવ્યા હતા. 9 ઓવર પછી આરસીબીનો સ્કોર 3 વિકેટે 80 રન છે.
ઓવર 8ઃ RCBને છેલ્લી 12 ઓવરમાં 129 રનની જરૂર છે. RCBના ચાહકોની આશાઓ વિરાટ કોહલી પર ટકેલી છે. વિરાટ કોહલી 25 બોલમાં 40 રન બનાવીને ક્રિઝ પર છે. જ્યારે મહિપાલ લોમરોર 7 બોલમાં 7 રન બનાવી કોહલીને સાથ આપી રહ્યો છે.
ઓવર 7ઃ કોલકાતા તરફથી રસેલે પ્રથમ ઓવર નાખી, આ ઓવરમાં માત્ર 6 રન આવ્યા, 7 ઓવર બાદ કોલકાતાનો સ્કોર 3 વિકેટના નુકશાન પર 64 રન છે
ઓવર 6ઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ત્રીજો ઝટકો ગ્લેન મેક્સવેલના રૂપમાં લાગ્યો છે. ચોથા નંબર પર બેટિંગ કરી રહેલો મેક્સવેલ ચાર બોલમાં એક ચોગ્ગાની મદદથી પાંચ રન બનાવીને વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. ટીમનો સ્કોર 6 ઓવરના અંતે ત્રણ વિકેટના નુકસાન પર 58 રન છે.
ઓવર 5ઃ ફાફ ડુ પ્લેસિસને પેવેલિયન મોકલનાર યુવા સ્પિનર સુયશ શર્માને વધુ એક સફળતા મળી છે. સુયશે તેની બીજી ઓવરમાં શાહબાઝ અહેમદને આઉટ કર્યો હતો. 5 ઓવર પછી RCBનો સ્કોર 2 વિકેટે 53 રન છે
ઓવર 4ઃ વરૂણ ચક્રવર્તીની આ ઓવરમાં એક ફોરની મદદથી 9 રન આવ્યા, 4 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 1 વિકેટના નુકશાન પર 42 રન
ઓવર 3ઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને પહેલો ફટકો ફાફ ડુ પ્લેસિસના રૂપમાં લાગ્યો છે. ઇનિંગ્સની શરૂઆત કરનાર ડુ પ્લેસિસ સાત બોલમાં બે સિક્સર અને એક ફોરની મદદથી 17 રન બનાવીને સુયશ શર્માનો શિકાર બન્યો હતો
ઓવર 2ઃ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ માટે ફાસ્ટ બોલર ઉમેશ યાદવે બીજી ઓવર નાંખી. યાદવની આ ઓવરમાં RCBના બેટ્સમેનોએ બે સિક્સર અને એક ફોરની મદદથી કુલ 19 રન બનાવ્યા. વિરાટ કોહલી 12 અને ફાફ ડુ પ્લેસિસ 17 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 1ઃ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ માટે ફાસ્ટ બોલર વૈભવ અરોરાએ પ્રથમ ઓવર ફેંકી હતી. અરોરાની આ ઓવરમાં RCBની ઓપનિંગ જોડી બે ચોગ્ગાની મદદથી 11 રન બનાવવામાં સફળ રહી હતી. પ્રથમ ઓવરના અંતે ટીમનો સ્કોર કોઈપણ નુકશાન વિના 11 રન છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગ
ઓવર 20ઃ કોલકાતાએ RCBને આપ્યો 201 રનનો ટાર્ગેટ, ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા
ઓવર 19ઃ રિંકુ સિંહે સિરાજની આ ઓવરમાં સિક્સ સાથે શરૂઆત કરી, બાદમાં બીજા અને ત્રીજા બોલ પર ચોગ્ગો આવ્યો, બાદમાં છેલ્લા બોલે સિરાજે રસેલને બોલ્ડ કર્યો
ઓવર 18ઃ કોલકાતાની ત્રીજી વિકેટ પડી, કપ્તાન રાણા ફિફ્ટી ચુક્યો, રાણા 21 બોલમાં 48 રન બનાવી હસરંગાની ઓવરમાં આઉટ થયો, રાણા આઉટ થતા આંદ્રે રસેલ રમવા આવ્યો, આ જ ઓવરમાં બીજી વિકેટ પડી, વેંકટેશ ઐયર પણ 31 રન બનાવી આઉટ
ઓવર 17ઃ વિજય કુમારની આ ઓવર ખર્ચાળ રહી, આ ઓવરમાં 2 ફોર અને એક સિક્સની મદદથી 17 રન આવ્યા
ઓવર 16ઃ જેસન રોય આઉટ થયા બાદ કોલકાતાની બેટિંગ ધીમી પડી હતી, પરંતુ હર્ષલ પટેલની આ ઓવરમાં રાણાની 2 સિક્સની મદદથી 19 રન આવ્યા, આ સાથે વેંકટેશ ઐયર અને કપ્તાન રાણા વચ્ચે અર્ધશતકીય ભાગીદારી પણ નોંધાઈ છે અને કોલકાતાનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 150 રને પહોંચી ગયો છે
ઓવર 15ઃ કોલકાતાના કેપ્ટન નીતિશ રાણાને વધુ એક જીવનદાન, સિરાજની ઓવરના 5મા બોલે હર્ષલ પટેલે કેચ છોડ્યો
ઓવર 14ઃ કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 14 ઓવર પછી 2 વિકેટે 126 રન છે. વેંકટેશ અય્યર 20 અને નીતીશ રાણા 18 રને રમી રહ્યા છે. બંને વચ્ચે 24 બોલમાં 38 રનની ભાગીદારી થઈ છે
ઓવર 13ઃ કોલકાતાએ 13મી ઓવરમાં એક સિક્સની મદદથી 11 રન બનાવ્યા, કોલકાતાનો સ્કોર 2 વિકેટે 106 રન થઈ ગયો છે. વેંકટેશ અય્યર 12 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે કેપ્ટન નીતિશ રાણા 12 રન પર છે
ઓવર 12ઃ કોલકાતાએ 12 ઓવરમાં 2 વિકેટના નુકશાન પર 106 રન બનાવી લીધા છે, 12મી ઓવરમાં 2 ફોરની મદદથી 13 રન આવ્યા
ઓવર 11ઃ એક ઓવરમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ કોલકાતાના કેપ્ટન નીતિશ રાણા અને વેંકટેશ ઐયર ક્રીઝ પર છે, આ ઓવરમાં માત્ર 5 રન આવ્યા
ઓવર 10ઃ આખરે બેંગ્લોરને સફળતા મળી, એન જગદીશન 29 બોલમાં 27 રન બનાવીને આઉટ, વિજયકુમાર વૈશકે બેંગ્લોરને પહેલી સફળતા અપાવી છે, વિજયકુમાર વૈશકની બીજી સફળતા, રોય પણ આઉટ
ઓવર 9ઃ બેંગ્લોર મુશ્કેલીમાં જોવા મળી રહ્યું છે, કપ્તાન કોહલીએ અત્યાર સુધીમાં 6 બોલરોનો ઉપયોગ કર્યો છે, છતાં કોઈ સફળતા મળી નથી
ઓવર 8ઃ કોલકાતાએ 8 ઓવરમાં વિના વિકેટે 75 રન બનાવી લીધા છે, જેસન રોય 24 બોલમાં 52 રન અને જગદીશન 24 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 7ઃ હસરંગાની બીજી ઓવર શાનદાર રહી, આ ઓવરમાં માત્ર 2 રન આવ્યા, બેંગ્લોર હજુ પહેલી સફળતાની તલાશમાં છે
ઓવર 6ઃ જેસન રોય શાનદાર બેટિંગ કરી રહ્યો છે, આ ઓવરમાં જેસન રોયની 4 સિક્સ, કોલકાતાએ પાવરપ્લેમાં વિના વિકેટે 66 રન બનાવી લીધા છે
ઓવર 5ઃ કોલકાતાની ઈનિંગની 5 ઓવર ખતમ થઈ ચુકી છે, બેંગ્લોરને હજુ સુધી કોઈ સફળતા મળી નથી, જેસન રોય 15 બોલમાં 24 રન અને જગદીશન 15 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 4ઃ કોલકાતાની ઓપનિંગ જોડી સારી લયમાં જોવા મળી રહી છે, 4 ઓવરના અંતે વિના વિકેટે 35 રન બનાવ્યા છે, આ ઓવરમાં એક સિક્સ અને 2 ફોરની મદદથી 17 રન આવ્યા
ઓવર 3ઃ આ ઓવરમાં પણ એક ફોરની મદદથી માત્ર 5 રન આવ્યા, સિરાજે તેની બીજી ઓવર નાખી, જેસન રોય અને જગદીશન બેટિંગ કરી રહ્યા છે
ઓવર 2ઃ ડેવિડ વિલીએ બીજી ઓવર નાખી, આ ઓવરમાં એક ફોરની મદદથી 5 રન આવ્યા, 2 ઓવર બાદ કોલકાતાનો સ્કોર વિના વિકેટે 13 રન છે
ઓવર 1ઃ કોલકાતાની ઈનિંગ શરૂ, કોલકાતા તરફથી જેસન રોય અને જગદીશન ઓપનિંગ કરવા આવ્યા, પ્રથમ ઓવર સિરાજે નાખી, પ્રથમ ઓવરમાં 2 ફોરની મદદથી 8 રન આવ્યા
બંને ટીમોની પ્લેઈંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સઃ એન જગદીસન(વિકેટકીપર), જેસન રોય, વેંકટેશ ઐયર, નીતીશ રાણા(કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વિઝ, વૈભવ અરોરા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી (કેપ્ટન), શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઈ, વાનિન્દુ હસરંગા, ડેવિડ વિલી, વિજયકુમાર વૈશક, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ