લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી સામે શાનદાર જીત મેળવી છે. લખનૌ સુપર જાયન્ટ્સે ધમાકેદાર બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 193 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ આપ્યો છે. લખનૌ તરફથી વેસ્ટ ઈન્ડિઝના કાયલ મેયર્સે 38 બોલમાં સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા.
IPLની 16મી સિઝનની ત્રીજી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીએ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટૂર્નામેન્ટમાં બંને ટીમોની આ પ્રથમ મેચ છે. લખનૌની કપ્તાની કેએલ રાહુલ કરી રહ્યો છે. ગયા વર્ષે તે ટીમને પ્લેઓફમાં લઈ ગયો હતો. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની કમાન ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરના હાથમાં છે. કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંતની જગ્યાએ વોર્નરને કેપ્ટનશીપ મળી છે.
પંજાબ અને કોલકાતા બાદ આજે બીજી મેચમાં સાંજે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર. દિલ્હીએ લખનૌ સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. બંને ટીમ સ્ટાર ખેલાડીઓથી સજ્જ છે. જો કે, અત્યાર સુધી દિલ્હી ટૂર્નામેન્ટમાં લખનૌને ક્યારેય હરાવી શકી નથી. દિલ્હી આ નવી સીઝન સાથે આ આંકડા બદલવા માંગશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ત્રીજી મેચમાં લખનૌની નવાબી યથાવત રહેશે કે પછી દિલ્હીના સિંહો ગર્જશે. આ મેચ લખનૌના અટલ બિહારી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
દિલ્હી કેપિટલ્સની ઈનિંગ
ઓવર 20ઃ લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી સામે શાનદાર જીત મેળવી
ઓવર 19ઃ લખનૌના બોલરો સામે દિલ્હીના બેટરો નિષ્ફળ
ઓવર 18ઃ અક્ષર પટેલની એક સિક્સ અને ફોર, પરંતુ દિલ્હી માટે જીતવું લગભગ અસંભવ 12 હોલમાં 63 રનની જરૂર
ઓવર 17ઃ દિલ્હીને લખનૌ સામે જીતવા 18 બોલમાં 77 રનની જરૂર
ઓવર 16ઃ દિલ્હીને છઠ્ઠો ઝટકો, અમન 4 રન બનાવી આવેશ ખાનના બોલ પર કેચ આઉટ, દિલ્હીને લખનૌ સામે જીતવું મુશ્કેલ, વોર્નર પણ આઉટ
ઓવર 15ઃ વોર્નર ઓન ફાયર, 15મી ઓવરના પ્રથમ બોલ પર 4 રન
ઓવર 14ઃ માર્ક વુડ બાદ રવ�� બિશ્નોઈનો બોલિંગમાં કમાલ, લખનૌને 5મી સફળતા અપાવી
ઓવર 13ઃ માર્ક વુડની વધુ એક સફળ ઓવર સમાપ્ત, વાર્નર 41 અને રોવમેન પોવેલ 1 રન બનાવી ક્રીઝ પર
ઓવર 12ઃ માર્ક વુડની ઘાતક બોલિંગ સામે દિલ્હી મુશ્કેલ સ્થિતિમાં, 12 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 86/4
ઓવર 11ઃ લખનૌનું બોલિંગમાં શાનદાર પરફોર્મન્સ
ઓવર 10ઃ રવિ બિશ્નોઈની ઓવરમાં 17 રન, રિલે રુસોની આક્રમક બેટિંગ
ઓવર 9ઃ દિલ્હી મુશ્કેલ સ્થિતિમાં, ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ રનોની ગતિ ધીમી પડી, 9 ઓવર બાદ સ્કોર 58/3
ઓવર 8ઃ એક તરફ વિકેટ પર વિકેટ, બીજી તરફ વોર્નર અડગ, 27 બોલમાં 30 રન બનાવી ક્રીઝ પર
ઓવર 7ઃ માર્ક વુડની ખતરનાક બોલિંગ, લખનૌને ત્રીજી સફળતા અપાવી, સરફરાજ ખાન 4 રન બનાવી આઉટ
ઓવર 6ઃ પાવરપ્લે બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 47/2
ઓવર 5ઃ લખનૌને એક જ ઓવરમાં બે ઝટકા, માર્ક વુ઼ડની ઓવરમાં પૃથ્વી શો અને મિચેલ માર્શ આઉટ
ઓવર 4ઃ દિલ્હીની ઓપનિંગ જોડીની પ્રથમ વિકેટ માટે 40 રનની ભાગીદારી
ઓવર 3ઃ વોર્નર 20 અને પૃથ્વી શો 11 રન બનાવી ક્રીઝ પર
ઓવર 2ઃ દિલ્હીની શાનદાર શરૂઆત, ઉનડકટની ઓવરમાં 17 રન
ઓવર 1ઃ દિલ્હીની બેટિંગ શરૂ, ઓપનિંગ જોડી ક્રીઝ પર
લખનૌ સુપર જાયન્ટ્સની ઈનિંગ
ઓવર 20ઃ છેલ્લી ઓવરમાં બદોનીની વિસ્ફોટક બેટિંગ, બે સિક્સ ફટકારી
ઓવર 19ઃ લખનૌને પાંચમો ઝટકો, પૂરન 36 રન બનાવી આઉટ
ઓવર 18ઃ મુકેશ કુમારની શાનદાર બોલિંગ, 18મી ઓવરમાં માત્ર 7 રન આવ્યા
ઓવર 17ઃ સાકરિયાની ત્રીજી ઓવરમાં પૂરન અને કૃણાલની ફટકાબાજી, બે સિક્સ અને એક ફોર ફટકારી
ઓવર 16ઃ પૂરન 13 અને કૃણાલ પંડ્યા 5 રન બનાવી રમી રહ્યા છે
ઓવર 15ઃ લખનૌની ચોથી વિકેટ પડી, સ્ટોઈનિસ 12 રન બનાવી ખલીલ અહેમદની ઓવરમાં વિકેટકીપરના હાથે કેચ આઉટ
ઓવર 14ઃ અક્ષર પટેલે તેના સ્પેલની અંતિમ ઓવરમાં 5 રન આપ્યા
ઓવર 13ઃ દીપક હૂડા અને મેયર્સ અને સ્ટોઈનિસ-કૃણાલ પંડ્યા ક્રીઝ પર
ઓવર 12ઃ દિલ્હીને અક્ષર પટેલે ત્રીજી સફળતા અપાવી, મેયર્સ 73 રન બનાવી આઉટ
ઓવર 11ઃ લખનૌની બીજી વિકેટ પડી, દીપક હૂડા આઉટ
ઓવર 10ઃ કાઇલ મેયર્સની 28 બોલમાં ફિફ્ટી
ઓવર 9ઃ લખનૌના મેયર્સની ધમાકેદાર બેટિંગ
ઓવર 8ઃ અક્ષર પટેલની ઓવરમાં 14 રન આવ્યા, મેયર્સની આ ઓવરમાં પણ એક સિક્સ અને ફોર
ઓવર 7ઃ મેયર્સની ધમાકેદાર બેટિંગ, એક ઓવરમાં બે સિક્સ ફટકારી
ઓવર 6ઃ પાવરપ્લે બાદ લખનૌ સ્કોર 30/1
ઓવર 5ઃ મેયર્સ 14 રન અને દિપક હૂડા 2 રન પર રમી રહ્યા છે
ઓવર 4ઃ લખનૌની પહેલી વિકેટ પડી, રાહુલ 8 રન બનાવી આઉટ
ઓવર 3ઃ રાહુલ અને મેયર્સ ક્રીઝ પર, દિલ્હી તરફથી ખલીલ અને મુકેશ ચૌધરીની આક્રમક બોલિંગ
ઓવર 2ઃ ખલીલ બાદ મુકેશ ચૌધરીની પણ આક્રમક બોલિંગ, બીજી ઓવરમાં 5 રન આવ્યા
ઓવર 1ઃ ખલીલ અહેમદે પહેલી ઓવરમાં માત્ર 1 જ રન આપ્યો
ડેવિડ વોર્નર દિલ્હીનું સપનું પૂરું કરશે
રિષભ પંત ઈજાગ્રસ્ત હોવાથી IPLની 16મી સિઝનમાં રમી રહ્યો નથી. તો, પંતની ગેરહાજરીમાં દિલ્હીએ ડેવિડ વોર્નરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. વોર્નર અગાઉ SRHનો કેપ્ટન રહી ચૂક્યો છે. SRHએ વોર્નરની કેપ્ટનશીપ હેઠળ વર્ષ 2016માં IPLનો ખિતાબ જીત્યો હતો. આવી સ્થિતિમાં વોર્નરના કેપ્ટન બન્યા બાદ આ સિઝનમાં દિલ્હીનું ચેમ્પિયન બનવાનું સપનું પૂર્ણ થવાની આશા છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનઃ
લખનૌ સુપરજાયન્ટ્સ- કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદોની, માર્ક વૂડ, જયંત યાદવ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.
દિલ્હી કેપિટલ્સ- ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, મિશેલ માર્શ, રિલે રુસો, સરફરાઝ ખાન (વિકેટકીપર), રોવમેન પોવેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, મુકેશ કુમાર.