પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL 2023માં સતત બીજી જીત મેળવી છે. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 197 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ માત્ર 192 રન જ બનાવી શકી હતી અને પાંચ રનથી મેચ હારી ગઈ હતી.
પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે ચાર વિકેટે 197 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે શાનદાર શરૂઆત કરી અને 60 રન બનાવ્યા હતા. તેના સિવાય શિખર ધવને અણનમ 86 રન બનાવ્યા હતા. જીતેશ શર્માએ પણ 27 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાન તરફથી જેસન હોલ્ડરે બે વિકેટ ઝડપી હતી. ચહલ અને અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.
IPLમાં આજે પંજાબ કિંગ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે છે. બંને ટીમો પોતપોતાની પ્રથમ મેચ જીતી ચૂકી છે. બંને ટીમો વચ્ચે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. જો રાજસ્થાનની ટીમ આ મેચ જીતી જાય છે તો તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી શકે છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
રાજસ્થાને ટોસ જીત્યો
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં ખૂબ જ ઝાકળ પડે છે અને પાછળથી બેટિંગ કરવી સરળ બને છે. આ કારણોસર સંજુ સેમસને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું છે. પંજાબના કેપ્ટન શિખર ધવને કહ્યું છે કે ભારતમાં ઝાકળ કંઈ નવું નથી અને તે તેના માટે તૈયાર છે. બંને ટીમોમાં કોઈ ફેરફાર નથી.
IPL 2023માં આજની સાંજ ખાસ છે કારણ કે પહેલીવાર લીગની એન્ટ્રી ગુવાહાટીમાં થઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. ગુવાહાટીને રાજસ્થાનનું બીજું હોમ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે, જ્યાં સંજુ સેમસનની ટીમ 2 મેચ રમશે. રાજસ્થાને પોતાની પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને એકતરફી હરાવ્યું હતું. આ સાથે જ પંજાબે પણ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જીત સાથે શરૂઆત કરી હતી. આજે વિજેતા ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પણ પહોંચી શકે છે.
આ મેચ ગુવાહાટીમાં રમાઈ રહી છે. આ મેદાન રાજસ્થાનના ખેલાડી રિયાન પરાગનું હોમ ગ્રાઉન્ડ છે. તે આ મેચમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી શકે છે. રિયાન 38 રન બનાવતાની સાથે જ T20 ફોર્મેટમાં 1500 રન પૂરા કરી લેશે. આ સાથે જ ટ્રેન્ટ બોલ્ટ પાસે પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરવાની તક છે. બોલ્ટ IPLની 100 વિકેટ પૂરી કરી શકે છે. આ માટે તેમને 6 વિકેટની જરૂર પડશે. કેપ્ટન સંજુ સેમસન રાજસ્થાન માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની શકે છે. આ માટે તેને માત્ર 3 રનની જરૂર છે.
કોનું પલડું ભારે?
રાજસ્થાન અને પંજાબ વચ્ચે IPLમાં 24 મેચ રમાઈ છે. જેમાં રાજસ્થાને 14 મેચ જીતી છે જ્યારે પંજાબને 10માં સફળતા મળી છે. જો છેલ્લી 5 મેચોની વાત કરીએ તો રાજસ્થાન 4 વખત જીત્યું છે જ્યારે પંજાબ માત્ર 1 મેચ જીત્યું છે.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવનઃ
રાજસ્થાન રોયલ્સઃ યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન(કેપ્ટન-વિકેટકીપર), દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ
પંજાબ કિંગ્સઃ શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, સેમ કરન, સિકંદર રઝા, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ