રાજસ્થાન રોયલ્સની ઈનિંગ
59/10 (ઓવર 11): રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 112 રને હરાવ્યું. બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ 59 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તે IPLની આ સિઝનમાં સૌથી ઓછા સ્કોર કરનારી ટીમ બની ગઈ છે.
59/8 (ઓવર 10): રાજસ્થાન રોયલ્સની 8મી વિકેટ પડી. શિમરોન હેટમાયર 19 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. મેક્સવેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ટીમે 10 ઓવરમાં 59 રન બનાવ્યા. તેને જીતવા માટે 61 બોલમાં 113 રનની જરૂર છે.
56/7 (ઓવર 9): રાજસ્થાનની શરૂઆત અતિશય નબળી રહી છે. એક પછી એક વિકેટ પડતી જ જાય છે. રાજસ્થાન તરફથી એક પણ પ્લેયર ક્રીઝ પર ટકી નથી શક્યો. આ ઓવરમાં માત્ર 6 રન બન્યા.
50/7 (ઓવર 8): રાજસ્થાન રોયલ્સની 7મી વિકેટ પડી. રવિચંદ્રન અશ્વિન ખાતું ખોલ્યા વગર જ આઉટ થયો હતો. ટીમે 8 ઓવર પછી 7 વિકેટ ગુમાવીને 50 રન બનાવી લીધા છે. રાજસ્થાનને જીતવા માટે 72 બોલમાં 122 રનની જરૂર છે.
31/6 (ઓવર 7): રાજસ્થાન રોયલ્સની છઠ્ઠી વિકેટ પડી. ધ્રુવ જુરેલ 1 રન બનાવીને આઉટ થયો. બ્રેસવેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ટીમે 7 ઓવરમાં 31 રન બનાવ્યા છે. રાજસ્થાનને જીતવા માટે 78 બોલમ��ં 141 રનની જરૂર છે.
28/5 (ઓવર 6): રાજસ્થાન રોયલ્સની પાંચમી વિકેટ પડી. જો રૂટ 15 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો. પાર્નેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. રાજસ્થાને 6 ઓવરમાં 28 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 85 બોલમાં 144 રનની જરૂર છે.
26/4 (ઓવર 5): રાજસ્થાન રોયલ્સની ચોથી વિકેટ પડી. દેવદત્ત પડિક્કલ 4 રન બનાવીને આઉટ થયો હતો. બ્રેસવેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હવે શિમરોન હેટમાયર બેટિંગમાં પાછો ફર્યો છે.
19/3 (ઓવર 4): રાજસ્થાન રોયલ્સે 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 19 રન બનાવ્યા હતા. જો રૂટ 8 રન બનાવીને રમી રહ્યો છે. દેવદત્ત પડિક્કલે 4 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 12 રનની ભાગીદારી છે. રાજસ્થાન તરફથી પાર્નેલે 2 વિકેટ ઝડપી છે.
16/3 (ઓવર 3): રાજસ્થાન રોયલ્સે 3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 16 રન બનાવ્યા હતા. જો રૂટ 6 રન બનાવીને રમી રહ્યો છે. દેવદત્ત પડિક્કલ 4 રન બનાવીને રમી રહ્યો છે.
11/3 (ઓવર 2): 172 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રાજસ્થાન રોયલ્સને બીજી ઓવરમાં બે ઝટકા લાગ્યા હતા. પહેલો 6ના સ્કોર પર જોસ બટલરના રૂપમાં લાગ્યો. બટલર ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ટીમને ત્રીજો ફટકો 7ના સ્કોર પર કેપ્ટન સંજુ સેમસનના રૂપમાં લાગ્યો હતો. પાર્નેલે સે મસનને પોતાનો શિકાર બનાવ્યો છે. જો રૂટ 4 અને દેવદત્ત પડિકલ 4 રન બનાવીને રમી રહ્યા છે. રાજસ્થાનને 18 ઓવરમાં જીતવા માટે હજુ 161 રનની જરૂર છે.
5/1 (ઓવર 1): 172 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને 1ના સ્કોર પર યશસ્વી જયસ્વાલના રૂપમાં પહેલો ફટકો લાગ્યો હતો. જયસ્વાલ ખાતું ખોલ્યા વિના મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. હવે કેપ્ટન સંજુ સેમસન બટલરને સપોર્ટ કરવા મેદાન પર બેટિંગ કરવા ઉતર્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઈનિંગ
171/5 (ઓવર 20): રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલા બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. આ દરમિયાન મેક્સવેલ અને ડુપ્લેસિસે અડધી સદી ફટકારી હતી. અનુજ રાવત 11 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. રાજસ્થાન તરફથી એડમ ઝમ્પા અને કેએમ આસિફે 2-2 વિકેટ લીધી હતી. સંદીપ શર્માએ એક વિકેટ લીધી હતી.
153/5 (ઓવર 19): આરસીબીએ 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. અનુજ રાવત 6 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે. બ્રેસવેલ 8 રન બનાવીને રમી રહ્યો છે.
143/5 (ઓવર 18): આરસીબીની પાંચમી વિકેટ પડી. ગ્લેન મેક્સવેલ 33 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. સંદીપ શર્માએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ટીમે 18 ઓવરમાં 143 રન બનાવી લીધા છે. આ મેચમાં સંદીપની આ પહેલી વિકેટ હતી.
135/4 (ઓવર 17): રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી ગ્લેન મેક્સવેલે અડધી સદી પૂરી કરી. તે 31 બોલમાં 53 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 5 ફોર અને 3 સિક્સર ફટકારી છે. આરસીબીએ 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા છે.
123/4 (ઓવર 16): 16મી ઓવરમાં આરસીબીની બે વિકેટ પડી ગઈ. પહેલા મહિપાલ લોમરોર 1 રન બનાવીને આઉટ થયો હતો અને તેના પછીની બોલમાં દિનેશ કાર્તિક ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયો. ટીમે 16 ઓવરમાં 123 રન બનાવી લીધા છે. રાજસ્થાન તરફથી ઝમ્પાએ બે વિકેટ ઝડપી હતી. આ પહેલા આસિફે 2 વિકેટ લીધી હતી.
120/2 (ઓવર 15): ફાફ ડુપ્લેસીસ તેની અડધી સદી બાદ આઉટ થયો. તેણે 44 બોલમાં 55 રન બનાવ્યા હતા. આરસીબીએ 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 120 રન બનાવ્યા હતા. મેક્સવેલ 41 રન બનાવીને રમી રહ્યો છે. મહિલા લોમરોરે 1 રન બનાવ્યા છે.
107/1 (ઓવર 14): આરસીબીનો સ્કોર 100 રનને પાર કરી ગયો. ટીમે 14 ઓવર બાદ 1 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. ડુપ્લેસીસ 45 રન અને મેક્સવેલ 41 રન બનાવીને રમી રહ્યા છે. આ બંને વચ્ચે 57 રનની ભાગીદારી થઈ છે.
98/1 (ઓવર 13): આ ઓવરમાં મેક્સવેલને ચોગ્ગા ફટકારવાની તક મળી હતી. તેણે બે ચોગ્ગા ફટકાર્યા હતા. અત્યારે મેક્સવેલ 20 બોલમાં 33 રન બનાવીને અને ડુપ્લેસીસ 39 બોલમાં 44 રન બનાવીને રમી રહ્યો છે.
86/1 (ઓવર 12): આરસીબીએ 12 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 86 રન બનાવ્યા હતા. ડુપ્લેસિસ અડધી સદીની નજીક પહોંચી ગયો છે. તેણે 37 બોલમાં 42 રન બનાવ્યા છે. મેક્સવેલ 23 રન બનાવીને રમી રહ્યો છે.
81/1 (ઓવર 11): આ ઓવરમાં કોઈ બાઉન્ડ્રી ફટકારવાની તક નહોતી મળી. માત્ર સિંગલની મદદથી 3 રન જ બની શક્યા હતા.
78/1 (ઓવર 10): આરસીબીએ 10 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 78 રન બનાવ્યા હતા. ડુપ્લેસિસ 30 બોલમાં 37 રન બનાવ્યા બાદ રમી રહ્યો છે. ગ્લેન મેક્સવેલે 11 બોલમાં 20 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 28 રનની ભાગીદારી છે.
71/1 (ઓવર 9): મેક્સવેલે આવતા જ આરસીબી માટે ચોગ્ગા છગ્ગા ફટકારવાનું શરૂ કર્યું. આ ઓવરમાં તેણે એક ચોગ્ગો ફટકાર્યો. આરસીબીનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 71 રન થયો છે.
61/1 (ઓવર 8): કોહલીના આઉટ થયા બાદ ગ્લેન મેક્સવેલ તેની જગ્યાએ ક્રીઝ પર આવ્યો છે. તેણે આવતા જ સિક્સર ફટકારી હતી. અત્યારે મેક્સવેલ 3 બોલમાં 8 રન બનાવીને અને ડુપ્લેસીસ 26 બોલમાં 33 રન બનાવીને રમી રહ્યા છે.
50/1 (ઓવર 7): બેંગ્લોરની પહેલી વિકેટ પડી. વિરાટ કોહલી 18 રન બનાવીને આઉટ થયો હતો. કેએમ આસિફે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કોહલી અને ડુપ્લેસીસ વચ્ચે 50 રનની ભાગીદારી થઈ હતી. આરસીબીએ 7 ઓવર પછી 50 રન બનાવ્યા હતા.
42/0 (ઓવર 6): પહેલો પાવરપ્લે સમાપ્ત થયો. આ દરમિયાન કોહલી અને ડુપ્લેસીસે 42 રનની ભાગીદારી કરી હતી.
34/0 (ઓવર 5): આરસીબીએ 5 ઓવર બાદ 34 રન બનાવ્યા હતા. કોહલી 15 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. ડુપ્લેસિસ 15 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાન તરફથી અત્યાર સુધી કોઈ બોલર વિકેટ લઈ શક્યો નથી.
29/0 (ઓવર 4): આરસીબીએ 4 ઓવર પછી કોઈપણ નુકસાન વિના 29 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 11 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે. ફાફ ડુ પ્લેસિસ 16 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાનના બોલરો વિકેટો શોધી રહ્યા છે.
17/0 (ઓવર 3): આરસીબીએ ધીમી પણ સારી શરૂઆત કરી છે. આ ઓવરમાં સિંગલની મદદથી માત્ર 5 રન જ લઈ શકાયા.
12/0 (ઓવર 2): આરસીબીએ 2 ઓવર પછી 12 રન બનાવ્યા હતા. કોહલી 9 રન બનાવીને રમી રહ્યો છે. ડુપ્લેસિસ 3 રન બનાવીને ક્રીઝ પર ઊભો છે. રાજસ્થાન તરફથી એડમ ઝમ્પાએ બીજી ઓવર કરી.
9/0 (ઓવર 1): આરસીબીએ પહેલી ઓવરમાં 9 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 7 રન બનાવીને રમી રહ્યો છે. ડુપ્લેસિસે 2 રન બનાવ્યા છે.
કોહલી-ડુપ્લેસીસ આરસીબી માટે ઓપનિંગ કરી રહ્યા છે
વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ઓપનિંગ કરી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સે પહેલી ઓવર સંદીપ શર્માને સોંપી છે.
આરસીબીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ હોમ ગ્રાઉન્ડ પર પહેલા બોલિંગ કરવા મેદાનમાં ઉતરશે.
ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રાજસ્થાન રોયલ્સ - યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન(કપ્તાન અને વિકેટકીપર), જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કપ્���ાન), અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ, વેઈન પાર્નેલ, કર્ણ શર્મા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.