ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં શનિવારની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે યોજાઈ હતી. કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. ભાનુકા રાજપક્ષે 50 જ્યારે કેપ્ટન શિખર ધવને 40 રન બનાવ્યા હતા. વરસાદને કારણે મેચ રોકવાના સમયે કોલકાતાએ 16 ઓવર બાદ 7 વિકેટના નુકસાન પર 146 રન બનાવ્યા હતા. મેચ ફરી શરૂ થઈ શકી ન હતી અને પંજાબને ડકવર્થ-લુઈસ નિયમના આધારે 7 રનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
પંજાબ કિંગ્સની ટીમ 7 રનથી જીતી
પંજાબ કિંગ્સની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની પહેલી મેચ 7 રને જીતી લીધી છે. ટીમને આ જીત ડકવર્થ લુઈસ નિયમ હેઠળ મળી છે. વરસાદના કારણે મેચ બંધ થયા બાદ તે શરૂ થઈ શકી ન હતી. 7:50એ કટ ઓફ ટાઈમ હતો જે બાદ પંજાબને મેચમાં વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
કોલકાતા નાઇટ રાઇડર્સની ઈનિંગ
વરસાદને કારણે મેચ અટકી, કોલકાતાને જીતવા માટે 46 રનની જરૂર
કોલકાતા-પંજાબ વચ્ચે મોહાલીમાં રમાઈ રહેલી મેચ વરસાદના કારણે બંધ થઈ ગઈ છે. કોલકાતાને જીતવા માટે 24 બોલમાં 46 રનની જરૂર છે. વરસાદનું જોર વધી ગયું છે, જેના કારણે મેચ અટકાવી દેવામાં આવી છે. ડકવર્થ લુઈસ નિયમના આધારે પંજાબની ટીમ 7 રનથી આગળ છે. જો મેચ શરૂ નહીં થાય તો કોલકાતાનો પરાજય થશે.
ઓવર 15: કોલકાતાની વધુ બે વિકેટ પડી. આન્દ્રે રસેલ 19 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો જ્યારે વેંકટેશ અય્યર 28 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
ઓવર 14: કોલકાતા નાઈટ રાઈડર્સે 14 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 118 રન બનાવી લીધા છે. ટીમને જીતવા માટે 36 બોલમાં 74 રનની જરૂર છે. રસેલ 24 રન અને વેંકટેશ 32 રન બનાવીને રમી રહ્યા છે. મોહાલીમાં હળવા ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
ઓવર 13: આ ઓવરમાં 9 રન મળ્યા. સ્કોર 5 વિકેટના નુકસાને 100 રન.
ઓવર 12: કોલકાતાએ 12 ઓવર પછી 5 વિકેટ ગુમાવીને 91 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 48 બોલમાં 101 રનની જરૂર છે. વેંકટેશ અય્યર 22 રને અને આન્દ્રે રસેલ 9 રને રમી રહ્યા છે.
ઓવર 11: કોલકાતા નાઈટ રાઈડર્સની પાંચમી વિકેટ પડી. રિંકુ સિંહ 4 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો. તેને ઓવરના પહેલા જ બોલ પર રાહુલ ચહરે આઉટ કર્યો હતો.
ઓવર 10: કોલકાતા નાઈટ રાઈડર્સની ચોથી વિકેટ નીતિશ રાણાના રૂપમાં પડી. તે 17 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. KKRએ 10 ઓવરમાં 80 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 60 બોલમાં 112 રનની જરૂર છે.
ઓવર 9: આ ઓવરમાં માત્ર એક બાઉન્ડ્રી અને સિંગલ રન જ મળ્યો. સ્કોર 3 વિકેટના નુકસાને 75 રન.
ઓવર 8: કોલકાતાએ 8 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 60 રન બનાવ્યા છે. વેંકટેશ 16 અને નીતિશ 14 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 7: સાતમી ઓવરમાં માત્ર 4 રન મળ્યા. સ્કોર 3 વિકેટના નુકસાનમાં 50 રન થયો.
ઓવર 6: પાવરપ્લેની 6 ઓવરના અંતે કોલકાતાનો સ્કોર 3 વિકેટના નુકસાને 46 રન છે. પંજાબની ટીમે 1 વિકેટે 56 રન બનાવ્યા હતા.
ઓવર 5: કોલકાતા નાઈટ રાઈડર્સની ત્રીજી વિકેટ પડી. ગુરબાઝ 16 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો. નાથન એલિસે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. KKRનો સ્કોર- 29/3
ઓવર 4: કોલકાતાએ 4 ઓવર બાદ 2 વિકેટ ગુમાવીને 29 રન બનાવી લીધા છે. ગુરબાઝ 14 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. વેંકટેશ અય્યર 1 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબ તરફથી અર્શદીપે 2 વિકેટ લીધી હતી.
ઓવર 3: KKRએ વરુણ ચક્રવર્તીની જગ્યાએ વેંકટેશ અય્યરને એન્ટ્રી આપી. વેંકટેશ KKRનો ઈમ્પેક્ટ પ્લેયર બન્યો. કોલકાતાનો સ્કોર 24-2.
ઓવર 2: અર્શદીપ સિંહે તેની પહેલી ઓવરના પહેલા અને છેલ્લા બોલ પર વિકેટ લીધી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સને એક ઓવરમાં બે ઝટકો લાગ્યો હતો. મનદીપ સિંહ 2 રન બનાવીને અને અનુકૂલ રોય 4 રન બનાવીને સસ્તામાં આઉટ થયા હતા.
ઓવર 1: ફ્લડલાઇટ સંપૂર્ણપણે ચાલુ છે. મેચ ફરી એકવાર શરૂ થઈ છે. મનદીપ સિંહ અને ગુરબાજ કોલકાતા માટે ઓપનિંગ કરી રહ્યા છે. જ્યારે પંજાબ માટે સેમ કુરેન પહેલી ઓવર ફેંકી રહ્યો છે.
હાશ! મેચ શરૂ થઈ
મોહાલીમાં ફ્લડ લાઇટમાં ખામી સર્જાતા છેલ્લા અડધા કલાકથી મેચ રોકી દેવામાં આવી હતી. બંને ટીમના ખેલાડીઓ મેચ શરૂ થવાના સંકેતની રાહ જોઈને ડગઆઉટમાં બેઠા હતા. પહેલી ઈનિંગ 5:15માં પૂરી થઈ હતી. કોલકાતાની ઇનિંગ્સમાં પહેલો બોલ 5:53 પર ફેંકવામાં આવ્યો હતો.
મોહાલીમાં ફ્લડ લાઇટ ફોલ્ટ
પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં હાલમાં ફ્લડલાઈટના કારણે મેચ રોકી દેવામાં આવી છે. ભાનુકા રાજપક્ષેની ફિફ્ટી અને કેપ્ટન શિખર ધવનના 40 રનની મદદથી પંજાબે કોલકાતા સામે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.
પંજાબ કિંગ્સની ઈનિંગ
ઓવર 20: પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો. ભાનુકા રાજપક્ષેએ ટીમ માટે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 32 બોલમાં 50 રન બનાવ્યા હતા. શિખર ધવને 29 બોલમાં 40 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા તરફથી ટિમ સાઉદીએ 2 વિકેટ લીધી હતી. ઉમેશ યાદવ, સુનીલ નરિન અને વરુણ ચક્રવર્તીને એક-એક વિકેટ મળી હતી.
ઓવર 19: પંજાબ કિંગ્સે 19 ઓવરમાં 176 રન બનાવ્યા છે. સેમ કુરેન 16 રન અને શાહરૂખ ખાન 6 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 18: પંજાબ કિંગ્સની 5મી વિકેટ પડી. સિકંદર રઝા 13 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. સુનીલ નરિને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ટીમે 18 ઓવરમાં 168 રન બનાવ્યા.
ઓવર 17: પંજાબ કિંગ્સે 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. સિકંદર રઝા 10 બોલમાં 15 રન અને સેમ કુરેન 9 બોલમાં 11 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 16: પંજાબ મોટા ટાર્ગેટ તરફ આગળ વધ્યું. 16 ઓવર સુધીમાં 4 વિકેટના નુકસાન પર 153 રન બનાવ્યા.
ઓવર 15: પંજાબ કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન શિખર ધવન 29 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો. વરુણ ચક્રવર્તીએ તેને પેવેલિયનમાં મોકલી દીધો. પંજાબે 15 ઓવરમાં 143 રન બનાવ્યા છે.
ઓવર 14: જીતેશ શર્માએ 11 બોલમાં 21 રનની ઇનિંગ રમીને ટીમને મોટા સ્કોર માટેની આશા વધારી દીધી. આ બેટ્સમેને તેની ટૂંકી ઇનિંગ્સ દરમિયાન 2 સિક્સ અને 1 ફોર ફટકારી હતી.
ઓવર 13: પંજાબ કિંગ્સે 13 ઓવર પછી 129 રન બનાવ્યા છે. જિતેશ શર્મા 8 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. શિખર ધવન 27 બોલમાં 38 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા છે.
ઓવર 12: પંજાબ કિંગ્સે 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા છે. ભાનુકાના આઉટ થયા બાદ જીતેશ શર્મા બેટિંગ કરવા આવ્યો છે. તેણે 4 બોલમાં 1 સિક્સરની મદદથી 9 રન બનાવ્યા છે. શિખર ધવન 25 બોલમાં 36 રન બનાવીને રમી રહ્યો છે. ધવને 6 ચોગ્ગા ફટકાર્યા છે.
ઓવર 11: રાજપક્ષેએ શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. પરંતુ તે પછી જ તે આઉટ થઈ ગયો હતો. રાજપક્ષે 32 બોલમાં 50 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને ઉમેશ યાદવે આઉટ કર્યો હતો.
ઓવર 10: પંજાબ કિંગ્સે 10 ઓવરમાં 100 રન બનાવ્યા છે. ભાનુકા રાજપક્ષે 46 રન અને શિખર ધવન 29 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 9: 9 ઓવર બાદ પંજાબનો સ્કોર 90/1, ભાનુકા રાજપક્ષે અને શિખર ધવન ક્રીઝ પર
ઓવર 8: પંજાબ કિંગ્સે 8 ઓવરમાં એક વિકેટના નુકસાન સાથે 79 રન બનાવી લીધા છે. ભાનુકા રાજપક્ષે 23 બોલમાં 40 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે શિખર ધવન 13 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 7: પંજાબ કિંગ્સે 7 ઓવર પછી 69 રન બનાવ્યા છે. રાજપક્ષે 18 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. શિખર ધવન 12 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા છે. કોલકાતા તરફથી ટિમ સાઉદીએ એકમાત્ર વિકેટ લીધી હતી. તેણે 2 મેચમાં 26 રન બનાવ્યા છે.
ઓવર 6: પંજાબની ટીમે પાવરપ્લે દરમિયાન રમાયેલી 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 56 રન ઉમેર્યા હતા. પ્રભાસિમરન 23 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન શિખર ધવન 15 અને ભાનુકા રાજપક્ષે 18 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 5: પંજાબ કિંગ્સે 5 ઓવર પછી 50 રન બનાવી લીધા છે. ભાનુકા રાજપક્ષે 10 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. ધવન 8 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 4: પંજાબે 4 ઓવર પછી 36 રન બનાવી લીધા છે. શિખર ધવન 10 રને અને ભાનુકા રાજપક્ષે 3 રને રમી રહ્યા છે. ટીમને એક વિકેટનું પણ નુકસાન થયું છે.
ઓવર 3: પંજાબ કિંગ્સે 1 વિકેટના નુકસાન પર 24 રન બનાવ્યા, પ્રભસિમરનની જગ્યાએ ભાનુકા રાજપક્ષે ક્રીઝ પર છે.
ઓવર 2: પંજાબ કિંગ્સની પહેલી વિકેટ પડી. પ્રભસિમરન સિંહ તોફાની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. સાઉદીએ પ્રભસિમરનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. પંજાબે 2 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 23 રન બનાવી લીધા છે.
ઓવર 1: પહેલી ઓવરમાં પંજાબે 9 રન બનાવ્યા
પંજાબ અને કોલકાતા વચ્ચે મુકાબલો શરૂ
પંજાબ માટે કપ્તાન શિખર ધવન અને પ્રભસિમરન સિંહ ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા. જ્યારે ઉમેશ યાદવ કોલકાતા તરફથી પહેલી ઓવર નાખશે.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
કોલકાતા નાઈટ રાઈડર્સ: રહેમાનુલ્લા ગુરબાઝ(વિકેટકીપર), મનદીપ સિંહ, નીતીશ રાણા (કપ્તાન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નરિન, ટિમ સાઉદી, અનુકુલ રોય, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.
પંજાબ કિંગ્સ: પંજાબ કિંગ્સ: શિખર ધવન (કપ્તાન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કુરાન, સિકંદર રઝા, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ