રાબિયા નામની પાકિસ્તાની યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના પર ઘણા યુઝર્સે દાવો કર્યો હતો કે, આ યુવતી પોતાના જ પિતા સાથે લગ્ન કર્યા અને તેમની ચોથી પત્ની બની હતી. સાથે જ વાયરલ વીડિયોમાં પરિણીત યુવતી તેના પરિવારમાંથી બીજી દીકરી હોવાની વાત કરી રહી હતી. જેને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ પિતાના સાથે લગ્નનો દાવો કરીને ભ્રામક રીતે ફેલાવ્યો હતો.
પાકિસ્તાની યુવતીના લગ્નનું સત્ય
વાયરલ વીડિયો અંગે હવે દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાની યુવતીએ તેના પિતા સાથે લગ્ન કર્યા નથી પરંતુ લોકો દ્વારા આ માહિતી ખોટી ફેલાવવામાં આવી હતી.
પાકિસ્તાની યુવતીએ હવે તેના પિતા સાથે લગ્ન કરવાની વાતનો ખુલાસો કર્યો છે કે, તેને જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તેને 3 ત્રણ પત્નીઓને છૂટાછેડા આપી દીધા છે અને તેણે ચોથી વખત લગ્ન કર્યા છે. યુવતીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે અને જેના આ વાત સ્પષ્ટ થઈ રહી છે. આ વીડિયોમાં યુવતી કહી રહી છે કે લગ્નના 6 વર્ષ બાદ તેણે તેના પરિવારના સભ્યોને કહ્યું હતું કે તેના પતિને પહેલા ત્રણ પત્નીઓ હતી.
શું હતું વાયરલ વીડિયોમાં?
વાયરલ વીડિયોમાં એક મહિલા પાકિસ્તાની કપલ સાથે વાત કરતી સંભળાય છે. તેણી કહે છે કે અરબીમાં રાબિયાનો અર્થ 'ચાર' થાય છે. તે રાબિયાના ચોથી પત્ની હોવાના સંયોગ પર સવાલ કરે છે. તેના જવાબમાં પાકિસ્તાની યુવતીએ જવાબ આપ્યો હતો કે, 'મેં સાંભળ્યું હતું કે રાબિયા નામની છોકરીઓ ચોથી દીકરીઓ હોય છે. પરંતુ હું ચોથી દીકરી નથી તેથી મે કોઈ ચોથા પર ફીટ થવા માટે લગ્ન કર્યા અને ચોથી પત્ની બની હતી.