IPL 2023ની 26મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાનને હરાવ્યું છે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં સાત વિકેટે 154 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 144 રન જ બનાવી શકી હતી.
લખનૌએ રાજસ્થાનને 10 રને હરાવ્યું
IPL 2023ની 26મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ઓછો સ્કોર હોવા છતાં રાજસ્થાન રોયલ્સને 10 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. કાયલ મેયર્સે 42 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન કેએલ રાહુલે 39 રન બનાવ્યા હતા.
જવાબમાં એક સમયે રાજસ્થાનની ટીમે એક વિકેટ ગુમાવીને 87 રન બનાવી લીધા હતા. જો કે, આ પછી નિયમિત અંતરે વિકેટો પડતી રહી અને ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને માત્ર 144 રન જ બનાવી શકી. યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. તો જોસ બટલરે 40 રનની ઇનિંગ રમી હતી. આવેશ ખાને છેલ્લી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે ઓવરના ત્રીજા બોલ પર દેવદત્ત પડિકલ અને ચોથા બોલ પર ધ્રુવ જુરેલની વિકેટ લીધી હતી.
લખનૌએ 20 ઓવરમાં 154 રન બનાવ્યા
લખનૌ સુપરજાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનૌએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ અને કાયલ મેયર્સે લખનૌને ધીમી શરૂઆત આપી હતી. બંનેએ સાત ઓવરમાં 43 રન ઉમેર્યા હતા. આ પછી બંનેએ ગિયર બદલ્યો અને પછીની બે ઓવરમાં 31 રન બનાવ્યા. જોકે, આ રનરેટ વધારવામાં કેપ્ટન રાહુલ 11મી ઓવરમાં આઉટ થયો હતો. રાહુલે 32 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 રનની ઇનિંગ રમી હતી. આયુષ બદોની એક રન અને બર્થડે બોય દીપક હુડા બે રન બનાવીને આઉટ થયો હતો.
કાયલ મેયર્સે IPL 2023માં તેની ત્રીજી અડધી સદી ફટકારી. જોકે, તે પોતાની અડધી સદી ફટકાર્યા બાદ તરત જ આઉટ થઈ ગયો હતો. અશ્વિને 14મી ઓવરમાં દીપક હુડા અને મેયર્સ બંનેને આઉટ કર્યા. અશ્વિને મેયર્સને ક્લીન બોલ્ડ કર્યો. તે 42 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 51 રન બનાવીને આઉટ થયો હતો. માર્કસ સ્ટોઇનિસ 16 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. તો નિકોલસ પૂરન અને યુદ્ધવીર સિંહ ચરક છેલ્લી ઓવરમાં રનઆઉટ થયા હતા. પુરણે 20 બોલમાં 28 રન બનાવ્યા હતા અને યુધવીર એક રન બનાવીને આઉટ થયો હતો. કૃણાલ પંડ્યા ચાર રન બનાવીને અણનમ રહ્યો હતો. રાજસ્થાન તરફથી અશ્વિને સૌથી વધુ બે વિકેટ લીધી હતી. તો ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા અને જેસન હોલ્ડરને એક-એક વિકેટ મળી હતી.
રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાનની ટીમ આ સિઝનમાં પ્રથમ વખત પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમ્યું હતું, જેમાં હારનો સામનો કરવો પડ્યો છે. અગાઉ આ ટીમ તેના બીજા હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમ પર રમી ચૂકી છે. લોકડાઉન પહેલા આ ટીમ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રમી હતી.
રાજસ્થાન રોયલ્સની ઈનિંગ
ઓવર 20ઃ IPL 2023ની 26મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાનને 10 રને હરાવ્યું
ઓવર 19ઃ મેચમાં ભારે રસાકસી જોવા મળી રહી છે, 19મી ઓવરમાં 10 રન આવ્યા, પરંતુ રાજસ્થાનને હજુ આખરી ઓવરમાં 19 રનની જરૂર છે
ઓવર 18ઃ સ્ટોઈનિસની ઓવરમાં પડિક્કલની શાનદાર બેટિંગ 3 ફોર ફટકારી, રાજસ્થાનને જીતવા 12 બોલમાં 29 રનની જરૂર છે
ઓવર 17ઃ રવિ બિશ્નોઈએ તેની આખરી ઓવરમાં 6 રન આપ્યા, તેણે 4 ઓવરમાં 25 રન આપ્યા હતા, જ્યારે એકપણ સફળતા મળી ન હતી
ઓવર 16ઃ આવેશ ખાને લખનૌને ચોથી સફળતા અપાવી, સિમરન હેટમાયર સસ્તામાં આઉટ, હેટમાયરે 5 બોલમાં માત્ર 2 રન બનાવ્યા હતા
ઓવર 15ઃ રાજસ્થાને 15 ઓવરમાં 3 વિકેટે 100 રન બનાવી લીધા છે, રાજસ્થાન રોયલ્સને હજુ જીતવા માટે 30 બોલમાં 51 રનની જરૂર છે
ઓવર 14ઃ સ્ટોઈનિસે લખનૌને ત્રીજી અને મોટી સફળતા અપાવી છે, જોસ બટલર 41 બોલમાં 40 રન બનાવીને આઉટ
ઓવર 13ઃ રાજસ્થાનને બીજો ઝટકો લાગ્યો છે, કપ્તાન સેમસન માત્ર 2 રન બનાવીને આઉટ
ઓવર 12: યશસ્વી ફિફ્ટી પૂરી ન કરી શક્યો, સ્ટોઇનિસે વિકેટ ખેરવી
ઓવર 11: રાજસ્થાન મજબુત રીતે આગળ વધી રહ્યું છે, વિકેટ જાળવી રાખી
ઓવર 10: LSGની વિકેટ મેળવવા મથામણ પણ રાજસ્થાન ટક્કર આપી રહ્યું છે, ઓવરમાં 5 રન આવ્યા
ઓવર 9: અમિત મિશ્રાએ રાજસ્થાનના બેટ્સમેનને ધીમા પાડ્યા, ઓવરમાં 8 રન આપ્યા
ઓવર 8: યશસ્વી અને બટલરે જરૂરી રનરેટ જાળવી રાખી ઓવરમાં 10 રન મેળવ્યા
ઓવર 7ઃ રાજસ્થાને 50 રન પુરા કર્યા, તો રાજસ્થાનના ઓપનર જયસ્વાલ અને બટલર વચ્ચે પણ અર્ધશતકીય ભાગીદારી, સ્ટોઈનિસની આ ઓવરમાં માત્ર 3 રન આવ્યા
ઓવર 6ઃ રાજસ્થાનની સારી શરૂઆત, પાવરપ્લેમાં 47 રન બનાવ્યા, લખનૌના બોલરો સામે RRની ઓપનિંગ જોડી અડિખમ
ઓવર 5ઃ લખનૌ માટે યશસ્વી જયસ્વાલ શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે, તો બટલરે પણ ગિયર બદલ્યો છે, યુદ્ધવીરની ઓવરમાં બંને બેટરોએ રાજસ્થાન માટે વધુ 11 રન જોડ્યા છે
ઓવર 4ઃ લખનૌ માટે ચોથી ઓવર આવેશ ખાને નાખી, આ ઓવરમાં માત્ર 2 રન આવ્યા, 154 રનના ટાર્ગેટનો પીછો કરતાં ઓપનિંગ જોડી ક્રીઝ પર છે
ઓવર 3ઃ રાજસ્થાને 3 ઓવરમાં વિના વિકેટે 21 રન બનાવી લીધા છે, યશસ્વી જયસ્વાલ 8 બોલમાં 12 અને બટલર 10 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 2ઃ યુદ્ધવીર સિંહની ઓવરમાં જયસ્વાલની ફટકાબાજી, આ ઓવરમાં એક સિક્સ અને ફોરની મદદથી 16 રન આવ્યા
ઓવર 1ઃ બટલર અને જયસ્વાલે RRની ઈનિંગની શરૂઆત કરી, લખનૌ તરફથી પહેલી ઓવર નવીન-ઉલ-હકે નાખી, પ્રથમ ઓવરમાં માત્ર 2 રન આવ્યા
લખનૌ સુપર જાયન્ટ્સની ઈનિંગ
ઓવર 20ઃ રાજસ્થાનને લખનૌ સામે જીતવા 155 રનનો ટાર્ગેટ, છેલ્લી ઓવરમાં 3 વિકેટ પડી
ઓવર 19ઃ હોલ્ડરની ઓવરમાં પહેલા બોલે જ પૂરનની સિક્સ, તો બીજા બોલે અને ચોથા બોલે ફોર ફટકારી, આ ઓવરમાં આવ્યા 17 રન
ઓવર 18ઃ આર. અશ્વિનની વધુ એક શાનદાર ઓવર, 18મી ઓવરમાં માત્ર 6 રન આવ્યા, લખનૌએ 4 વિકેટે 129 રન બનાવ્યા છે
ઓવર 17ઃ સંદીપ શર્માની આ ઓવરમાં એક ફોરની મદદથી 7 રન આવ્યા, સંદીપ શર્માએ 3 ઓવરમાં 24 રન આપ્યા છે, હજુ સુધી એકપણ સફળતા મળી નથી
ઓવર 16ઃ હોલ્ડરની વધુ એક શાનદાર ઓવર, 16મી ઓવરમાં માત્ર 6 રન આપ્યા, નિકોલસ પૂરન 3 અને સ્ટોઈનિસ 12 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 15ઃ લખનૌએ 15 ઓવરમાં 4 વિકેટના નપકશાન પર 109 રન બનાવી લીધા છે. કાયલ મેયર્સ 42 બોલમાં 51 રન બનાવીને આઉટ થયા બાદ, નિકોલસ પૂરન અને સ્ટોઈનિસ ક્રીઝ પર છે
ઓવર 14ઃ આર. અશ્વિનની એક જ ઓવરમાં 2 વિકેટ, પહેલા દીપક હુડા બાદમાં કાયલ માયર્સની વિકેટ ઝડપી, લખનૌએ 4 વિકેટના નુકશાન પર 100 રન બનાવી લીધા છે
ઓવર 13ઃ કાયલ માયર્સની આ સિઝનમાં ત્રીજી ફિફ્ટી, આ ઓવરમાં 2 ચોગ્ગાની મદદથી 12 રન આવ્યા
ઓવર 12ઃ રાજસ્થાનને બીજી સફળતા, આયુષ બદોની માત્ર 1 રન બનાવીને આઉટ, ટ્રેન્ટ બોલ્ટે આયુષ બદોનીની વિકેટ લીધી
ઓવર 11ઃ આખરે જેસન હોલ્ડરે રાજસ્થાને પ્રથમ સફળતા અપાવી, કપ્તાન રાહુલ 39 રન બનાવીને આઉટ, રાહુલ અને મેયર્સ વચ્ચે 82 રનની શાનદાર ભાગીદારી નોંધાઈ
ઓવર 10ઃ લખનૌએ 10 ઓવરમાં વિના વિકેટે 79 રન બનાવી લીધા છે, રાહુલ 30 બોલમાં 38 રન અને મેયર્સ 31 બોલમાં 37 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 9ઃ કાયલ માયર્સે ચહલની ઓવરમાં પહેલા 2 બોલ પર જ એક સિક્સ અને ફોરની મદદથી 10 રન બનાવ્યા, ત્યારબાદ રાહુલે 5મા બોલે સિક્સ ફટકારી, લખનૌ માટે આ ઓવર પણ શાનદાર રહી, આ ઓવરમાં 18 રન આવ્યા
ઓવર 8ઃ જેસન હોલ્ડરની ઓવરમાં કાયલ માયર્સે ચોથા બોલે શાનદાર સિક્સ ફટકારી, ત્યારબાદ છેલ્લા બોલે રાહુલે ચોગ્ગો ફટકાર્યો, આ ઓવરમાં કુલ 13 રન આવ્યા
ઓવર 7ઃ લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી 7મી ઓવર ચહલે નાખી, આ ઓવરમાં 6 રન આવ્યા
ઓવર 6ઃ લખનઉની ધીમી શરૂઆત, પાવરપ્લેમાં વિના વિકેટે 37 રન બનાવ્યા છે, રાજસ્થાનની ઘાતક બોલિંગ જોવા મળી, પરંતુ હજુ સુધી બોલરો વિકેટ લેવામાં સફળ રહ્યા નથી
ઓવર 5ઃ રાહુલને વધુ એક જીવનદાન, રાજસ્થાને 5 ઓવરમાં વિના વિકેટે 31 રન બનાવ્યા, રાહુલ 14 બોલમાં 14 રન અને મેયર્સ 15 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 4ઃ સંદીપ શર્માએ રાજસ્થાન માટે શાનદાર તક ઉભી કરી હતી પરંતુ યશસ્વી જયસ્વાલ કેએલ રાહુલનો કેચ પકડી ન શક્યો, આ ઓવરમાં પણ માત્ર 4 રન આવ્યા
ઓવર 3ઃ ટ્રેન્ટ બોલ્ટની વધુ એક સફળ ઓવર, આ ઓવરમાં માત્ર 2 રન આવ્યા, રાહુલ 8 બોલમાં 6 રન અને મેયર્સ 11 બોલમાં 7 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 2ઃ બીજી ઓવર સંદીપ શર્માએ નાખી, આ ઓવરમાં 2 ફોરની મદદથી 12 રન આવ્યા,2 ઓવર બાદ લખનૌનો સ્કોર વિના વિકેટે 12 રન છે
ઓવર 1ઃ LSGની ઈનિંગ શરૂ, કેએલ રાહુલ અને કાયલ મેયર્સ ઓપનિંગ કરવા આવ્યા છે, રાજસ્થાન તરફથી પ્રથમ ઓવર ટ્રેન્ટ બોલ્ટે નાખી, પ્રથમ ઓવર મેડન રહી હતી.
બંને ટીમોની પ્લેઇંગ-11
રાજસ્થાન રોયલ્સ: જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન(કેપ્ટન/વિકેટકીપર), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ
લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ(કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન(વિકેટકીપર), આયુષ બદોની, નવીન-ઉલ-હક, આવેશ ખાન, યુદ્ધવીર સિંહ ચરક, રવિ બિશ્નોઈ