95મા એકેડમી એવોર્ડસ એટલે કે ઓસ્કર્સ 2023 જબરદસ્ત આગાઝ બાદ ટીવી અને સોશિયલ મીડિયા પર છવાયું. લોસ એન્જલિસમાં ચાલી રહેલા એવૉર્ડ શોમાં હોલિવુડની સાથે બોલિવુડ સ્ટાર્સનો પણ જલવો જોવા મળ્યો છે. ઓસ્કર 2023માં ભારતીય ફિલ્મ RRRએ ઇતિહાસ રચી દીધો છે. આ વર્ષે ડાયરેકટર એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને બેસ્ટ ઓરિજીનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. આ કેટેગરીમાં નોમિનેશન મેળવનાર RRR પહેલી ભારતીય ફિલ્મ હતી. આ એવોર્ડને જીતીને RRRએ ભારતને ગૌરન્વિત કર્યું છે.
બેસ્ટ ઓરિજિનલ સોંગ
બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઑસ્કર એવોર્ડ RRRના ગીત નાટુ નાટુએ જીતીને ઇતિહાસ રચી દીધો છે. મ્યુઝિક કંપોઝર એમએમ કીરાવાનીએ પોતાની મજેદાર સ્પીચથી તમામના દિલ ખુશ કરી દીધા. આ ગીતનું નામ સાંભળતા જ આખું ડોલ્બી થિયેટર ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
ઓસ્કર્સ 2023માં ભારતની શોર્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે પણ એવોર્ડ જીત્યો. પ્રોડ્યુસર ગુનીત મોંગાની આ ફિલ્મને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. દીપિકા પાદુકોણ આ એવોર્ડ સેરેમનીમાં પ્રેઝન્ટર તરીકે પહોંચી છે. તેના લુકની પણ ખૂબ ચર્ચા થઇ રહી છે.