નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi)નાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) સાથે ચર્ચિત એક્ટર સોનૂ સૂદ (Sonu Sood)ની મુલાકાત થઇ છે. ત્યારથી જ વાતો છે કે, તે આપમાં (AAP)માં જોડાઇ શકે છે. આ મુલાકાતમાં CM કેજરીવાલ અને એક્ટર સોનૂ સૂદે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી છે કે, સોનૂસૂદ આપ સરકારનાં બ્રાન્ડ એમ્બેસેડર બનવાં તૈયાર છે. સરકાર જલ્દી જ 'દેશ કે મેન્ટર્સ' કાર્યક્રમ શરૂ કરશે. આ કાર્યક્રમનાં બ્રાન્ડ એમ્બેસેડર સોનૂ સૂદ હશે. હું સોનૂ સૂદનો આભાર વ્યક્ત કરુ છું. આજે તેઓ સમય કાઢી મને મળ્યાં. આખાં દેશ માટે સોનૂ મોટી પ્રેરણા બની ગયા છે.
Hon'ble CM Shri @ArvindKejriwal addressing an important Press Conference | LIVE https://t.co/LcBg5qQndL
— AAP (@AamAadmiParty) August 27, 2021
કોરોનાકાળમાં સોનૂ સૂદ ગરીબોમાટે બન્યો હતો ભગવાન
આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીનાં પહેલી અને બીજી લહેર દરમિયાન દેશભરનાં અલગ અલગ ભાગમાં લોકોની મદદ કરનાર એક્ટર સોનૂ સૂદ ચર્ચામાં હતો. સોનૂ સૂદે લોકોની મદદ માટે તેની એક ટીમ તૈયાર કરી છે. જે કોઇપણ પ્રકારની જાણકારી મળવાં પર જરૂરીયાતમંદોની મદદ કરવાં પહોંચી જાય છે. કોરોના સંક્રમણને કારણે લાગેલાં લોકડાઉન દરમિયાન મુંબઇમાં ફસાયેલાં મજૂરોને બસ અને પ્લેન દ્વારા સોનૂ સૂદે તેમનાં ઘરે પહોચાડ્યાં હતાં. તો આ ઉપરાંત તેમને આર્થિક મદદ પણ કરી હતી.