ઉત્તર પ્રદેશના રામપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી બૂમો પાડી રહી છે - 'હું મુસ્લિમ ધર્મને નફરત કરું છું. હું મુસ્લિમ ધર્મ છોડવા માંગુ છું. મારી હત્યા થઇ શકે છે. હું ગમે ત્યારે મરી શકું છું. બુરખાની અંદર મારી સાથે ખોટું કામ કરવા માંગે છે. યોગી આદિત્યનાથ સાહેબ મને મદદ કરો. આ વીડિયો 21 જુલાઈનો જણાવવામાં આવી રહ્યો છે. અહીં એક યુવતી પરવીન જ્યારે કલેક્ટર કચેરીમાં એસપી ઓફિસની બહાર પહોંચી ત્યારે તેણે હંગામો મચાવ્યો હતો. તેણે પોતાના સંબંધીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
એસપી ઓફિસ સામે હંગામો
યુવતીના કહેવા પ્રમાણે, તેણે બે વર્ષ પહેલા આ મામલે કેસ કર્યો હતો. 21 જુલાઈના રોજ તે કેસની દલીલ કરવા કોર્ટમાં આવી હતી. અહીં સાંજ પડતાં જ તેણે એસપી ઓફિસ સામે હંગામો મચાવ્યો હતો. તેનો આરોપ છે કે તેને પ્રેક્ટિસ કરતા રોકવામાં આવી રહી છે. કેસ પાછો ખેંચવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાની માહિતી મળતા જ સિવિલ લાઈન્સ કોતવાલીમાંથી મહિલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
11 વર્ષનો પુત્ર, પરવીન પતિથી અલગ રહે છેઃ પોલીસ
આ દરમિયાન યુવતીએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. પોલીસની કારમાં બેસાડતી વખતે તે કહેતી જોવા મળે છે કે બુરખામાં તેના સંબંધીઓ ઇચ્છે છે કે તે ખોટું કામ કરે. હું મુસ્લિમ ધર્મને નફરત કરું છું. હું મુસ્લિમ ધર્મ છોડવા માંગુ છું. આ અંગે રામપુર પોલીસે જણાવ્યું કે આ બાળકી પરવીનને બાળપણમાં એક મહિલાએ દત્તક લીધી હતી. પરવીનના લગ્ન 2008માં થયા હતા. તેમને 11 વર્ષનો પુત્ર છે. પારિવારિક વિવાદ બાદ તે તેના પતિથી અલગ રહેવા લાગી હતી.