પયગંબર મોહમ્મદ પર ભાજપના નેતાઓના વિવાદાસ્પદ નિવેદનને લઈને પેલેસ્ટાઈનમાં હવે વિરોધની આગ ભભૂકી રહી છે. અલ અક્સા મસ્જિદ ખાતે હિન્દુઓ વિરુદ્ધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હિંદુઓ સામે જેહાદ છેડવાનું એલાન આપવામાં આવ્યું હતું.
પયગંબર મુહમ્મદ પરની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને વિરોધના અવાજો પેલેસ્ટાઈનમાંથી સંભળાઈ રહ્યા છે. પયગંબર મોહમ્મદ વિશે ભાજપના નેતાઓની ટિપ્પણીના વિરોધમાં 10 જૂને જેરુસલેમની અલ અક્સા મસ્જિદમાં એક હિંદુ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ મિડલ ઈસ્ટ મીડિયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (MEMRI)ના અહેવાલ મુજબ, આ દરમિયાન પેલેસ્ટિનિયન ઈસ્લામિક વિદ્વાન નિધલ સિયામે ગાયની પૂજા કરતા હિંદુઓ વિરુદ્ધ જેહાદ શરૂ કરવાનું આહ્વાન કર્યું હતું.
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, પાકિસ્તાન પાસે હિંદુઓને પાઠ ભણાવવા માટે સક્ષમ સેના છે. ઇસ્લામિક વિદ્વાન નિધલ સિયામે કહ્યું, "અમે અલ અક્સા મસ્જિદમાંથી મુસ્લિમોની સેનાઓને સંબોધિત કરી રહ્યા છીએ. ઇજિપ્ત, તુર્કી, જોર્ડન અને તમામ મુસ્લિમ દેશોમાં આપણે કહીએ છીએ, તમે ક્યાં છો? શું તમારા ધર્મ અને પયગંબર મુહમ્મદને સમર્થન આપવાનો આ યોગ્ય સમય નથી? શું તમારા દેશોને આઝાદ કરવાનો આ યોગ્ય સમય નથી? પાકિસ્તાનના લોકો, હિંદુઓ સામે લડવામાં તમારી જવાબદારી અન્ય કોઈ કરતાં વધુ છે.
વીડિયોમાં મુસ્લિમ દેશોને હિંદુઓ વિરુદ્ધ એક થવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
વીડિયોમાં અમેરિકાએ પહેલા ઈરાક અને અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો હતો. આ પછી સ્વીડને મુસ્લિમ બાળકોનું અપહરણ કર્યું. ફ્રાન્સે હુમલો કર્યો. રશિયનોએ ઘણી વખત હુમલો કર્યો. પછી ચીને ગુના કર્યા. હવે ગાયોની પૂજા કરનારા હિંદુઓએ મસ્જિદોનો નાશ કર્યો. તેઓએ મુસ્લિમોને મારી નાખ્યા અને તેમના ગામોનો નાશ કર્યો.
આ દરમિયાન પાકિસ્તાનમાંથી હિંદુઓ પર હુમલાની હાકલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, પાકિસ્તાનના લોકો, તમારે હિન્દુઓ સામે લડવાની મોટી જવાબદારી નિભાવવાની છે. તેઓ (હિંદુઓ) સંપૂર્ણપણે તમારી સરહદ પર છે, તેઓએ તમારી જમીનો કબજે કરી છે અને તમારા લોકોને મારી રહ્યા છે. હિંદુઓ સાથે લડવા માટે યુદ્ધ મેદાન ખોલવાનો સમય આવી ગયો છે.
તમને જણાવી દઈએ કે, પયગંબર મોહમ્મદ પર ભાજપના નેતાઓની વિવાદિત ટિપ્પણીનો દેશ અને વિદેશમાં મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. આ વિવાદ અટકવાને બદલે વધુ વકરી રહ્યો છે. ઘણા દેશોમાં ભારતીય ઉત્પાદનોના બહિષ્કારના અહેવાલો પણ છે.