ગાંધીનગર મનપામાં ભાજપના ઉમેદવારોનો એક સરખો ખર્ચ હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં તમામ ઉમેદવારોને સસ્પેન્ડ કરવાની કોંગ્રેસની માગ છે. તથા રાજ્ય ચૂંટણી આયોગમાં કોંગ્રેસ આજે રજૂઆત કરશે. તેમાં ભાજપનું સફેદ જુઠ્ઠાણું ધોળે દિવસે બહાર આવ્યું છે. તથા મનપા મેયર સહિત તમામ ચૂંટાયેલી પાંખ સંગઠનની રબ્બર સ્ટેમ્પ છે તેમ પણ કોંગ્રેસે જણાવ્યું છે.
કાર્યવાહીની રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી
ઉલ્લેખનિય છે કે મનપાના ઉમેદવોરોના ચૂંટણી ખર્ચ સામે સવાલ ઉભા થયા છે. જેમાં 41 ઉમેદવારોનો મત વિસ્તાર અલગ પણ ખર્ચ સરખો છે. તેમાં એફિડેવિટમાં રૂપિયા 1 લાખ 33 હજાર 380નો ખર્ચ બતાવ્યો છે. જેમાં રાજ્ય ચૂંટણી આયોગમાં ઉમેદવારો સામે કાર્યવાહીની રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં સામૂહિક ચોરી કરવામાં આવી છે. જેમાં તમામ ઉમેદવારોના મતવિસ્તાર અલગ, પણ ચૂંટણીખર્ચ સમાન જાહેર કર્યો છે. તેમાં ઉમેદવારોમાં હાલના મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામેલ છે. તથા ચૂંટણીપંચે કોઈપણ વાંધો લીધા વિના તમામ એફિડેવિટ સ્વીકારી છે.
જાણો શું છે સમગ્ર મામલો:
ગાંધીનગર મનપાના 41 ઉમેદવારોએ બતાવેલા ચૂંટણી ખર્ચ સામે સવાલ ઉભા થયા છે. જેમાં તમામ ઉમેદવારોનો મત વિસ્તાર અલગ છે. તથા ચૂંટણી ખર્ચ સરખો બતાવવામાં આવ્યો છે. જેમાં ચૂંટણી ખર્ચની એફિડેવિટમાં તમામે રૂપિયા 1 લાખ 33 હજાર 380નો ખર્ચ બતાવ્યો છે. તેમાં રાજ્ય ચૂંટણી આયોગમાં તમામ ઉમેદવારો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસે રજૂઆત કરી છે. તથા સુપ્રિમ કોર્ટના નિયમ પ્રમાણે ઉમેદવાર દ્વારા ખોટી એફિડેવિટ કરવા બદલ 6 વર્ષ સુધી સસ્પેન્ડ થઈ શકે છે.
ગાંધીનગરની ચૂંટણીમાં 25 કરોડથી વધુ કાળું નાણું વપરાયાનો અંદાજ છે અને એ સુરતથી આવ્યું હોવાનું ભારે ચર્ચામાં હતું. ઉમેદવારોએ એક જેવાં એફિડેવિટની સાથે-સાથે ખર્ચનાં ખોટાં બિલો અને વાઉચરો પણ મૂક્યાં છે. મુખ્ય ડ્રાફ્ટના ભાગ-1ના ટોટલમાં 50 હજાર રૂપિયાની ભૂલ થઈ છે. એ ભૂલને પણ ઉમેદવારોએ રિપીટ કરી છે. એફિડેવિટમાં એક પણ વ્યક્તિએ ઉમેદવારી ડિપોઝિટ દર્શાવી નથી.