IPL 2023માં આજે સુપર સન્ડેના દિવસે બે મેચ રમાવાની છે. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને છે. આ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ સિઝનમાં બંને ટીમો બીજી વખત આમને-સામને થશે. આ પહેલા હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર જ્યારે આ બંને ટીમો આમને-સામને હતી ત્યારે મુંબઈ ઈન્ડિયન્સનો 14 રને વિજય થયો હતો.
હૈદરાબાદે 200 રન બનાવ્યા
સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટે 200 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલે સૌથી વધુ 83 રન બનાવ્યા હતા. આ સાથે જ વિવ્રાંત શર્માએ 69 રનની ઇનિંગ રમી હતી. મુંબઈ તરફથી આકાશ મધવાલે 4 અને ક્રિસ જોર્ડને એક વિકેટ ઝડપી હતી.
મુંબઈએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની કરો યા મરો મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માએ મોટી મેચ માટે ટીમમાં એક ફેરફાર કર્યો છે. હૃતિક શોકિનની જગ્યાએ કુમાર કાર્તિકેયને તક મળી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પણ ફેરફાર કર્યા છે. મયંક અગ્રવાલની પણ ટીમમાં વાપસી થઈ છે.
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ
193/2 (ઓવર 17): મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 18 બોલમાં માત્ર 8 રનની જરૂર છે, ગ્રીન તેના શતકની નજીક પહોંચી ગયો છે, 94 રને રમી રહ્યો છે
180/2 (ઓવર 16): મુંબઈ ઈન્ડિયન્સ જીતની ખૂબ નજીક છે. કેમરૂન ગ્રીન 88 રન બનાવીને રમી રહ્યો છે. ટીમે 16 ઓવરમાં 180 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 24 બોલમાં 21 રનની જરૂર છે. સૂર્યકુમાર યાદવ 17 રન બનાવીને રમી રહ્યો છે
160/2 (ઓવર 15): મુંબઈને જીતવા માટે 30 બોલમાં 41 રનની જરૂર છે. ટીમે 15 ઓવરમાં 160 રન બનાવ્યા છે. કેમરૂન ગ્રીન 77 રન બનાવીને રમી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ 8 રન બનાવીને રમી રહ્યો છે
156/2 (ઓવર 14): મુંબઈ ઈન્ડિયન્સની મોટી વિકેટ પડી. કેપ્ટન રોહિત શર્મા 37 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. ટીમે 14 ઓવરમાં 156 રન બનાવ્યા છે. મુંબઈને જીતવા માટે 41 બોલમાં 53 રનની જરૂર છે
148/1 (ઓવર 13): મુંબઈએ 13 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રીન 73 રન બનાવીને રમી રહ્યો છે. રોહિત શર્મા 56 રન બનાવીને ક્રિઝ પર છે. ટીમને જીતવા માટે 53 રનની જરૂર છે
132/1 (ઓવર 12): રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પહેલા કેમરૂન ગ્રીને અડધી સદી ફટકારી હતી. રોહિત 35 બોલમાં 55 રન બનાવીને રમી રહ્યો છે. ગ્રીને 28 બોલમાં 58 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 112 રનની ભાગીદારી થઈ છે. મુંબઈએ 12 ઓવરમાં 132 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 69 રનની જરૂર છે
121/1 (ઓવર 11): મયંક ડાગરની ત્રીજી ઓવરમાં 7 રન આવ્યા, 11 ઓવર બાદ મુંબઈનો સ્કોર 1 વિકેટે 121 રન છે
114/1 (ઓવર 10): મુંબઈએ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 114 રન બનાવી લીધા છે, જીતવા માટે હવે 60 બોલમાં 87 રનની જરૂર છે, રોહિત શર્મા પણ અડધી સદીની નજીક પહોંચી ગયો છે. તેણે 44 રન બનાવ્યા છે
100/1 (ઓવર 9): મુંબઈ માટે કેમરોન ગ્રીને શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. તેણે 21 બોલમાં 5 સિક્સર અને 4 ફોરની મદદથી 51 રન બનાવ્યા છે. રોહિત શર્મા 31 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈએ 9 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 100 રન બનાવી લીધા છે. ટીમને જીતવા માટે 101 રનની જરૂર છે
81/1 (ઓવર 8): ગ્રીન ઝડપી ગતિએ રન બનાવી રહ્યો છે. તો રોહિત એક છેડે સાવચેતીપૂર્વક રમી રહ્યો છે. ગ્રીન પોતાની અડધી સદીની નજીક પહોંચી ગયો છે. 8 ઓવર પછી મુંબઈનો સ્કોર 1 વિકેટે 81 રન છે
73/1 (ઓવર 7): ઈશાન કિશન આઉટ થયા બાદ કેમરોન ગ્રીન અને રોહિત શર્માએ મુંબઈની ઈનિંગ સંભાળી છે, બંને વચ્ચે માત્ર 26 બોલમાં અર્ધશતકીય ભાગીદારી નોંધાઈ છે
60/1 (ઓવર 6): મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 50 રનને પાર પહોંચી ગયો હતો. ટીમે 6 ઓવરમાં 60 રન બનાવ્યા હતા. ગ્રીન 30 રન બનાવીને રમી રહ્યો છે. રોહિતે 15 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 40 રનની ભાગીદારી છે. મુંબઈને જીતવા માટે 84 બોલમાં 141 રનની જરૂર છે
42/1 (ઓવર 5): મુંબઈએ 5 ઓવરમાં એક વિકેટના નુકશાન પર 42 રન બનાવી લીધા છે, રોહિત શર્માને આ ઓવરમાં એક જીવનદાન મળ્યું હતું, મુંબઈને જીતવા માટે 90 બોલમાં 159 રનની જરૂર છે
33/1 (ઓવર 4): મુંબઈએ 4 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 33 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 11 રન બનાવીને રમી રહ્યો છે. કેમરોન ગ્રીને 8 રન બનાવ્યા છે
24/1 (ઓવર 3): મુંબઈની પહેલી વિકેટ 20 રનના સ્કોર પર પડી હતી. ઈશાન કિશન 12 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. ભુવનેશ્વર કુમારે તેને હેરી બ્રુકના હાથે કેચ કરાવ્યો હતો. ઈશાને તેની ઈનિંગમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. હવે રોહિત શર્મા સાથે કેમરૂન ગ્રીન ક્રિઝ પર છે. ત્રણ ઓવર પછી મુંબઈનો સ્કોર એક વિકેટે 24 રન છે
17/0 (ઓવર 2): આ ઓવરમાં ઇશાન કિશને એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 17 રન થઈ ગયો છે. હાલ તેની કોઈ વિકેટ પડી નથી
7/0 (ઓવર 1): 201 રનના ટાર્ગેટનો પીછો કરતા રોહિત શર્મા અને ઈશાન કિશન ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યા. મુંબઈએ આ ઓવરમાં માત્ર 7 રન બનાવ્યા હતાસનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગ
સનરાઇઝર્સ હૈદરાબાદની ઈનિંગ
200/5 (ઓવર 20): હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા 201 રનનો ટાર્ગેટ
186/5 (ઓવર 19): આકાશ માધવાલની એક ઓવરમાં 2 વિકેટ ઝડપી, મધવાલે 4 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટ ઝડપી, હૈદરાબાદે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા છે. માર્કરામ 4 રન બનાવીને રમી રહ્યો છે
180/3 (ઓવર 18): હૈદરાબાદને ત્રીજો ઝટકો લાગ્યો, ગ્લેન ફિલિપ્સ એક રન બનાવીને આઉટ થયો હતો. ક્રિસ જોર્ડને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હૈદરાબાદે 18 ઓવરમાં 180 રન બનાવ્યા છે. ક્લાસેન 14 રન બનાવીને રમી રહ્યો છે
174/2 (ઓવર 17): હૈદરાબાદની બીજી વિકેટ પડી. મયંગ અગ્રવાલ 46 બોલમાં 83 રન બનાવીને આઉટ થયો હતો. આકાશ માધવાલે તેને આઉટ કર્યો હતો. ટીમે 17 ઓવરમાં 174 રન બનાવ્યા છે
168/1 (ઓવર 16): સનરાઇઝર્સ હૈદરાબાદે 16 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલ 82 રન બનાવીને રમી રહ્યો છે. હેનરિક ક્લાસેન 8 રન બનાવીને રમી રહ્યો છે
157/1 (ઓવર 15): સનરાઇઝર્સ હૈદરાબાદે 15 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલ 73 રન બનાવીને રમી રહ્યો છે. હેનરિક ક્લાસેન 6 રન બનાવીને રમી રહ્યો છે
144/1 (ઓવર 14): સનરાઇઝર્સ હૈદરાબાદની પહેલી વિકેટ 140 રનના સ્કોર પર પડી હતી. વિવંત શર્મા 47 બોલમાં 69 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આકાશ મધવાલે તેને રમનદીપ સિંહના હાથે કેચ કરાવ્યો હતો
130/0 (ઓવર 13): મયંક અગ્રવાલે તોફાની અડધી સદી ફટકારી હતી. તે 32 બોલમાં 52 રન બનાવીને રમી રહ્યો છે. હૈદરાબાદે 13 ઓવરમાં 130 રન બનાવ્યા છે. મયંક અને વિવ્રાંત વચ્ચે 130 રનની ભાગીદારી થઈ છે
111/0 (ઓવર 12): વિવ્રાંત અડધી સદી સાથે રમી રહ્યો છે અને મયંક પણ અડધી સદીની નજીક પહોંચી ગયો છે. 12 ઓવર પછી હૈદરાબાદનો સ્કોર વિના વિકેટે 111 રન છે
103/0 (ઓવર 11): હૈદરાબાદને ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવી છે, 11મી ઓવરમાં તેના 100 રન પણ પુરા કરી લીધા છે, વિવ્રાંત અને મયંક વચ્ચે સદીની ભાગીદારી પૂર્ણ થઈ ગઈ છે. મયંક 40 રન બનાવીને રમી રહ્યો છે. વિવ્રાંતે 55 રન બનાવ્યા છે
93/0 (ઓવર 10): વિવ્રાંત શર્માએ શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. તે 36 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. મયંકે 24 બોલમાં 35 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 93 રનની ભાગીદારી થઈ છે. હૈદરાબાદે 10 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 93 રન બનાવ્યા છે
79/0 (ઓવર 9): કુમાર કાર્તિકેયની ઓવરમાં 5 રન આવ્યા, 9 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર વિના વિકેટે 79 રન છે
74/0 (ઓવર 8): મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ 8 ઓવરમાં હૈદરાબાદની એક પણ વિકેટ મળી નથી. બંને બેટ્સમેનોએ 30 રનનો આંકડો પાર કરી લીધો છે. હૈદરાબાદે 8 ઓવરમાં 74 રન બનાવ્યા છે
64/0 (ઓવર 7): હૈદરાબાદે 7 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 64 રન બનાવ્યા હતા. મયંક 28 રન બનાવીને રમી રહ્યો છે. વિવ્રાંતે 29 રન બનાવ્યા છે. મુંબઈના બોલરો વિકેટની તલાશમાં છે. પરંતુ તેઓ હજુ સુધી આ જોડી તોડી શક્યા નથી
53/0 (ઓવર 6): સનરાઈઝર્સ હૈદરાબાદ માટે મયંક અગ્રવાલ અને વિવ્રાંત શર્માએ અડધી સદીની ભાગીદારી પૂરી કરી હતી. વિવ્રાંત 27 રન બનાવીને રમી રહ્યો છે. મયંક 21 રન બનાવીને ક્રિઝ પર છે. હૈદરાબાદે 6 ઓવરમાં 53 રન બનાવ્યા છે
43/0 (ઓવર 5): હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ અને વિવ્રાંત શર્માએ શાનદાર શરૂઆત કરી છે. બંને બેટ્સમેનોએ 5 ઓવરમાં 40નો આંકડો પાર કરી લીધો છે. મુંબઈ વિકેટની તલાશમાં છે
32/0 (ઓવર 4): હૈદરાબાદે 4 ઓવરમાં 32 રન બનાવ્યા છે, મુંબઈના બોલરોને હજુ વિકેટની તલાશ છે, મયંક અગ્રવાલ અવે વિવ્રાંત શર્મા બેટિંગ કરી રહ્યા છે
22/0 (ઓવર 3): હૈદરાબાદે 3 ઓવરમાં વિના વિકેટે 22 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલ 10 રન બનાવીને રમી રહ્યો છે. વિવરંત શર્માએ 7 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 22 રનની ભાગીદારી છે
10/0 (ઓવર 2): બીજી ઓવરમાં પણ 5 રન આવ્યા, મુંબઈ તરફથી આ ઓવર કેમરોન ગ્રીને નાખી હતી, 2 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 10 રન છે
5/0 (ઓવર 1): વિવ્રાંત શર્મા અને મયંક અગ્રવાલ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઓપનિંગ કરી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે જેસન બેહરનડોર્ફને પ્રથમ ઓવર સોંપી હતી, પ્રથમ ઓવરમાં 5 રન આવ્યા
પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે મુંબઈ ઈન્ડિયન્સ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. મુંબઈની ટીમ અત્યારે 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. જો મુંબઈની ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડશે તો તે પ્લેઓફમાં બહાર થશે. કારણ કે ટીમનો નેટ રનરેટ RCB અને રાજસ્થાન રોયલ્સ બંને કરતા ઘણો ખરાબ છે.
હેડ ટુ હેડ રેકોર્ડ
જો આપણે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના એક-બીજાના રેકોર્ડ પર નજર કરીએ તો તેમાં મુંબઈનંપ પલડું ભારે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 20 મેચ રમાઈ છે જેમાંથી મુંબઈની ટીમ 11 વખત જીતી છે. જ્યારે હૈદરાબાદની ટીમ માત્ર 9 વખત જ મેચ જીતી શકી હતી.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા(કેપ્ટન), ઈશાન કિશન(વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વઢેરા, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ
સનરાઈઝર્સ હૈદરાબાદ - મયંક અગ્રવાલ, વિવ્રાંત શર્મા, એડન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), હેરી બ્રુક, નીતિશ રેડ્ડી, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, મયંક ડાગર, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક