લોકસભાની ચૂંટણીને લઇને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂન થવાનું છે. ત્યારે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. ત્યારે પ્રચારના અંતિમ દિવસે રાજકીય દિગ્ગજો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સીએમ યોગી લુધિયાણામાં જ્યારે રાહુલ ગાંધી ઓડિશામાં પ્રચાર કરવાના છે. ત્યારે પીએમ મોદી પંજાબ પહોંચ્યા છે. પંજાબના હોશિયાપુરમાં તેઓ જનસભા સંબોધી રહ્યા છે.
ચૂંટણી બાદ 125 દિવસનો રોડમેપ તૈયાર
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે ચૂંટણીની ભાગદોડમાં પણ અમે એક મિનિટનો સમય બગાડતા નથી.આગામી 125 દિવસમાં શું થશે, સરકાર કોના માટે કરશે, શું કરશે અને કેવી રીતે કરશે તેના માટેના રોડ મેપ પર કામ કરી દેવામાં આવ્યું છે. તેમાંથી 25 દિવસ ખાસ યુવાઓને ફાળવ્યા છે. આગલા 5 વર્ષમાં કયા નિર્ણયો લેવાના છે તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આગામી 25 વર્ષ સુધી કેવી રીતે તેજીથી આગળ વધવુ તેના પર કામ કરવામાં આવી રહ્યું છે.
દેશના ભાગલા પાડવાનું ષડયંત્ર કોંગ્રેસનું
પીએમ મોદીએ કહ્યું કે ઇન્ડિ ગઠબંધનની વોટ બેંકની રાજનીતિએ દેશનું નુકસાન કર્યુ. તેમણે કહ્યું કે ગરીબ,દલિત, પછાત અને આદિવાસીઓની અનામત કોઇને છીનવવા નહી દે. આ કોંગ્રેસ અને ઇન્ડિગઠબંધન વાળાથી મારાથી ભડક્યા છે. અનામતને લઇને તેમના ઇરાદા ખતરનાક છે. તેમનો ટ્રેક રેકોર્ડ અનામત છીનવવાનો રહ્યો છે. સરકારી નોકરીમાં ધર્મના આધારે અનામત મળે, સ્પોર્ટ્સ, સરકારી ટેન્ડર, યુનિવર્સિટીના દાખલામાં ધર્મના આધારે અનામત હોય તેમ કરીને બાબા સાહેબના બંધારણનું અપમાન કરે છે.તેઓ ધર્મના આધારે દેશને ભાગલા પાડવાનું ષડયંત્ર છે.
આપને લીધુ આડેહાથ
પીએમ મોદીએ આપ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે ભ્રષ્ટાચારની જનની કોંગ્રેસ પાસેથી બરાબરના પાઠ ભણી લીધા છે. કોંગ્રેસની કૂખથી કટ્ટર ભ્રષ્ટાચારી પેદા થયા છે. તેઓ જન્મથી જ કટ્ટરભ્રષ્ટાચાર છે. તેઓ પંજાબને નશા મુક્ત કરવાની વાત કરતા હતા પરંતુ આપ પાર્ટી આવતા જ નશાને પોતાની કમાણીનું સાધન બનાવી દીધુ, દિલ્હીમાં લીકર પોલીસી સ્કેમને આખો દેશ જાણી ગયો છે. ભયંકર જુઠ્ઠવાદીઓએ પંજબને ગેંગવોરમાં ભેળવી દીધુ છે. નારી ઉત્પીડનમાં પણ નંબર વન બની રહ્યા છે. દિલ્હીથી પંજાબ સુધીના કારનામા લોકો જોઇએ રહ્યા છે.
દેશની સેવાનું અપમાન સહન નહી કરું
પીએમ મોદીએ કહ્યું સેના મા ભારતીની રક્ષા કરવા માટે તૈયાર કરવામાં આવે છે. પરંતુ વિપક્ષે સેનાને રાજનીતિનું હથિયાર બનાવ્યું. તેમણે કહ્યું કે હું ચૂપ બેઠો છું તેનો મતલબ એ સમજો કે, મોદીને સમજવાની ભૂલ ન કરો. મોદી જ્યારે મો ખોલશે ત્યારે તમારી સાત પેઢીના પાપ કાઢીને મૂકી દઇશ. હું દેશની સેનાનું અપમાન સહન કરીશ નહી પીએમ મોદીએ કહ્યું કે મને ગાળો આપવી હોય એટલી આપો પણ હું દેશની સેનાનું અપમાન સહન નહી કરું.