ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ચાલુ સિઝનની 15મી મેચમાં બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટક્કર થઈ રહી છે. RCB સામે ટોસ જીતી LSGના કેપ્ટન કે એલ રાહુલે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગ્લોરે 20 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી લખનૌને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સાથે જ RCBના ત્રણ ખેલાડીઓએ ફિફ્ટી ફટકારી હતી.
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG):
ઓવર 20: છેલ્લી ઓવરમાં LSGને 2 ફટકા છતાં છેલ્લા બોલે જીતનો સ્વાદ ચાખવા મળ્યો
ઓવર 19: LSGની 7મી વિકેટ પડી, હર્ષ બોદાની બેટ પર કંટ્રોલ ના કરી શક્યો, હિટવિકેટ આઉટ
ઓવર 18: ઓવરમાં માત્ર 9 રન મળ્યા
ઓવર 17: સિરાજે નિકોલસ પૂરનને આઉટ કર્યો, LSGને જીતવા માટે 18 બોલમાં 24 રનની જરૂર
ઓવર 16: આ ઓવરમાં 14 રન મેળવી લખનૌ 185/5
IPLમાં સૌથી ઝડપી 50 કરનાર ખેલાડીઓ
ઓવર 15: નિકોલસ પૂરને IPL 2023ની સૌથી ઝડપી 50 રન કર્યા, 15 બોલમાં ફિફ્ટી કરી
ઓવર 14: પુરાણને કારણે LSG માટે જીતની આશા જીવંત, સ્કોર 154/5
ઓવર 13: નિકોલસ પૂરને આવતાની સાથે જ ફટકાબાજી શરૂ કરી, આ ઓવરમાં 20 રન મળ્યા
ઓવર 12: સિરાજે કે એલ રાહુલની વિકેટ લીધી, બેંગ્લોર માટે જીતની મંજિલ મુશ્કેલ, 12 ઓવરના અંતે સ્કોર 116/5
ઓવર 11: માર્કસની ધમાકેદાર બેટિંગનો અંત લાવતો કર્ણ શર્મા
ઓવર 10: સિક્સ ફટકારી માર્કસ સ્ટોઈનીસે 25 બોલમાં 50 રન પૂરા કર્યા, 10 ઓવર બાદ LSG 91/3
ઓવર 9: લખનૌ સુપર જાયન્ટ્સ થોડી મજબૂત સ્થિતિમાં, માર્કસ માટે ફિફ્ટીના ચાંસ
ઓવર 8: માર્કસ સ્ટોઈનીસની ધમાકેદાર શરૂઆત, હર્ષલ પટેલની ઓવરમાં 17 રન લીધા
ઓવર 7: LSG થોડી સ્થિર થઈ, ઓવરમાં 6 રન મળ્યા
ઓવર 6: પાવરપ્લેના અંતે લખનૌ 37/3
ઓવર 5: રાહુલનો બાજી સંભાળવાનો પ્રયાસ, આ ઓવરમાં 7 રન મળ્યા
ઓવર 4: વેઈન પાર્નેલે LSGને બે જટકા આપ્યા, હૂડા અને કૃણાલ પંડયા વિકેટ ખેરવી
ઓવર 3: મોહમ્મદ સિરાજે RCB પર પકડ જમાવી રાખી, ઓવરમાં માત્ર 6 રન આપ્યા
ઓવર 2: દિપક હુડા અને કે એલ રાહુલનો બાજી સંભાળવા પ્રયાસ, 2 ઓવર બાદ લખનૌ 10/1
ઓવર 1: પહેલી જ ઓવરમાં લખનૌની વિકેટ પડી, સિરાજે કાયલ મેયર્સ આઉટ કર્યો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ઓવર 20: RCBને બીજો ફટકો, મેક્સવેલ 59 રન બનવી આઉટ, 20 ઓવરના અંતે RCB 212/2
ઓવર 19: મેક્સવેલની ફિફ્ટી પૂરી, RCBના ત્રીજા ખેલાડીની ફિફ્ટી, મેક્સવેલના 24 બોલમાં 52 રન
ઓવર 18: ડુ પ્લેસિસ સિક્સની હેટ્રીક ચૂક્યો
ઓવર 17: આવેશ ખાનની ઓવરમાં RCBને 14 રન મળ્યા
ઓવર 16: બેંગલોરના કેપ્ટાન ફાફ ડુ પ્લેસિસની ફિફ્ટી, RCB 146/1
ઓવર 15: લખનૌ માટે મોંઘી ઓવર સાબિત થઈ, 20 રન મળ્યા
ઓવર 14: માર્શલની ઓવરમાં મેક્સવેલે બોલ બાઉન્ડ્રીની બહાર પહોંચાડ્યો
ઓવર 13: મેક્સવેલ અને ડુ પ્લેસીસનો બાજી સાંભળવાનો પ્રયાસ, આ ઓવરમાં 5 રન મળ્યા
ઓવર 12: RCBને આ ઓવર મોંઘી પડી, વિરાટ કોહલી 60 રન બનાવી આઉટ, સ્કોર 99/1
ઓવર 11: કોહલી અને ડુ પ્લેસીસની ફટકાબાજી યથાવત
ઓવર 10: ઓવરમાં RCBને 13 રન મળ્યા
ઓવર 9: વિરાટ કોહલીની ફટકાબાજી યથાવત, લખનૌના બોલર કૃણાલ પંડયાની ઓવર ભારે પડી.
ઓવર 8: વિકેટ મેળવવા લખનૌના પ્રયાસો પણ બેંગલોરની મજબૂત સ્થિતિ
ઓવર 7: આ ઓવરમાં RCBને 6 રન મળ્યા
ઓવર 6: માર્ક વૂડની ઓવરમાં કોહલીની ફટકાબાજી, પાવરપ્લેના અંતે RCB 56/0
ઓવર 5: ઓવરના અંતે બેંગલોર વિકેટ ગુમાવ્યા વગર 42 રન પર પહોંચ્યું
ઓવર 4: આવેશ ખાનના પહેલા બોલ પર કોહલીએ ચોગગો માર્યો, આ ઓવરમાં RCBને 9 રન મળ્યા
ઓવર 3: પાવરપ્લેમાં સ્પિનરને અજમાવતું LSG, કોહલી-ડુ પ્લેસિસની જોડી 8 રન મેળવ્યા
ઓવર 2: આજના મેચની પહેલી સિક્સ કોહલીએ ફટકારી, બીજી ઓવરના અંતે RCBના 17 રન
ઓવર 1: બેંગ્લોરે પહેલી ઓવરમાં 4 રન મેળવ્યા. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ મેદાનમાં
પોઈન્ટ ટેબલ પર LSG આગળ
પોઈન્ટ ટેબલ પર જોઈએ તો રોયલ ચેલેન્જર્સ બેંગલોર આ સિઝનમાં 2 મેચ રમી છે જેમાંથી તે એક મેચ જીતી છે અને એક મેચ હારી છે. RCBને 2 પોઈન્ટ મળેલા છે. બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સ 3 મેચ રમી છે અને તેમાંથી 2માં તેની જીત થઈ છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલ પર LSGના 4 પોઈન્ટ છે. આ રીતે જોઈએ તો લખનૌ વધુ સ્ટ્રોંગ ટીમ છે. ગેમમાં રહેવા માટે બેંગલોર માટે આ મેચ જીતવી મહત્વની સાબિત થશે.
બંને ટીમોની સ્કવોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (સી), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (ડબ્લ્યુ), અનુજ રાવત, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG): કે. એલ. રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટ કીપર), જયદેવ ઉનડકટ, અમિત મિશ્રા, અવેશ ખાન, માર્ક વૂડ, રવિ બિશ્નોઈ.