આ સિઝનની 63મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ મેચ છે. લખનૌની ટીમ હાલમાં 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
લખનૌએ 177 રન બનાવ્યા
પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે ત્રણ વિકેટે 177 રન બનાવ્યા છે. લખનૌ તરફથી માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ 89 રનની અણનમ ઇનિંગ રમી હતી. કૃણાલ પંડ્યાએ 49 રન અને ક્વિન્ટન ડિકોકે 16 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી જેસન બેહરનડોર્ફે બે વિકેટ ઝડપી હતી. આ સાથે જ પીયૂષ ચાવલાએ એક વિકેટ લીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો કેટલાક ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે. લખનૌની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે જ મુંબઈની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સની ઇનિંગ
167/5 (ઓવર 19): નવીન ઉલ હકની આ ઓવર લખનૌ માટે ખર્ચાળ સાબિત થઈ, આ ઓવરમાં 19 રન આવ્યા, હવે 6 બોલમાં 11 રનની જરૂર છે
148/5 (ઓવર 18): મુંબઈ ઈન્ડિયન્સની પાંચમી વિકેટ 145 રનના સ્કોર પર પડી હતી. વિષ્ણુ વિનોદ 4 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો છે, હવે 12 બોલમાં જીતવા માટે 30 રનની જરૂર છે
139/4 (ઓવર 17): 131ના કુલ સ્કોર પર મુંબઈ ઈન્ડિયન્સે 17મી ઓવરમાં ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. નેહલ વઢેરા 20 બોલમાં બે ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને આઉટ થયો હતો. હવે વિષ્ણુ વિનોદ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો છે
131/3 (ઓવર 16): મુંબઈએ 16 ઓવરના અંતે 3 વિકેટના નુકશાન પર 131 રન બનાવ્યા છે, મુંબઈને જીતવા 24 બોલમાં 47 રનની જરૂર છે
125/3 (ઓવર 15): મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ 15મી ઓવરમાં 115ના સ્કોર પર પડી હતી. સૂર્યકુમાર યાદવ પોતાનો મનપસંદ શોટ રમતી વખતે બોલ્ડ થયો હતો. સૂર્યાને યશ ઠાકુરે બોલ્ડ કર્યો હતો
115/2 (ઓવર 14): રોહિત અને ઈશાનના આઉટ થયા બાદ મુંબઈની રનની ગતિ થંભી ગઈ છે. 14 ઓવર પછી મુંબઈનો સ્કોર 2 વિકેટે 115 રન છે
107/2 (ઓવર 13): કૃણાલ પંડ્યાની આખરી ઓવર શાનદાર રહી, આ ઓવરમાં માત્ર 1 રન આવ્યો, પંડ્યાએ 4 ઓવરમાં 27 રન આપ્યા, જોકે વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો
106/2 (ઓવર 12): મુંબઈની બીજી વિકેટ 103ના સ્કોર પર પડી. ઈશાન કિશન 39 બોલમાં 59 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાનના બેટથી 8 ચોગ્ગા અને એક છગ્ગો નીકળ્યો હતો. હવે સૂર્યકુમાર અને નેહલ વઢેરા ક્રીઝ પર છે
103/1 (ઓવર 11): લખનૌની ધીમી પીચ પર ઈશાન કિશને માત્ર 34 બોલમાં અડધી સદી ફટકારી. આ દરમિયાન ઈશાન કિશને 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો
92/1 (ઓવર 10): મુંબઈ ઈન્ડિયન્સની પહેલી વિકેટ 90 રનના સ્કોર પર પડી હતી. રોહિત શર્મા 25 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. રવિ બિશ્નોઈએ તેને દીપક હુડ્ડાના હાથે કેચ કરાવ્યો હતો. રોહિતે પોતાની ઇનિંગમાં ત્રણ સિક્સર અને એક ફોર ફટકારી હતી. હવે સૂર્યકુમાર યાદવ ઈશાન કિશન સાથે ક્રિઝ પર છે. 10 ઓવર પછી મુંબઈનો સ્કોર એક વિકેટે 92 રન છે
82/0 (ઓવર 9): કપ્તાન કૃણાલ પંડ્યાની બીજી ઓવરમાં 8 રન આવ્યા, 9 ઓવર બાદ સ્કોર વિના વિકેટે 82 રન છે, ઈશાન કિશન તેની અડધી સદીની નજીક છેે
74/0 (ઓવર 8): મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર ઈશાન કિશન અને રોહિત શર્મા લખનૌની ધીમી પીચ પર સરળતાથી રન બનાવી રહ્યા છે. 8 ઓવર પછી મુંબઈનો સ્કોર કોઈ વિકેટ વિના 74 રન છે. રોહિત 30 અને ઈશાન 41 રને રમી રહ્યા છે
69/0 (ઓવર 7): સ્વપ્નિલ સિંહની ઓવરમાં 11 રનની મદદથી મુંબઈનો સ્કોર વિના વિકેટે 69 રન પહોંચી ગયો છે, લખનૌના બોલરો હજુ પ્રથમ વિકેટની તલાશમાં છે
58/0 (ઓવર 6): મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર ઈશાન કિશન અને કેપ્ટન રોહિત શર્માએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે જોરદાર શરૂઆત કરી છે. પાવરપ્લેની 6 ઓવરમાં બંનેએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 58 રન જોડ્યા છે
47/0 (ઓવર 5): 178 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર શરૂઆત કરી છે, 5 ઓવરમાં વિના વિકેટે 47 રન બનાવી લીધા છે
38/0 (ઓવર 4): યશ ઠાકુરની ઓવરમાં એક સિક્સની મદદથી 11 રન આવ્યા, 4 ઓવરમાં મુંબઈએ 38 રન બનાવી લીધા છે
27/0 (ઓવર 3): મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 3 ઓવરના અંતે 27 રન છે. ઇશાન કિશન 22 અને રોહિત શર્મા 4 રન બનાવીને રમી રહ્યા છે. મુંબઈને હવે જીતવા માટે 17 ઓવરમાં 151 રન બનાવવાના છે
20/0 (ઓવર 2): મુંબઈ ઈન્ડિયન્સે 2 ઓવરના અંતે 20 રન બનાવ્યા છે. બીજી ઓવરમાં કુલ 13 રન બનાવ્યા. ઈશાન કિશન 17 અને રોહિત શર્મા 2 રન બનાવીને રમી રહ્યા છે
7/0 (ઓવર 1): 178 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ ઓવરના અંતે વિના વિકેટે 7 રન બનાવી લીધા છે. ઈશાન કિશન 6 અને રોહિત શર્મા 1 રન બનાવીને રમી રહ્યા છે
લખનૌ સુપર જાયન્ટ્સની ઈનિંગ
177/3 (ઓવર 20): લખનૌએ મુંબઈને આપ્યો 178 રનનો મુશ્કેલ ટાર્ગેટ
162/3 (ઓવર 19): સ્ટોઈનિસની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, છેલ્લી ઓવરમાં 3 ફોર અને 2 સિક્સ ફટકાર્યા બાદ આ ઓવરમાં પણ બેક ટૂ બેક 2 સિક્સ ફટકારી, આ ઓવરમાં 15 રન આવ્યા
147/3 (ઓવર 18): માર્કસ સ્ટોઇનિસે 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે પોતાની ઇનિંગમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા છે, મુંબઈ માટે જોર્ડનની આ ઓવર ખર્ચાળ સાબિત થઈ, આ ઓવરમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 24 રન આવ્યા
123/3 (ઓવર 17): લખનૌની ટીમને મોટો આંચકો લાગ્યો છે કારણ કે જોરદાર બેટિંગ કરી રહેલા કપ્તાન કૃણાલ પંડ્યા 49 રન બનાવીને ઈજાગ્રસ્ત થતાં રિટાયર હટ થઈને પેવેલિયન પરત ફર્યો છે. ઈજાના કારણે તેને દોડવામાં અને રન લેવામાં મુશ્કેલી પડી રહી હતી
117/3 (ઓવર 16): કેમેરોન ગ્રીને 16મી ઓવર કરી હતી. આ ઓવરમાં માર્કસ સ્ટોઈનિસે શાનદાર સિક્સર ફટકારી હતી. 16 ઓવર પછી લખનૌનો સ્કોર 3 વિકેટે 117 રન છે. કૃણાલ 49 અને માર્કસ સ્ટોઇનિસ 41 રને રમી રહ્યા છે
108/3 (ઓવર 15): LSGએ 15 ઓવરના અંતે 3 વિકેટે 108 રન બનાવ્યા છે. કૃણાલ પંડ્યા 48 અને માર્ક સ્ટોઇનિસ 34 રને રમી રહ્યા છે
100/3 (ઓવર 14): લખનૌએ 14મી ઓવરમાં તેના 100 રન પુરા કરી લીધા છે, કૃણાલ પંડ્યા અને માર્કસ સ્ટોઈનિસ સમજદારીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે અને પોતાની ટીમને સારી સ્થિતિમાં લઈ જઈ રહ્યા છે. ધીમે ધીમે કૃણાલ તેની અડધી સદીની નજીક પહોંચી રહ્યો છે
95/3 (ઓવર 13): લખનૌનો સ���કોર 13 ઓવર પછી 3 વિકેટના નુકસાને 95 રન છે. કૃણાલ પંડ્યા 43 અને માર્કસ સ્ટોઇનિસ 28 રન બનાવીને રમી રહ્યા છે
86/3 (ઓવર 12): લખનૌની ટીમે મુંબઈ સામે 12 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 86 રન બનાવી લીધા છે. 12મી ઓવરમાં કુલ 8 રન આવ્યા હતા. કૃણાલ અને સ્ટોઇનિસ વચ્ચે ચોથી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી નોંધાઈ છે
78/3 (ઓવર 11): પીયૂષ ચાવલાની ત્રીજી ઓવરમાં એક સિક્સની મદદથી 10 રન આવ્યા, 11 ઓવર બાદ લખનૌનો સ્કોર 3 વિકેટના નુકશાન પર 78 રન છે
68/3 (ઓવર 10): લખનૌની ટીમે 10 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 68 રન બનાવી લીધા છે. માર્કસ સ્ટોઇનિસ 18 અને કૃણાલ પંડ્યા 27 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે
63/3 (ઓવર 9): લખનૌ સુપર જાયન્ટ્સે 9 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 63 રન બનાવી લીધા છે. લખનૌએ 9મી ઓવરમાં કુલ 13 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસ 17 અને કૃણાલ પંડ્યા 23 રન બનાવીને રમી રહ્યા છે
50/3 (ઓવર 8): હૃતિક શોકીનની બીજી ઓવર લખનૌ માટે રાહત આપનારી રહી, આ ઓવરમાં 1 સિક્સની મદદથી 12 રન આવ્યા, લખનૌનો સ્કોર 50 રને પહોંચ્યો છે
38/3 (ઓવર 7): લખનૌની ત્રીજી વિકેટ સાતમી ઓવરના પ્રથમ બોલ પર 35ના સ્કોર પર પડી હતી. લખનઉની ત્રીજી વિકેટ ક્વિન્ટન ડિકોકના રૂપમાં પડી, ડી કોકને પિયુષ ચાવલાએ આઉટ કર્યો. ડિકોકે 15 બોલમાં 2 સિક્સરની મદદથી 16 રન બનાવ્યા હતા
35/2 (ઓવર 6): પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવીને 35 રન બનાવ્યા છે. દિપક હુડ્ડા અને પ્રેરક માંકડ આઉટ થયા બાદ કૃણાલ પંડ્યા સાથે મળીને ક્વિન્ટન ડિકોકે ઇનિંગ્સને સંભાળી છે
32/2 (ઓવર 5): લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 5 ઓવર પછી 2 વિકેટે 32 રન છે. લખનૌની પિચ હજુ પણ ઘણી ધીમી છે. આવી સ્થિતિમાં સ્લો બોલ અને કટર પર રન બનાવવા મુશ્કેલ બની રહ્યા છે. હાલમાં ડિકોક 15 અને કૃણાલ 11 રને રમતમાં છે
23/2 (ઓવર 4): લખનૌનો સ્કોર 4 ઓવર પછી 2 વિકેટે 23 રન છે. કૃણાલ પંડ્યા 10 અને ક્વિન્ટન ડિકોક 7 રન પર રમી રહ્યા છે
17/2 (ઓવર 3): લખનૌ સુપર જાયન્ટ્સનો પ્રયોગ નિષ્ફળ રહ્યો, આઉટ ઓફ ફોર્મ દીપક હુડા ઓપનિંગમાં ફ્લોપ રહ્યો, તે માત્ર 5 રન બનાવીને તે જેસન બેહરનડોર્ફના બોલ પર ટીમ ડેવિડના હાથે કેચ આઉટ થયો હતો તો દીપક હુડા બાદ બેટિંગ કરવા આવેલ પ્રેરક માંકડ પણ પહેલા જ બોલે આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. જેસન બેહરનડોર્ફે એક ઓવરમાં 2 વિકેટ ઝડપી
12/0 (ઓવર 2): લખનૌએ 2 ઓવરમાં વિના વિકેટે 12 રન બનાવ્યા છે, જોર્ડનની પ્રથમ ઓવરમાં એક સિક્સની મદદથી 9 રન આવ્યા
3/0 (ઓવર 1): મુંબઈ માટે જેસન બેહરનડોર્ફે પ્રથમ ઓવર કરી હતી. આ ઓવરમાં માત્ર ત્રણ રન આવ્યા હતા. આજે દીપક હુડા અને ક્વિન્ટન ડિકોક લખનૌ ઓપનિંગ માટે આવ્યા છે
હેડ ટુ હેડ રેકોર્ડ
IPLમાં અત્યાર સુધીમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બે વખત ટકરાયા છે. આ બંને મેચમાં લખનૌની ટીમનો વિજય થયો છે. આ સિઝનમાં બંને ટીમો પ્રથમ વખત ટકરાશે.
પિચ રિપોર્ટ
બંને ટીમો વચ્ચેની આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં અત્યાર સુધી આ પીચ પર બેટિંગ કરવી ઘણી મુશ્કેલ સાબિત થઈ છે. આ કારણથી ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરી રહી છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે અહીં રમાયેલી 6 મેચમાં 3 વખત જીત મેળવી છે. એકાનામાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 144 રનની આસપાસ જોવા મળ્યો છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
લખનૌ સુપર જાયન્ટ્સ - ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), દીપક હુડા, પ્રેરક માંકડ, કૃણાલ પંડ્યા (કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, સ્વપ્નિલ સિંહ, મોહસીન ખાન
મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, નેહલ વઢેરા, ટિમ ડેવિડ, હૃતિક શોકીન, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, આકાશ માધવાલ