વિધાનસભાનું એક દિવસીય સત્ર શરૂ થયુ છે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી છે. તથા CM ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષના નામનો પ્રસ્તાવ કર્યો હતો. તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. તેમજ નેતા વિપક્ષ વિના જ અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે.
અધ્યક્ષને કૃષ્ણ સાથે સરખાવી જણાવ્યું કે સામે 100 છે અમે 5 છીએ
ઉલ્લેખનીય છે કે જેઠાભાઈ ભરવાડની સર્વાનુમતે ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. તેમાં મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં મંત્રી રુષીકેશ પટેલે ટેકો આપ્યો છે. તેથી જેઠાભાઈ ભરવાડની સર્વાનુમતે ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં અર્જુન મોઢવાડીયાએ વિધાનસભા અધ્યક્ષને કૃષ્ણ સાથે સરખાવ્યા છે. અર્જૂન મોઢવાડિયાએ અધ્યક્ષને કૃષ્ણ સાથે સરખાવી જણાવ્યું કે સામે 100 છે અમે 5 છીએ. ભગવાન કૃષ્ણની જેમ તમારી દ્રષ્ટિ અમારા પર રાખજો. તેમજ વિધાનસભાની કાર્યવાહી લાઇવ થવી જોઇએ.
બ્રિટનમા 450 વર્ષમા અવિશ્વાસની દરખાસ્ત આવી નથી
વિધાનસભા ગૃહમાં અર્જુન મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું કે અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી બદલ અભિનંદન. ભૂતકાળમાં આપના 14 સભ્યો હતા ત્યારે પૂરતો સમય અપાતો હતો. સંસદીય સીસ્ટમ બ્રિટીશરોએ શરૂ કરી હતી. સ્પીકર પર ખૂબ મોટો ભરોસો હોય છે. તથા લોકશાહીમાં સંસદીય બાબતો ચાલે છે. સ્પીકર પર વિશ્વાસ હોય છે તેમના નિર્ણય સામે પ્રશ્ન ઉપસ્થિત નથી થતો તેમજ બ્રિટનમા 450 વર્ષમા અવિશ્વાસની દરખાસ્ત આવી નથી. એક સભ્યએ અવિશ્વાસની દરખાસ્ત મુકી ત્યારે રાજીનામું આપી દીધું હતું. તમામ ક્ષેત્રનો આપને અનુભવ છે.
વિરોધ પક્ષ નહી હોય તો નહી ચાલે
અધ્યક્ષ વરણી પર રમણલાલ વોરાએ નિવેદન આપ્યું કે અમારે રક્ષણની કોઈ જરૂરીયાત નહીં રહે. પરંતુ શૈલેષભાઈએ કહ્યુ છે એટલે એમને જરુર રક્ષણ આપજો. વિરોધ પક્ષમાં કોઈક તો જોઈએ એવું પણ કહેતા આપણે. ભુતકાળમાં અહીંયા માઈક તુટ્યા હતા એ પણ યાદ છે. વિરોધ પક્ષ નહી હોય તો નહી ચાલે.