મોર્નિંગવોકમાં નિકળેલા સુરત પોલીસ કમિશનરને ઓફિસર જીમખાના પાસે એક વૃદ્ધે કહ્યું‘તમે પોલીસ કમિશનર છો એવું પૂછીને ભત્રીજાની ખોવાયેલી બેગ પરત અપાવવા વિનંતી કરતાં કમિશનરે 2 દિવસમાં જ બેગ પરત અપાવી હતી.
એરપોર્ટ જતા મારી બેગ રસ્તામાં પડી ગઈ છે,નથી મળી રહી
સુરત પોલીસ કમિશનર અજય તોમર મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. અઠવા ઓફિસર્સ જીમખાના પાસે તેમને એક વૃદ્ધ વેપારી ઓમપ્રકાશ અગ્રવાલ મૂળ્યા હતા. જેમણે ‘તમે પોલીસ કમિશનર છો એવું કહ્યું કે મારો ભત્રીજો કારમાં એરપોર્ટ જતો હતો ત્યારે બેગ પડી ગઈ છે,એ મળી શકે છે?’ કમિશનરે બાદમાં ઉમરા પોલીસના ઇન્સ્પેક્ટર રાજપુતને તપાસ કરવાનું કહ્યું હતું. ભત્રીજો અઠવાલાઈન્સથી નીકળ્યો ત્યાંથી કેમેરા ચેક કરતાં જાની ફરસાણ પાસે કારની ડીકીમાંથી બેગ પડતી દેખાઈ હતી. ત્યાર બાદ થોડી જ ક્ષણોમાં એક રિક્ષાવાળો આ બેગ ઉંચકતા દેખાયો હતો. રિક્ષાના નંબરના આધારે ખબર પડી કે તે બનારસી પીંડ નામક ચાલકેબેગ SVNIT ટ્રાફિક ચોકી પર આપી છે. તેથી પોલીસે ચોકી પર તપાસ કરતા એક ટીઆરબીએ આ બેગ સ્વીકારી હતી. પરંતુ તે ભૂલી ગયો હતો. ત્યાર બાદ રજા પર હતો. પરંત આવ્યા બાદ તેણે બેગ પરત આપી હતી.
મોર્નિંગ વોક પર નીકળેલા સુરત સીપીને મળ્યા સિનિયર સિટિઝન
સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરનારા સિનિયર સિટીઝનનો દીકરો ઉટીમાં અભ્યાસ કરે છે. સવારે દીકરો ઉટી જવા કારમાં અઠવાલાઈન્સથી એરપોર્ટ જવા નીકળ્યા હતા. કારની ડીકીમાં ઘણા સામાન હતો. પરંતુ એરપોર્ટ પહોંચી જોયું તો એક બેગ નોહતી. તેમાં થોડા રૂપિયા અને દીકરાના સ્કૂલને લગતા મહત્વાના ડોક્યુમેન્ટ્સ અને સામાન હતો. દીકરાએ ફ્લાઈટ હોવાથી નીકળી જવું પડ્યું હતું. ઓમપ્રકાશભાઈએ પોલીસ કમિશનરને આ વાત કરી હતી તથા ઉમરા પોલીસમાં અરજી પણ કરી હતી. ઉમરા પોલીસના પ્રયાસોથી અને રિક્ષાવાળાની ઈમાનદારીને કારણે બેગ પરત મળી હતી એવું ભોગબનારાનું કહેવું હતું.
તમે પોલીસ કમિશનર છો મને મદદ કરો: સિનિયર સિટિઝન
સુરત શહેરમાં લાગેલા સીસીટીવી ખુબજ મહત્વના ઉપયોગી પુરવાર થઇ રહ્યા છે. તથા ગુનેગારોને પકડવાના હોઈ કે કોઈ વ્યક્તિ અથવા વસ્તુ ગુમ થયો હોય તો પણ આ સીસીટીવી ખુબજ મદદ રૂપ થતા આવ્યા છે. તો બીજી તરફ સીસીટીવી પર મોનીટરીંગ પણ એક મેહનતનું કામ હોય છે અને એ મેહનત નિષ્ઠા પૂર્વક કરવામાં આવે તો રિઝલ્ટ પણ 100 ટકા મળે જ છે.