કોલકાતા નાઇટ રાઇડર્સની ઈનિંગ
ઓવર 20: છેલ્લા 6 બોલમાં 29 રનની જરૂર હતી અને રિંકુ સિંહે સતત 5 સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. યશ દયાલની ઓવરમાં આ બેટરે અશક્યને શક્ય બનાવ્યું અને કોલકાતા નાઇટ રાઇડર્સને ગુજરાત ટાઇટન્સ સામે યાદગાર જીત અપાવી.
ઓવર 19: કોલકાતા નાઈટ રાઈડર્સે 19 ઓવરમાં 176 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 6 બોલમાં 29 રનની જરૂર છે. રિંકુ સિંહ 18 રન અને ઉમેશ યાદવ 4 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 18: કોલકાતાની ટીમને હવે જીતવા માટે છેલ્લા 12 બોલમાં 43 રનની જરૂર છે.
ઓવર 17: રાશિદ ખાને કોલકાતાની ઇનિંગ્સની 17મી ઓવરમાં હેટ્રિક લઈને મેચનો નક્શો જ ફેરવી દીધો. તેણે શાર્દુલ ઠાકુરને પોતાનો ત્રીજો શિકાર બનાવ્યો. રાશિદે શાર્દુલની વિકેટ લઈને IPLમાં પોતાની પહેલી હેટ્રિક પૂરી કરી. IPL 2023ની આ પહેલી હેટ્રિક પણ છે. 17 ઓવર પછી કોલકાતાનો સ્કોર સાત વિકેટે 157 રન છે. રિંકુ સિંહ અને ઉમેશ યાદવ ક્રીઝ પર છે. હવે આ ટીમ માટે જીતવું ઘણું મુશ્કેલ છે.
ઓવર 16: 40 બોલમાં 83 રનની ઇનિંગ રમી રહેલા વેંકટેશ અય્યરને અલઝારી જોસેફની બોલ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ ઇનિંગમાં તેણે 8 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. કોલકાતાને 24 બોલમાં 50 રનની જરૂર છે.
ઓવર 15: કોલકાતા નાઈટ રાઈડર્સે 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. KKRને જીતવા માટે 30 બોલમાં 56 રનની જરૂર છે. વેંકટેશ અય્યર 37 બોલમાં 79 રન અને રિંકુ સિંહ 2 રને રમી રહ્યા છે.
ઓવર 14: કેપ્ટન નીતિશ રાણા 45 રનના સ્કોર પર અલઝારી જોસેફના બોલ પર મોહમ્મદ શમીના હાથે કેચ આઉટ થયો હતો. ટીમને આ વિકેટ યોગ્ય સમયે મળી હતી. કેપ્ટને વેંકટેશ અય્યર સાથે 100 રનની ભાગીદારી રમી હતી.
ઓવર 13: કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર બે વિકેટના નુકસાને 128 રન છે. નીતિશ રાણા અને વેંકટેશ અય્યર વચ્ચે શાનદાર ભાગીદારી રહી છે. બંને બેટ્સમેન શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે અને કોલકાતાની ટીમને લક્ષ્યની નજીક લઈ જઈ રહ્યા છે. કોલકાતાનો સ્કોર 13 ઓવર બાદ બે વિકેટે 128 રન છે.
ઓવર 12: કોલકાતા નાઈટ રાઈડર્સે 12 ઓવર બાદ 2 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા. KKRને જીતવા માટે 48 બોલમાં 89 રનની જરૂર છે. વેંકટેશ અય્યરે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. તે 28 બોલમાં 58 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 11: વેંકટેશ અય્યર અને કેપ્ટન નીતિશ રાણાએ કોલકાતાનો રન રેટ વધાર્યો છે. 11 ઓવર પછી સ્કોર 2 વિકેટના નુકસાને 99 રન છે.
ઓવર 10: કોલકાતાએ 10 ઓવર બાદ 2 વિકેટ ગુમાવીને 86 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યર 22 બોલમાં 39 રન અને નીતિશ રાણા 18 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યા છે. આ બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી પણ થઈ છે.
ઓવર 9: કોલકાતા નાઈટ રાઈડર્સે 9 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 78 રન બનાવ્યા હતા. KKRને જીતવા માટે 66 બોલમાં 127 રનની જરૂર છે. નીતિશ રાણા 24 અને વેંકટેશ 33 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 8: કોલકાતા નાઈટ રાઈડર્સે 8 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 72 બોલમાં 137 રનની જરૂર છે.
ઓવર 7: કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર બે વિકેટના નુકસાને 56 રન છે. વેંકટેશ અય્યર અને નીતિશ રાણા વચ્ચે સારી ભાગીદારી થઈ રહી છે. બંને સારા ફોર્મમાં દેખાઈ રહી છે અને ઝડપી રન બનાવી રહી છે. 7 ઓવર પછી કોલકાતાનો સ્કોર બે વિકેટે 56 રન છે.
જુહી ચાવલા ટીમને પ્રોત્સાહિત કરવા અમદાવાદ પહોંચી
અમદાવાદમાં રમાઈ રહેલી ગુજરાત ટાઇટન્સ વર્સેસ કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં KKR ટીમની કો-ઓનર જુહી ચાવલા ટીમને ચીયર કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી છે. આ માહિતી જુહી ચાવલાએ ખુદ તેના ટ્વિટર હેન્ડલ પર તસવીર શેર કરીને આપી છે.
ઓવર 6: કોલકાતા નાઈટ રાઈડર્સે 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 43 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યર 18 રન અને નીતિશ રાણા 4 રન બનાવીને રમી રહ્યા છે. KKRના બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા છે.
ઓવર 5: કોલકાતા નાઈટ રાઈડર્સે 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 37 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યર 13 રન અને નીતિશ રાણા 3 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 4: કોલકાતા નાઈટ રાઈડર્સની બીજી વિકેટ પડી. એન. જગદીશન 6 રન બનાવીને આઉટ થયો હતો. KKRએ 4 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 28 રન બનાવ્યા હતા.
ઓવર 3: યશ દલાલે રહેમાનુલ્લાહ ગુરબાઝનો શાનદાર કેચ કરીને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. વિકેટકીપર કે. એસ. ભરત સાથે ટકરાયા બાદ પણ તેણે બોલ પર નજર રાખી અને વિકેટ ગુજરાતના નામે રહી. ���ુરબાઝ 15 રન બનાવીને આઉટ થયો. KKRએ 3 ઓવરમાં 26 રન બનાવ્યા.
ઓવર 2: કોલકાતા માટે 205 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે એન જગદીશન અને રહેમાનુલ્લા ગુરબાઝે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. 2 ઓવરમાં આ જોડીએ સાવચેતીપૂર્વક બેટિંગ કરતા 14 રન બનાવ્યા છે.
ઓવર 1: 205 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. આજે નારાયણ જગદીશને રહેમાનુલ્લા ગુરબાઝ સાથે ઇનિંગની શરૂઆત કરી છે. ગુજરાત તરફથી પહેલી ઓવર મોહમ્મદ શમીએ કરી હતી. કોલકાતાએ પહેલી ઓવરમાં બે રન બનાવ્યા હતા. આ બંનેએ પાવરપ્લેમાં સારી ગતિએ રન બનાવવા પડશે અને પોતાની ટીમને સારી શરૂઆત આપવી પડશે.
ગુજરાત ટાઇટન્સની ઈનિંગ
ઓવર 20: ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 205 રનનો ટાર્ગેટ આપ્યો. ટીમ માટે વિજય શંકરે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 24 બોલમાં અણનમ 63 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને પણ અડધી સદી ફટકારી હતી. કોલકાતા તરફથી સુનીલ નારાયણે 3 વિકેટ લીધી હતી.
ઓવર 19: ગુજરાત ટાઇટન્સે 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. વિજય શંકર 45 રન અને ડેવિડ મિલર 1 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 18: ગુજરાત ટાઇટન્સે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. વિજય શંકર 13 બોલમાં 22 રન અને ડેવિડ મિલર 1 રન બનાવી રહ્યો છે.
ઓવર 17: ગુજરાત ટાઇટન્સ તરફથી સાઇ સુદર્શને તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખીને આ સિઝનમાં સતત બીજી અડધી સદી પૂરી કરી છે. 17 ઓવરના અંતે ગુજરાતની ટીમનો સ્કોર 3 વિકેટે 151 રન છે.
ઓવર 16: ગુજરાત ટાઇટન્સની ટીમે કોલકાતા સામે 16 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 144 રન બનાવ્યા છે. સાઈ સુદર્શન 47 અને વિજય શંકર 14 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 15: ગુજરાત ટાઇટન્સે 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શન 31 બોલમાં 46 રન અને વિજય શંકર 3 બોલમાં 3 રન બનાવીને અણનમ છે.
ઓવર 14: ગુજરાત ટાઇટન્સની ત્રીજી વિકેટ પડી. અભિનવ મનોહર 8 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ગુજરાતે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 123 રન બનાવ્યા હતા.
ઓવર 13: શુભમનની જગ્યા બેટિંગ કરવા આવેલા અભિનવ મનોહરે ફટકારી ચોગ્ગાની હેટ્રિક. આ ઓવરમાં આવ્યા 14 રન.
ઓવર 12: ગુજરાત ટાઇટન્સે 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા હતા. ટીમની બીજી વિકેટ શુભમન ગિલના રૂપમાં પડી. શુભમન 31 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. નારાયણે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
ઓવર 11: આ ઓવર સુધીમાં ગુજરાત ટાઇટન્સે 1 વિકેટના નુકસાને 91 રન બનાવ્યા હતા. શુભમન અને સાઈ સુદર્શનની મજબૂત ભાગીદારી જોવા મળી.
ઓવર 10: ગુજરાત ટાઇટન્સે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 88 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 36 રને અને સાઈ સુદર્શન 22 રને રમી રહ્યા છે.
ઓવર 9: ગુજરાત ટાઇટન્સે 9 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 79 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 23 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે સાઈ સુદર્શને 14 બોલમાં 20 રન બનાવ્યા છે.
ઓવર 8: ગુજરાતની પહેલી વિકેટ પડ્યા બાદ શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે સારી ભાગીદારી જોવા મળી છે. બંને સારા સંપર્કમાં જોવા મળી રહ્યા છે. તેમની ટીમ સારા ટોટલ પર લઈ જવા માટે મોટી ભાગીદારી બનાવવા ઈચ્છશે.
ઓવર 7: ગુજરાત ટાઇટન્સે 7 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 62 રન બનાવ્યા છે. શુભમન 18 બોલમાં 26 રન અને સાઈ સુદર્શન 11 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 6: ગુજરાત ટાઇટન્સનો સ્કોર એક વિકેટના નુકસાને 50 રનને પાર કરી ગયો છે. શુભમન ગિલ અને સાઈ સુદર્શન ક્રીઝ પર છે. બંને સારી લયમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા છે.
ઓવર 5: કેપ્ટન નીતિશ રાણાએ બોલિંગ બદલતા વિકેટ લેનાર સુનીલ નારાયણને બોલાવ્યો અને ગુજરાતને પહેલો ઝટકો લાગ્યો. રિદ્ધિમાન સાહા 17 રન બનાવીને પરત ફર્યો હતો.
ઓવર 4: ગુજરાત ટાઇટન્સે 4 ઓવર બાદ 31 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહા 15 રને અને શુભમન ગિલ 10 રને રમી રહ્યા છે. ઉમેશ યાદવે 2 ઓવરમાં 10 રન આપ્યા છે. શાર્દુલ ઠાકુરે 1 ઓવરમાં 12 રન આપ્યા છે. ફર્ગ્યુસને 1 ઓવરમાં 6 રન આપ્યા છે.
ઓવર 3: ઓપનર શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ કોલકાતા સામે ગુજરાત માટે સારી શરૂઆત કરી છે. બંનેએ ત્રણ ઓવરમાં 24 રન ઉમેર્યા છે.
ઓવર 2: ગુજરાત ટાઇટન્સે 2 ઓવર બાદ 17 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહા 6 રન અને શુભમન ગિલ 8 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 1: શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા ગુજરાત ટાઇટન્સ માટે ઓપનિંગ કરી. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે પહેલી ઓવર ઉમેશ યાદવને સોંપી છે. આ ઓવરમાં 4 રન બનાવ્યા.
ગુજરાતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો
ગુજરાત ટાઇટન્સના સ્ટેન્ડ-ઇન કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. કેપ્ટન હાર્દિકની જગ્યાએ વિજય શંકરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. કોલકાતાએ આજની મેચમાં એન. જગદીશનને તક આપી છે.
હાર્દિકના સ્થાને રાશિદ ગુજરાતનો કેપ્ટન બનશે
કોલકાતા સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સની કમાન રાશિદ ખાનના હાથમાં છે. નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા આજની મેચ નથી રમી રહ્યો. ટોસ સમયે રાશિદે કહ્યું હતું કે હાર્દિકની તબિયત સારી નથી, આ કારણે તે મેચ નથી રમી રહ્યો.
મેચની વિગતો
મેચ- ગુજરાત ટાઇટન્સ વર્સેસ કોલકાતા નાઇટ રાઇડર્સ
મેચ નંબર- 13
દિવસ અને સમય- 9 એપ્રિલ (રવિવાર), બપોરે- 3:30 કલાકે
સ્થળ- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
ગુજરાત ટાઇટન્સ: રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન (કપ્તાન), મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ
કોલકાતા નાઈટ રાઈડર્સ: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), એન. જગદીસન, નીતિશ રાણા (કપ્તાન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, સુયશ શર્મા, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી