IPL 2023ની 46મી મેચમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને છે. આ મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરી હતી. આજની મેચમાં પંજાબે સારી પકડ જમાવી રાખી છે અને 3 વિકેટ ગુમાવી મુંબઈને 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શરૂઆતની ઓવરમાં પહેલી ઓવરમાં જ મુંબઈએ કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સના 2 ખેલાડીઓની ફિફ્ટી
13 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સે 2 વિકેટના નુકસાન પર 138 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટીમ જીત તરફ આગળ વધી રહી છે. ઈશાન કિશન 57 અને સૂર્યકુમાર યાદવ 52 રન બનાવીને ક્રિઝ પર ઉભા છે. છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો હતો. કેમેરોન ગ્રીન નાથન એલિસની બોલ પર સિક્સ મારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો.
આ સિઝનની શરૂઆતમાં જ્યારે આ બંને ટીમો સામસામે હતી ત્યારે પંજાબ કિંગ્સનો વિજય થયો હતો. પંજાબ અને મુંબઈ વચ્ચે આઈપીએલમાં કુલ 30 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમો 15-15 જીત સાથે બરાબરી પર છે. પંજાબ ક્રિકેટ એસોસિએશન IS બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલીમાં બંને વચ્ચે 10 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમો 5-5 જીત સાથે બરાબરી પર છે.
લિયામ લિવિંગસ્ટોને તેની IPL કારકિર્દીની 5મી અડધી સદી ફટકારી
મોહાલીમાં સારી બેટિંગ કરતી વખતે, પંજાબ કિંગ્સના વિસ્ફોટક ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોને તેની IPL કારકિર્દીની પાંચમી અડધી સદી પૂરી કરી છે. હાલમાં તે પોતાની ટીમ માટે 32 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 53 રન બનાવીને રમી રહ્યો છે.
બીજા પાવરપ્લે પછી ટીમનો સ્કોર 99/3
12 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 3 વિકેટે 99 રન છે. પીયુષ ચાવલાએ આ ઓવરમાં મેથ્યુ શોર્ટને બોલ્ડ કર્યો હતો. શોર્ટે 26 બોલમાં 27 રન બનાવ્યા હતા. લિવિંગસ્ટોન 26 પર રમી રહ્યો છે. હવે જીતેશ શર્મા ત્યાં આવી ગયો છે.
પહેલો પાવરપ્લે સમાપ્ત, પંજાબ કિંગ્સે 50 રન બનાવ્યા
મોહાલીમાં ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સ ટીમે પહેલો પાવરપ્લે સમાપ્ત થયા બાદ એક વિકેટના નુકસાને 50 રન બનાવ્યા હતા. ધવન 15 બોલમાં 23 રન અને શોર્ટ 14 બોલમાં 18 રન બનાવ્યા બાદ મેદાનમાં હાજર છે.
મુંબઈએ ટોસ જીત્યો
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલો બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ બાદ રોહિતે કહ્યું કે તેણે શિખર ધવનને પૂછ્યું હતું કે તે શું કરશે. ધવને કહ્યું બોલિંગ. એટલા માટે મેં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
પીચ રિપોર્ટ
પંજાબ અ���ે મુંબઈ વચ્ચેની આ મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે. પીચ ઝડપી બોલરો માટે ઘણી મદદગાર સાબિત થાય છે. ઝડપી બોલરોને પણ સ્વિંગ જોવા મળે છે. IPL 2023માં અત્યાર સુધીમાં કુલ 4 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમો જીતી છે. આવી સ્થિતિમાં અહીં ટોસ મહત્વની ભૂમિકા ભજવશે અને ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
પંજાબની ટીમ:
પ્રભસિમરન સિંહ, શિખર ધવન (કપ્તાન), મેથ્યૂ શોર્ટ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કુરાન, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.
મુંબઈની ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કીપર), કેમેરોન ગ્રીન, તિલક વર્મા, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ, અરશદ ખાન.