IPLની 16મી સિઝનની આજથી શરૂઆત થઈ છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં 2021ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ જીત સાથે, ગુજરાતે ચેન્નાઈ સામે તેમનું અજેય અભિયાન ચાલુ રાખ્યું હતું. CSK સામે આ તેની સતત ત્રીજી જીત છે. આજ સુધી ગુજરાત હાર્યું નથી.
આઈપીએલની 16મી સિઝન આજથી શરૂ થઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચેન્નાઈ સામે ગુજરાતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 178 રન બનાવ્યા છે. ગાયકવાડે 92 રન બનાવ્યા હતા. ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે. ગુજરાતે બંને મેચ જીતી છે.
પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા. તેના સિવાય મોઇન અલીએ 23 રનની ઇનિંગ રમી હતી. ધોનીએ છેલ્લી ઓવરમાં એક ફોર અને એક સિક્સ ફટકારીને ટીમનો સ્કોર સાત વિકેટે 178 રન સુધી પહોંચાડ્યો હતો. તેણે સાત બોલમાં 14 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રાશિદ ખાન, અલઝારી જોસેફ અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ જોશુઆ લિટલને એક વિકેટ મળી હતી.
ગુજરાત ટાઇટન્સની ઈનિંગ
ઓવર 19ઃ ગુજરાત જીતની નજીક, 6 બોલમાં 8 રનની જરૂર
ઓવર 18ઃ ગુજરાતને ચેન્નાઈ સામે જીતવા 12 બોલમાં 25 રનની જરૂર
ઓવર 17ઃ ગિલ 63 રન બનાવી આઉટ, વિજય શંકર-તિવેટીયા ક્રીઝ પર
ઓવર 16ઃ ગુજરાતને ચેન્નાઈ સામે જીતવા 24 બોલમાં 34 રનની જરૂર
ઓવર 15ઃ ગુજરાતની ચોથી વિકેટ પડી, ગિલ 63 રન બનાવી આઉટ
ઓવર 14ઃ ગુજરાતને ચેન્નાઈ સામે જીતવા 36 બોલમાં 52 રનની જરૂર
ઓવર 13ઃ શુભમન ગિલની ફિફ્ટી, હાર્દિક પંડ્યા 8 રન બનાવી આઉટ
ઓવર 12ઃ ગુજરાતનો સ્કોર 2 વિકેટે 111 રન, શુભમન ગિલની ફિફ્ટી
ઓવર 11ઃ ગુજરાત 100 રનને પાર, જાડેજાની ઓવરમાં 13 રન
ઓવર 10ઃ ગુજરાતની બીજી વિેકેટ પડી, સુદર્શન 22 રન બનાવી આઉટ
ઓવર 9ઃ ગુજરાત તરફથી ગિલ 37 રન અને સાંઈ સુંદરસન 20 રન બનાવી રમી રહ્યા છે
ઓવર 8ઃ ગિલની ધમાકેદાર બેટિંગ, સેન્ટરની ઓવરમાં બે ફોર ફટકારી
ઓવર 7: ગુજરાત તરફથી ગિલ 27 રન અને સાંઈ સુંદરસન 14 રન બનાવી રમી રહ્યા છે
ઓવર 6ઃ ગુજરાતની મજબૂત શરૂઆત, પાવરપ્લે બાદ સ્કોર 65/1
ઓવર 5ઃ તુષાર દેશપાંડેની ઓવરમાં 15 રન, 5 ઓવર બાદ સ્કોર 56/1
ઓવર 4ઃ ગુજરાતની પ્રથમ વિકેટ પડી, સાહા 25 રન બનાવી આઉટ
ઓવર 3ઃ તુષાર દેશપાંડે IPLનો પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર બન્યો, 3 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 29/0
ઓવર 2ઃ સાહાની ધમાકેદાર શરૂઆત, દેશપાંડેની ઓવરમાં 15 રન
ઓવર 1ઃ સાહા અને ગિલે ખાતું ખોલાવ્યું
ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ
ઓવર 20ઃ ગુજરાતને ચેન્નઈ સુપરકિંગ્સ સામે જીતવા 179 રનનો ટાર્ગેટ
ઓવર 19ઃ ચેન્નાઈની 7મી વિકેટ પડી, શિવમ દૂબે 19 રન બનાવી આઉટ
ઓવર 18ઃ ચેન્નાઈને ચોથો ઝટકો, ગાયકવાડ 92 રન બનાવી આઉટ, ગાયકવાડ બાદ જાડેજા સસ્તામાં આઉટ, જોસેફની એક ઓવરમાં 2 વિકેટ
ઓવર 17ઃ ગાયકવાડ સદીની નજીક, ચેન્નાઈનો સ્કોર 151/4
ઓવર 16ઃ ચેન્નાઈનો સ્કોર 140 રન, ગાયકવાડ 82 રન પર રમી રહ્યો છે
ઓવર 15ઃ ચેન્નાઈનો સ્કોર 133 રન, હાર્દિકની ઓવરમાં 8 રન
ઓવર 14ઃ રાયડુ આઉટ થયા બાદ શિવમ દુબે રમવા આવ્યો, ગાયકવાડ 78 રન બનાવી રમી રહ્યો છે
ઓવર 13ઃ CSKની ચોથી વિકેટ પડી, રાયડુ 12 રન બનાવી આઉટ, કેન વિલિયમસન ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત
ઓવર 12ઃ IPL 2023માં પ્રથમ ફોર, સિક્સ અને ફિફ્ટી ગાયકવાડને નામ
ઓવર 11ઃ ચેન્નાઈનો સ્કોર 100 રનને પાર થયો
ઓવર 10ઃ રાશિદ ખાનની ઓવરમાં ફક્ત 3 રન આવ્યા
ઓવર 9ઃ IPL 2023માં ઋતુરાજ ગાયકવાડની પ્રથમ ફિફ્ટી, 23 બોલમાં 50 રન ફટકાર્યા
ઓવર 8ઃ ચેન્નાઈની ત્રીજી વિકેટ પડી, રાશિદ ખાનની સતત 2 ઓવરમાં 2 વિકેટ
ઓવર 7ઃ ગાયકવાડ ઓન ફાયર, હાર્દિકની ઓવરમાં 13 રન
ઓવર 6ઃ પાવરપ્લે બાદ CSKનો સ્કોર 51/2, ચેન્નાઈને બીજો ઝટકો, મોઈન અલી 23 રન બનાવી આઉટ
ઓવર 5ઃ મોહમ્મદ શમીની ઓવરમાં પણ 16 રન
ઓવર 4ઃ ગાયકવાડની ધમાકેદાર બેટિંગ, લિટલની ઓવરમાં 15 રન
ઓવર 3 ઃ શમીની મેડન ઓવર, ડેવોન કોનવેની વિકેટ લીધી
ઓવર 2ઃ ગાયકવાડે બે ફોર ફટકારી
ઓવર 1ઃ ચેન્નાઈની ઓપનિંગ જોડી ક્રીઝ પર
ઈમ્પેક્ટ પ્લેયરના નિયમથી રોમાંચ વધશે
16મી સીઝન અન્ય સીઝન કરતા અલગ છે કારણ કે આ વખતે ઈમ્પેક્ટ પ્લેયરનો નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. અગાઉ 12 ખેલાડીઓના નામ આપવામાં આવતા હતા. હવે ચાર અવેજી ખેલાડીઓના નામ પણ આપવામાં આવશે. આ સાથે આ T20 લીગમાં એક નવો રોમાંચ જોવા મળશે. ચેન્નાઈની ટીમમાં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની હાજરી કોઈપણ વિરોધી ટીમ માટે ચિંતાનું કારણ બની શકે છે. જોકે, આ વખતે ગુજરાતને રાહત છે કે સ્ટોક્સ ઘૂંટણની ઈજાને કારણે શરૂઆતની કેટલીક મેચોમાં બોલિંગ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં, તે પ્રભાવશાળી ખેલાડી માટે આદર્શ ખેલાડી બની શકે છે પરંતુ તે ટીમ પહેલા બેટિંગ કરે છે કે પછી તેના પર નિર્ભર રહેશે.
પીચ રિપોર્ટ -
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને બેટ્સમેન ફ્રેન્ડલી માનવામાં આવે છે. પરંતુ જેમ-જેમ મેચ આગળ વધશે, તેમ તેમ અહીં સ્પિનરો અસરકારક સાબિત થવા લાગશે, અહીંની પીચ પર પ્રથમ બેટિંગમાં સરેરાશ સ્કોર 170 રન રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લક્ષ્યનો પીછો કરતી ટીમ મેચ જીતવામાં વધુ સફળ રહી છે.
બંને ટીમોની પ્લેઈંગ-11
ચેન્નાઈ સુપર કિંગ્સ: ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર, કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિશેલ સેન્ટનર, દીપક ચહર, રાજવર્ધન હંગરગેકર.
ગુજરાત ટાઇટન્સ: રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ.