IPLની 56મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટે હરાવ્યું હતું. ઈડન ગાર્ડન્સમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં આઠ વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 13.1 ઓવરમાં એક વિકેટે 151 રન બનાવીને મેચ જીતી લીધી હતી. તેના માટે યશસ્વી જયસ્વાલે અણનમ 98 અને કેપ્ટન સંજુ સેમસને અણનમ 48 રન બનાવ્યા હતા.
રાજસ્થાનની ટોપ-4માં વાપસી
રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે તે ટોપ-4માં પરત ફર્યું છે. રાજસ્થાનની 12 મેચોમાં આ છઠ્ઠી જીત છે. તેણે 12 પોઈન્ટ મેળવ્યા છે. રાજસ્થાન હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સને ચોથા અને લખનૌ સુપરજાયન્ટ્સને પાંચમા સ્થાને ધકેલી દીધા છે. બીજી તરફ કોલકાતાની ટીમ 12 મેચમાં સાતમી હાર સાથે સાતમા સ્થાને સરકી ગઈ છે. તેના 10 પોઈન્ટ છે. હવે કોલકાતા માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે.
રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં આઠ વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 13.1 ઓવરમાં એક વિકેટે 151 રન બનાવીને મેચ જીતી લીધી હતી. તેના માટે યશસ્વી જયસ્વાલે અણનમ 98 અને કેપ્ટન સંજુ સેમસને અણનમ 48 રન બનાવ્યા હતા. બંનેએ બીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. ટીમને એકમાત્ર ફટકો જોસ બટલરના રૂપમાં લાગ્યો હતો. તે બીજી ઓવરમાં ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો.
કોલકાતાએ રાજસ્થાનને 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો
રાજસ્થાન રોયલ્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા કોલકાતા નાઈટ રાઈડર્સને 20 ઓવરમાં આઠ વિકેટે 149 રન પર જ રોકી દીધી હતી. રાજસ્થાનને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે બે વિકેટ ઝડપી હતી. સંદીપ શર્મા અને કેએમ આસિફને એક-એક સફળતા મળી.
કોલકાતા તરફથી વેંકટેશ અય્યરે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. તેના સિવાય કેપ્ટન નીતીશ રાણાએ 22 રન, રહેમાનુલ્લા ગુરબાજે 18, રિંકુ સિંહે 16, આન્દ્રે રસેલ અને જેસન રોયે 10-10 રન બનાવ્યા હતા. સુનીલ નારાયણ છ અને શાર્દુલ ઠાકુર એક રન બનાવીને આઉટ થયા હતા. અનુકુલ રોયે અણનમ 6 રન બનાવ્યા હતા.
રાજસ્થાને કોલકાતા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો
રાજસ્થાન રોયલ્સની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રેન્ટ બોલ્ટ અને કેએમ આસિફની રાજસ્થાન ટીમમાં વાપસી થઈ હતી. કુલદીપ યાદવ અને મુરુગન અશ્વિનને પડતા મૂકાયા હતા. બીજી તરફ વૈભવ અરોરાની જગ્યાએ અનુકુલ રોયને કોલકાતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
યુઝવેન્દ્ર ચહલે IPLમાં ઈતિહાસ રચ્યો છે. ચહલ IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ દરમિયાન તેણે ડ્વેન બ્રાવોનો રેકોર્ડ તોડ્યો હતો. ચહલે આઈપીએલમાં 184 વિકેટ લીધી છે. આ પહેલા બ્રાવો 183 વિકેટ સાથે નંબર વન પર હતો. ચહલે નીતીશ રાણાને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી.કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગ
રાજસ્થાન રોયલ્સની ઈનિંગ
151/1 (ઓવર 13): રાજસ્થાનની શાનદાર જીત, KKRને 9 વિકેટે હરાવ્યું, IPLમાં જયસ્વાલની ફાસ્ટેસ્ટ ફિફ્ટી, ચહલની હાઈએસ્ટ વિકેટ
140/1 (ઓવર 12): ઈડન ગાર્ડન્સમાં યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનની શાનદાર બેટિંગ કરી રહ્યા છે બંને વચ્ચે શતકીય ભાગીદારી નોંધાઈ છે
127/1 (ઓવર 11): અનુકૂલ રોયની ઓવરમાં કપ્તાન સેમસનની 3 સિક્સની મદદથી 20 રન આવ્યા, 11 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 127 રન છે
107/1 (ઓવર 10): રાજસ્થાન રોયલ્સની બેટિંગ ઈનિંગ્સની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમે 10 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 107 રન બનાવી લીધા છે. રાજસ્થાનને જીતવા માટે છેલ્લી 10 ઓવરમાં 43 રનની જરૂર છે
101/1 (ઓવર 9): લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ ટીમે તેના પ્રારંભિક 100 રન પૂરા કર્યા છે, ટીમે આ આંકડા સુધી પહોંચવા માટે 8.1 ઓવરનો સામનો કર્યો છે
98/1 (ઓવર 8): સુયશ શર્માની ઓવરમાં પણ એક સિક્સની મદદથી 10 રન આવ્યા, જયસ્વાલ 78 અને સેમસન 16 રન બનાવીને રમી રહ્યા છે
88/1 (ઓવર 7): સુનીલ નારાયણની પ્રથમ ઓવરમાં એક સિક્સની મદદથી 10 રન આવ્યા, 7 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 88 રન છે
78/1 (ઓવર 6): રાજસ્થાનની ધમાકેદાર શરૂઆત, પાવરપ્લેમાં 78 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 84 બોલમાં 72 રનની જરૂર છે. યશસ્વી 23 બોલમાં 62 રન બનાવીને રમી રહ્યો છે. સંજુએ 10 બોલમાં 12 રન બનાવ્યા છે
68/1 (ઓવર 5): રાજસ્થાન રોયલ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા હતા. યશસ્વી 23 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 62 રન રમી રહ્યો છે. સંજુ સેમસને 4 બોલમાં 2 રન બનાવ્યા છે
59/1 (ઓવર 4): રાજસ્થાને 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 59 રન બનાવ્યા હતા. જયસ્વાલ 19 બોલમાં 54 રન બનાવીને રમી રહ્યો છે. સંજુ સેમસને 1 રન બનાવ્યો હતો. ટીમને જીતવા માટે 91 રનની જરૂર છે
54/1 (ઓવર 3): યશસ્વી જયસ્વાલે તોફાની બેટિંગ કરતા માત્ર 13 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. IPLના ઈતિહાસમાં આ સૌથી ઝડપી અડધી સદી છે. તેણે 13 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી છે. જયસ્વાલ 50 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાને 3 ઓવરમાં 54 રન બનાવ્યા છે
40/1 (ઓવર 2): રાજસ્થાન રોયલ્સ ટીમને પહેલો ફટકો જોસ બટલરના રૂપમાં લાગ્યો હતો. ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે બટલર ખાતું ખોલાવ્યા વિના ત્રણ બોલમાં રનઆઉટ થયો હતો. 2 ઓવરના અંતે ટીમનો સ્કોર એક વિકેટના નુકસાન પર 40 રન છે
26/0 (ઓવર 1): કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી કેપ્ટન નીતિશ રાણાએ પ્રથમ ઓવર ફેંકી હતી. રાણાની આ ઓવરમાં યશસ્વી જયસ્વાલે બે સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી. પ્રથમ ઓવરના અંતે ટીમનો સ્કોર કોઈપણ નુકસાન વિના 26 રન છે. આ તમામ રન યશસ્વી જયસ્વાલના બેટથી આવ્યા છે
કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગ
149/8 (ઓવર 20): કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 150 રનનો ટાર્ગેટ આપ્યો છે. KKRએ 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા
142/7 (ઓવર 19): યુઝવેન્દ્ર ચહલે બાઉન્ડ્રી નજીક જો રૂટના હાથે રિંકુ સિંહને કેચ કરાવીને તેનો ચોથી વિકેટ ઝડપી હતી, KKRએ 19 ઓવરમાં 7 વિકેટે 142 રન બનાવ્યા છે
139/6 (ઓવર 18): કોલકાતાનો સ્કોર 18 ઓવર બાદ 6 વિકેટના નુકશાન પર 139 રન છે
131/6 (ઓવર 17): યુઝવેન્દ્ર ચહલે એક ઓવરમાં 2 વિકેટ ઝડપીને કોલકાતાને મુશ્કેલીમાં મુકી દીધું છે, ઓવરના પહેલા બોલે કોલકાતા માટે શાનદાર બેટિંગ કરી રહેલ વેંકટેશને આઉટ કર્યો હતો, તો ચોથા બોલે શાર્દુલ ઠાકુરને આઉટ કર્યો હતો
127/4 (ઓવર 16): કોલકાતા તરફથી વેંકટેશ અય્યરે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 39 બોલમાં 3 સિક્સ અને 2 ફોરની મદદથી 50 રન બનાવ્યા છે. રિંકુ સિંહે 4 રન બનાવ્યા છે. કોલકાતાએ 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા છે
116/4 (ઓવર 15): કોલકાતાએ 15 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 116 રન બનાવ્યા છે, ટીમ માટે વેંકટેશ અય્યર અને રિંકુ સિંહ બોલિંગ કરી રહ્યા છે
110/4 (ઓવર 14): કેએમ આસિફે મેચની 14મી ઓવરના ત્રીજા બોલ પર આન્દ્રે રસેલને આઉટ કરીને રાજસ્થાનને ચોથી સફળતા અપાવી હતી. આસિફના બોલ પર અશ્વિને રસેલનો કેચ પકડ્યો હતો. રસેલ 10 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. KKRએ 14 ઓવરમાં 4 વિકેટે 110 રન બનાવ્યા છે
100/3 (ઓવર 13): કોલકાતાએ 100 રનનો સ્કોર પૂરો કર્યો. ટીમે 13 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ રન બનાવ્યા છે. વેંકટેશ અય્યર 43 રન બનાવીને રમી રહ્યો છે. આન્દ્રે રસેલે 4 રન બનાવ્યા છે
85/3 (ઓવર 12): કોલકાતાએ 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 85 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યર 28 રન બનાવીને રમી રહ્યો છે. આન્દ્રે રસેલે 4 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલે 1 ઓવરમાં 3 રન આપીને એક વિકેટ લીધી છે. ટ્રેન્ટ બોલ્ટે 2 વિકેટ લીધી છે.
79/3 (ઓવર 11): કોલકાતા નાઈટ રાઈડર્સની ત્રીજી વિકેટ પડી. નીતિશ રાણા 17 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. યુઝવેન્દ્ર ચહલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રાણાએ 17 બોલમાં 22 રન બનાવ્યા હતા, યુઝવેન્દ્ર ચહલ IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
76/2 (ઓવર 10): કોલકાતાએ 10 ઓવર બાદ 2 વિકેટ ગુમાવીને 76 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યરે 24 બોલમાં 24 રન બનાવ્યા છે. નીતિશ રાણા 16 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 47 રનની ભાગીદારી થઈ છે.
58/2 (ઓવર 9): કોલકાતા નાઈટ રાઈડર્સે 9 ઓવરમાં બે વિકેટે 58 રન બનાવ્યા છે. બે વિકેટ પડ્યા બાદ કેપ્ટન નીતિશ રાણા અને વેંકટેશ અય્યરે ઇનિંગ સંભાળી લીધી છે. બંનેએ ત્રીજી વિકેટ માટે 29 બોલમાં 29 રનની ભાગીદારી કરી હતી. નીતિશ 17 અને વેંકટેશ 11 રને રમી રહ્યા છે
50/2 (ઓવર 8): કોલકાતાએ 8મી ઓવરમાં 50 રન પુરા કર્યા છે, આ દરમિયાન 2 વિકેટ પણ ગુમાવી છે, કપ્તાન નીતિશ રાણા અને વેંકટેશ અય્યર ક્રીઝ પર છે
44/2 (ઓવર 7): KKRએ 7 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 44 રન બનાવ્યા છે. કેપ્ટન નીતિશ રાણા 8 રન બનાવીને રમી રહ્યો છે જ્યારે વેંકટેશ અય્યર 5 રન બનાવીને તેને સાથ આપી રહ્યો છે
37/2 (ઓવર 6): આર અશ્વિનની પ્રથમ ઓવર શાનદાર રહી, માત્ર 2 રન આપ્યા, કોલકાતાએ પાવરપ્લેમાં જ 2 વિકેટ ગુમાવી દીધી છે અને માત્ર 37 રન બનાવ્યા છે
35/2 (ઓવર 5): ટ્રેન્ટ બોલ્ટે 5મી ઓવરમાં KKRના બંને ઓપનરોને પેવેલિયન પરત મોકલ્યા હતા. જેસન રોય બાદ રહેમાનુલ્લા ગુરબાઝને પણ બોલ્ટે આઉટ કર્યો હતો. ઇનિંગની 5મી ઓવરના પહેલા બોલ પર બોલ્ટે ગુરબાઝને સંદીપ શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગુરબાઝ 12 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો
29/1 (ઓવર 4): કોલકાતાના બેટ્સમેનોએ ટીમ માટે ચોથી ઓવરમાં 2 સિક્સની મદદથી 15 રન જોડ્યા, 4 ઓવર બાદ કોલકાતાનો સ્કોર 1 વિકેટે 29 રન છે
14/1 (ઓવર 3): કોલકાતા નાઈટ રાઈડર્સની પ્રથમ વિકેટ પડી. જેસન રોય 8 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. રોયને ટ્રેન્ટ બોલ્ટે આઉટ કર્યો હતો
10/0 (ઓવર 2): સંદીપ શર્માની પ્રથમ ઓવરમાં માત્ર 4 રન આવ્યા, 2 ઓવર બાદ કોલકાતાનો સ્કોર વિના વિકેટે 10 રન છે
6/0 (ઓવર 1): જેસન રોય અને રહેમાનલ્લાહ ગુરબાઝ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ઓપનિંગ કરવા આવ્યા છે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ ઓવર ટ્રેન્ટ બોલ્ટને સોંપી હતી, પ્રથમ ઓવરમાં 6 રન આવ્યા
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન:
કોલકાતા નાઈટ રાઈડર્સ: રહેમાનુલ્લા ગુરબાઝ(વિકેટકીપર), જેસન રોય, વેંકટેશ ઐયર, નીતીશ રાણા(કેપ્ટન), આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્���ી
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન(વિકેટકીપર/કેપ્ટન), જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ