આજે IPL 2023 સીઝનની 34 મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાયેલી મેચ દિલ્હી કેપિટલ્સે 7 રનથી જીતી લીધી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. દિલ્હીએ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 144 રન ફટકાર્યા હતા. DCએ SRHને 20 ઓવરમાં 145 રનની લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે SRH 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 137 રન બનાવ્યા હતા. આમ, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે દિલ્હી કેપિટલ્સ (DC) ની 7 રને જીત થઈ હતી. તો દિલ્હી કેપિટલ્સ તરફથી કોઈપણ ખેલાડી સારો સ્કોર બનાવી નહોતો શક્યો. દિલ્હી તફરથી સૌથી વધુ રન અક્ષર પટેલ 34 બોલમાં 34 રન બનાવ્યા હતા. તો, SRH તરફથી મયંક અગ્રવાલે સર્વાધિક 49 રન (39 બોલ) બનાવ્યા હતા.
તો, બોલિંગની વાત કરીએ તો હૈદરાબાદના બોલર્સે સારો દેખાવ કરીને દિલ્હીની 9 વિકેટ ખડકી નાખી હતી. હૈદરાબાદ તરફથી સૌથી વધુ વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ લીધી હતી, તો ભુવનેશ્વર કુમારે 2 અને ટી. નટરાજને 1 વિકેટ લીધી હતી. દિલ્હીના બોલર્સની વાત કરીએ તો, DCના બોલર્સે હૈદરાબાદના બેટ્સમેનોને નિયંત્રણમાં રાખવાનો સારો પ્રયાસ કર્યો હતો. દિલ્હી તરફથી અક્ષર પટેલે 2 અને એનરિક નોર્ત્જેએ 2 વિકેટ ઝડપી હતી. સાથે સાથે કુલદીપ યાદવ અને ઈશાંત શર્માએ પણ 1-1 વિકેટ ઝડપી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર: 137 રન / 6 વિકેટ (20 ઓવર)
બેટ્સમેન | રન | બોલ | 4s | 6s |
વોશિંગ્ટન સુંદર (અણનમ) | 24 | 15 | 3 | 0 |
માર્કો જેન્સેન (અણનમ) | 2 | 3 | 0 | 0 |
એનરિક ક્લાસેન (OUT, કેચ: અમન હકીમ, બોલ: નોર્ત્જે) | 29 | 17 | 3 | 1 |
એડન માર્કક્રમ (OUT, બોલ: અક્ષર પટેલ) | 3 | 4 | 0 | 0 |
અભિષેક શર્મા (OUT, કેચ એન્ડ બોલ કુલદીપ યાદવ) | 5 | 4 | 0 | 0 |
રાહુલ ત્રિપાઠી (OUT, કેચ: સોલ્ટ, બોલ: ઈશાંત શર્મા) | 15 | 21 | 0 | 0 |
મયંક અગ્રવાલ (OUT, કેચ: અમન હકીમ ખાન, બોલ: અક્ષર પટેલ) | 48 | 37 | 7 | 0 |
હેરી બ્રૂક (OUT, બોલ: નોર્ત્જે) | 7 | 13 | 0 | 0 |
ઓવર 20: અંતિમ 20મી ઓવરમાં હૈદરાબાદ માત્ર 5 રન બનાવી શક્યું. તેની સાથે જ DCના 145ના લક્ષ્યાંક સામે SRH માત્ર 137 રન જ બનાવી શક્યું.
જીતવા 6 બોલમાં 13 રનની જરૂર
ઓવર 19: આ ઓવરમાં હૈદરાબાદને વધુ એક ઝટકો મળ્યો છે. એનરિક કલાસેન 31 રન બનાવી આઉટ થયો. વોશિંગ્ટન સુંદરની શાનદાર સિક્સરની મદદથી હૈદરાબાદે આ ઓવરમાં 10 રન બનાવ્યા
SRH ને જીતવા માટે 18 બોલમાં 38 રનની જરૂર
ઓવર 18: આ ઓવરમાં હૈદરાબાદે કલાસેનની શાનદાર બે બાઉન્ડ્રી અને વોશિંગ્ટન સુંદરની એક બાઉન્ડ્રીની મદદથી 15 રન બનાવ્યા. તેની સાથે જ હૈદરાબાદનો સ્કોર 122 રન થયો છે. હવે હૈદરાબાદને જીત માત્ર માત્ર 23 રનની જરૂર
ઓવર 17: આ ઓવરમાં હૈદરાબાદે વોશિંગ્ટન સુંદરની એક બાઉન્ડ્રી અને ક્લાસેનની શાનદાર ઓવર બાઉન્ડ્રીની મદદથી 13 રન બનાવ્યા, ઓવરના અંતમાં SRHનો સ્કોર 5 વિકેટે 107 રન
ઓવર 16: આ ઓવરમાં હૈદરાબાદે 5 રન બનાવ્યા, કુલ રન 5 વિકેટે 94 રન
ઓવર 15: હૈદરાબાદે વધુ એક વિકેટ કેપ્ટન એડન મારક્રમની ગુમાવી, કેપ્ટન માત્ર 3 રન બનાવી અક્ષર પટેલની બોલ પર ક્લીન બોલ્ડ આઉટ થયા, આ ઓવરમાં હૈદરાબાદે 4 રન લીધા. 15 ઓવર બાદ હૈદરાબાદનો કુલ સ્કોર 5 વિકેટ ગુમાવીને 89 રન થયો.
હવે હૈદરાબાદને જીતવા માટે 30 બોલ માં 56 રનની જરૂર
ઓવર 14: આ ઓવરમાં હૈદરાબાદે વધુ એક વિકેટ અભિષેક શર્માની ગુમાવી, તેને કુલદીપ યાદવે કોટ એન્ડ બોલ્ડ કર્યો હતો, આ ઓવરમાં 8 રન આવ્યા હતા
ઓવર 13: આ ઓવરમાં હૈદરાબાદને વધુ એક ઝટકો મળ્યો છે. રાહુલ ત્રિપાઠી ઈશાંત શર્માની બોલ પર વિકેટકીપર ફિલિપ સોલ્ટને કેચ આપી દીધો હતો. આ ઓવરમાં હૈદરાબાદે 4 રન બનાવ્યા હતા.
ઓવર 12: આ ઓવરમાં હૈદરાબાદને મોટો ઝટકો મળ્યો, અર્ધ શતક નજીક પહોંચેલ મયંક અગ્રવાલ 49 રને આઉટ, આ ઓવરમાં હૈદરાબાદે 6 રન બનાવ્યા
ઓવર 11: ઓવરના પહેલા 2 બોલમાં મયંક અગ્રવાલે 2 ફોર ફટકારી. આ ઓવરમાં હૈદરાબાદે 9 રન કવર કર્યા હતા.
ઓવર 10: ઇનિંગની 10મી ઓવરમાં હૈદરાબાદે 5 રન લીધા હતા. હવે હૈદરાબાદને જીતવા માટે 60 બોલમાં 87 રનની જરૂર છે.
ઓવર 9: આ ઓવરમાં મિશેલ માર્શએ નો બોલ આપતા હૈદરાબાદને એક ફ્રી હીટ મળી હતી. જોક ફ્રી હીટનો તેણે કોઈ ફાયદો થયો ન હતો. આ ઓવરમાં હૈદરાબાદે 7 રન બનાવ્યા હતા.
ઓવર 8: આ ઓવરમાં SRHને મળ્યા 4 રન
ઓવર 7: આ ઓવરમાં હૈદરાબાદે 6 રન બનાવ્યા,
ઓવર 6: છઠ્ઠી ઓવરના પહેલા જ બોલ પર હૈદરાબાદની પહેલી વિકેટ પડી. હેરી બ્રૂક નોર્ત્જેની બોલ પર માત્ર 7 રન બનાવી આઉટ થયો. આ ઓવરમાં હૈદરાબાદે 5 રન બનાવ્યા, મયંક અગ્રવાલની વધુ એક ફોર
ઓવર 5: પાંચમી ઓવરમાં હૈદરાબાદે 5 રન લીધા, મયંક અગ્રવાલની વધુ એક ફોર
ઓવર 4: મયંક અગ્રવાલની વધુ એક ફોરના પ્રતાપે આ ઓવરમાં હૈદરાબાદે 7 રન લીધા
ઓવર 3: આ ઓવરમાં SRHએ 7 રન બનાવ્યા, ઈશાંત શર્માની બોલ પર મયંક અગ્રવાલે વધુ એક ફોર ફટકારી
ઓવર 2: આ ઓવરમાં હૈદરાબાદે 5 રન બનાવ્યા, મયંક અગ્રવાલે વધુ એક ફોર ફટકારી હતી.
ઓવર 1: પહેલી ઓવરમાં હૈદરાબાદે 7 રન બનાવ્યા. પહેલી જ ઓવરમાં મયંક અગ્રવાલે 1 ફોર ફટકારી હતી.
દિલ્હી કેપિટલ્સનો સ્કોર: 144 રન / 9 વિકેટ (20 ઓવર)
બેટ્સમેન | રન | બોલ | 4s | 6s |
કુલદીપ યાદવ (અણનમ) | 4 | 3 | 1 | 0 |
ઈશાંત શર્મા (અણનમ) | 1 | 1 | 0 | 0 |
રીપલ પટેલ (OUT, રન આઉટ) | 5 | 6 | 0 | 0 |
એનરિક નોર્ત્જે (OUT, રન આઉટ) | 2 | 2 | 0 | 0 |
મનીષ પાંડે (OUT, રન આઉટ) | 34 | 27 | 2 | 0 |
અક્ષર પટેલ (OUT, બોલ: ભુવનેશ્વર) | 34 | 34 | 4 | 0 |
અમન હકીમ ખાન (OUT, કેચ: અભિષેક શર્મા, બોલ: વો. સુંદર) | 4 | 2 | 1 | 0 |
ડેવિડ વોર્નર (OUT, કેચ: બ્રૂક, બોલ: વો. સુંદર) | 21 | 20 | 2 | 1 |
સરફરાઝ ખાન (OUT, કેચ: ભુવનેશ્વર, બોલ: વો. સુંદર | 10 | 9 | 0 | 1 |
ફિલિપ સોલ્ટ (OUT, કેચ: ક્લાસેન, બોલ: ભુવનેશ્વર કુમાર) | 0 | 1 | 0 | 0 |
મિશેલ માર્શ (OUT, LBW ટી. નટરાજન) |
25 | 15 | 5 | 0 |
ઓવર 20: દિલ્હી કેપિટલ્સની ઇનિંગની અંતિમ ઓવરમાં દિલ્હીએ 2 વિકેટ ગુમાવીને 6 રન બનાવ્યા હતા. આ ઓવરમાં રીપલ પટેલ અને એનરીક રન આઉટ થાય હતા. દિલ્હીએ 20 ઓવરમાં 144 રન બનાવ્યા હતા. અને હૈદરાબાદને 145 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
ઓવર 19: આ ઓવરમાં દિલ્હીને વધુ એક નુકશાન ગયું, ટી. નટરાજનની બોલ પર મનીષ પાંડે આઉટ થયો હતો. આ ઓવરમાં દિલ્હીએ 6 રન બનાવ્યા
ઓવર 18: આ ઓવરમાં દિલ્હીની વધુ એક વિકેટ પડી, ભુવનેશ્વર કુમારની બોલ પર અક્ષર પટેલ ક્લીન બોલ્ડ આઉટ થયો હતો. આ ઓવરમાં દિલ્હીએ 4 રન બનાવ્યા અને 1 વિકેટ ગુમાવી
ઓવર 17: આ ઓવરમાં અક્ષર પટેલે 3 બાઉન્ડ્રી ફટકારી હતી. આ ઓવરમાં દિલ્હીના ખાતે 15 રન આવ્યા
ઓવર 16: આ ઓવરમાં દિલ્હીએ 7 રન બનાવ્યા હતા.
ઓવર 15: આ ઓવરમાં હૈદરાબાદના બોલર્સે DCના બેટ્સમેન પર મજબૂત પક્કડ બનાવી રાખી, આ ઓવરમાં દિલ્હી 9 રન બનાવી શકી, ઓવરના છેલ્લા બોલ પર અક્ષર પટેલે એક બાઉન્ડ્રી ફટકારી હતી.
ઓવર 14: આ ઓવરમાં દિલ્હીએ 7 રન બનાવ્યા જેમાં મનીષ પાંડેની એક ફોર પણ સામેલ છે
ઓવર 13: આ ઓવરમાં દિલ્હીએ ધીમા રન લઈને કુલ 7 રન લીધા હતા.
ઓવર 12: આ ઓવર દિલ્હી માટે થોડી સારી રહી. આ ઓવરમાં મનીષ પાંડેએ એક બાઉન્ડ્રી ફટકારી હતી. આ ઓવરમાં દિલ્હીએ 8 રન બનાવ્યા
ઓવર 11: આ ઓવરમાં દિલ્હીએ 4 રન બનાવ્યા.
ઓવર 10: આ ઓવરમાં દિલ્હીએ માત્ર 3 રન બનાવ્યા હતા.
ઓવર 9: આ ઓવરમાં દિલ્હીએ 7 રન બનાવ્યા હતા. આ ઓવરના અંતે દિલ્હીનો સ્કોર 5 વિકેટ ગુમાવીને 69 રન થયા છે.
ઓવર 8: આઠમી ઓવર દિલ્હી માટે મોંઘી સાબિત થઈ. બીજા બોલ પર ડેવિડ વોર્નર આઉટ થયો. વોશિંગ્ટન સુંદરની બોલ પર હેરી બ્રૂકએ કેચ કર્યો હતો. તો, આ જ ઓવરમાં સરફરાઝ ખાણ અને અમન હકીમ ખાન પણ આઉટ થયા.
ઓવર 7: આ ઓવરમાં DCએ 8 રન લીધા, જેમાં ડેવિડ વોર્નરની એક ફોર પણ સામેલ છે.
ઓવર 6: આ ઓવરમાં દિલ્હી કેપિટલ્સે 8 રન કર્યા હતા જેમાં સરફરાઝ ખાનની એક સિક્સ પણ સામેલ છે.
ઓવર 5: પાંચમી ઓવરમાં દિલ્હી કેપિટલ્સને વધુ એક ઝટકો મળ્યો છે. ટી. નટરાજનની બોલ પર મિશેલ માર્શ લેગ બિફોર વિકેટ આઉટ થયો હતો.
ઓવર 4: આ ઓવરમાં ડેવિડ વોર્નરની ફટકાબાજી જોવા મળી. ડેવિડ વોર્નરે એક ફોર અને એક સિક્સ ફટકારી હતી
ઓવર 3: ભુવનેશ્વર કુમારે સારી બોલિંગનુ પ્રદર્શન કરી રન રોકવામાં સફળતા મેળવી. આ ઓવરમાં મિશેલ માર્શએ માત્ર એક રન કર્યો.
ઓવર 2: મિશેલ માર્શએ ઇનિંગ સંભાળી હતી અને 6 બોલમાં 4 બાઉન્ડ્રી ફટકારી હતી. બીજી ઓવરમાં માર્શએ 16 રન ફટકાર્યા હતા.
ઓવર 1: દિલ્હી કેપિટલ્સની ઇનિંગની શરૂઆત થઈ છે. ઓવરના ત્રીજા જ બોલ પર ફિલિપ સોલ્ટ જીરો રને આઉટ થયો છે. ભુવનેશ્વર કુમારની ઓવર પર તે કેચ આઉટ થયો હતો.
આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આજની મેચ દિલ્હી કેપિટલ્સ માટે મહત્વની છે. જો આજની મેચ દિલ્હી કેપિટલ્સ મારે કરો યા મારો જેવી બની રહેશે કારણ કે જો DCએ IPL પ્લેઓફમાં રહેવા માટે પોતાની આગામી તમામ 8 મેચો જીતવી જરૂરી છે.
આજે રમાઈ રહેલ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમોમાં ડેવિડ વોર્નર અને એડન માર્કરામ આમને-સામને થવાના છે. બીજી તરફ, SRH પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે અને દિલ્હી 10મા સ્થાને છે. જીત બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી જ આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે. દિલ્હી કેપિટલ્સ તેની છેલ્લી મેચ જીતીને આવી રહી છે અને હૈદરાબાદ તેની છેલ્લી મેચ હારીને આવે છે. આઈપીએલ 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત કંઈ ખાસ રહી નથી. ટીમ પોતાની 6 મેચમાં માત્ર બે મેચ જીતી શકી છે. આ સાથે, SRH પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. જોકે, દિલ્હી કેપિટલ્સની શરૂઆત પણ ઘણી નિરાશાજનક રહી છે, કારણ કે ટીમને તેની પહેલી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટીમે તેની છેલ્લી મેચ KKR સામે જીતી લીધી છે. આ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 2 પોઈન્ટ સાથે 10મા સ્થાને છે.
મેચની વિગતો
મેચ - સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સેસ દિલ્હી કેપિટલ્સ
તારીખ - 24 એપ્રિલ 23
સમય - સાંજે 7:30 વાગ્યે
સ્થળ - રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ
SRH vs DC પીચ રિપોર્ટ
હૈદરાબાદની પીચ તેની સપાટ વિકેટ માટે જાણીતી છે. તે ધીમા બોલરોને મદદ કરે છે અને જ્યારે રમત આગળ વધે છે ત્યારે સ્પિનરોને જરૂરી સપોર્ટ પૂરો પાડે છે. અન્ય મેદાનોની જેમ અહીં પણ ટીમ ટાર્ગેટનો પીછો કરવા માગે છે જ્યારે પહેલી મેચમાં આપણે જોયું છે કે પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી હતી.
SRH vs DC હવામાન રિપોર્ટ
બેંગલુરુમાં ક્રિકેટ સ્થિતિ થોડી મુશ્કેલ બની શકે છે અને તાપમાન 21થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. પરંતુ હૈદરાબાદમાં વરસાદ મેચને ખોરવી શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન-11
સનરાઈઝર્સ હૈદરાબાદ - હેરી બ્રુક, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), એનરિક ક્લાસેન (વિકેટકીપર), મયંક અગ્રવાલ, માર્કો જેન્સેન, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ઉમ્નાર મલિક, મયંક ડાગર.
દિલ્હી કેપિટલ્સ - ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, મિચેલ માર્શ, ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મનીષ માંડે, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, લલિત યાદવ, કુલદીપ યાદવ, એનરિચ નોર્ટજે, ઈશાંત શર્મા, મુકેશ કુમાર સરફરાઝ ખાન.