૨૦ વર્ષ સુધી સતત એકધારું સૈન્યબળ સાથે અમેરિકાનું સમર્થન અને આધુનિક મોર્ટાર અને લોન્ચર જેવા અત્યાધુનિક હથિયારો મળવા છતાં પણ અફઘાનિસ્તાનીઓ ૧૮-૨૦ દિવસમાં જ ધૂંટણીએ પડીને પોતાની બહેન બેટીઓને તાલીબાની લડવૈયાઓને સોંપવા તૈયાર થઈ ગયા.
આ ઘટના જોઉં છું તો મારું મસ્તક ગર્વથી ઉંચું થઈ જાય છે કે હજારો વર્ષ થી લૂંટ અને ઈસ્લામિક બર્બરતા સામે લડીને પણ આપણા પૂર્વજો એ આપણને સનાતની હીંદુ રાખ્યાં. હોય શકે છે કે આમાં કોઈને પોતપોતાની જાતિના વીર યોદ્ધાઓ પર ગર્વ હોય. પરંતુ મને તો બધા ભારતીય વીર બલિદાની યોદ્ધાઓ પર ગર્વ છે.
એ ભારતીય મહાન યોધ્ધાઓ કોઈ પણ જાતિ કે સમુદાયના કેમ ન હોય પણ એમના અદમ્ય સાહસ અને બલિદાનો ને કારણે જ આપણે આજે છીએ. અત્યારે જે
અફઘાનિસ્તાનમાં થઈ રહ્યું છે એ જોઈને ઈસ્લામિક લૂંટારુ આક્રાંતાઓ ની લૂંટ સમયે દેશની સ્થિતિ કેવી રહી હશે ?
જયારે મક્કાથી માણસના લોહીની પ્યાસી મુસ્લિમ આક્રાંતાઓ ની ચમચમાતી તલવારો નીકળી અને એક ઝટકામાં તો ઈરાન, ઈરાક, સીરિયા, મિસર, અફઘાનિસ્તાન, કતાર, બલુચિસ્તાન થી લઈને મોંગોલિયા અને રશિયા સુધી બધા પરાજિત થતાં ગયા હતા અને એ દેશોમાં સ્થાનિક ધાર્મિક પરંપરા નો ખાત્મો બોલાવીને શરિયત કાનુન લાગુ કરતાં ગયાં અને ખુબ શાનથી ઈસ્લામિક ધ્વજ ફરકાવતાં અફઘાનિસ્તાન થઈને સિંધના રસ્તે હિંદુસ્તાન પંહોચ્યા કે તેમની લગામ ક્ષત્રિયો એ અટકાવી અને ભીષણ રક્તપાત થયો. પેઢી દર પેઢી ક્ષત્રિય રાજવંશોથી લઈને આમ ક્ષત્રિયોએ ઈસ્લામને સંપૂર્ણ હાવી ન થવા દીધો. ત્રણ ત્રણ પેઢી પોતાની માતૃભૂમિ ની રક્ષા માટે બલિ ચડી ગઈ. પેઢી દર પેઢી પોતાની માતૃભૂમિ માટે બધું જ ન્યોછાવર કરતાં રહ્યા. એક સમય એવો આવ્યો કે ૧૮ વર્ષની ઉપરના એકપણ યુવાન યોધ્ધાઓ જ ક્ષત્રિયોમા ન રહ્યાં.
વિધવાઓ ની કતાર થઈ ગઈ. આને કારણે સતીપ્રથા અને જૌહર જેવી પ્રથાઓ આકાર લેવા લાગી. આજે આ દેશમાં આ પ્રથા ઉપર સંજય ભણશાળી જેવા ફિલ્મકારો મજાક ઉડાવી ફિલ્મ બનાવે છે.
દેશમાં શૂરવીરતા નો જુવાળ પેદા કરવા માટે રાજ પુરોહિતો અને ચારણો દ્વારા નીચે પ્રમાણે દુહા લલકારવામાં આવતા હતા.
बारह बरस ले कुकुर जीये ,, औ सोरह ले जिये सियार ।
बरस अट्ठारह क्षत्रिय जिये ,, त ओकरे जीये पे धिक्कार"
આ ક્ષત્રિયોના સંઘર્ષ અને યુદ્ધનું પરિણામ એ આવ્યું કે ઈસ્લામિક આક્રાંતાઓ અંહી જ અટકી ગયાં અને આગળ વધતાં અટકી ગયાં. પરિણામે ભારતના પુર્વ દેશો જેવાકે ચીન, કોરીયા, જાપાન, નેપાળ જેવા રાજયો ઈસ્લામિક આક્રાંતાઓ ના શિકાર થતાં બચી ગય���.
અંતે તમામ ન્યોછાવર કરવા છતાં ક્ષત્રિયો ને શું મળ્યું ? અંહી ક્ષત્રિય નો મતલબ કોઈ ક્ષત્રિય સમુદાય નહિ પણ દેશ અને ધર્મ ની રક્ષા માટે જેણે સંપૂર્ણ ગુમાવ્યું છે તે. જાતિથી નહીં પરંતુ કર્મથી ક્ષત્રિય હતાં તે બધા જ લોકોના ચરણોમાં હું નત નત શિશ ઝુકાવું છુ કે જેઓએ પોતાનું સર્વસ્વ આપીને પણ હિંદુ ધર્મને ટકાવી રાખ્યો છે..