રા્જકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ભાગીદાર સહિત 6 કર્મીઓ આગમાં હોમાયા છે. જેમાં 6 કર્મચારી અને એક ભાગીદારનો મૃતદેહ પરિવારને સોંપાયો છે. તેમાં અલ્પેશ બગડા અને ભાગીદાર પ્રકાશ હિરનનું મોત થયુ છે. કર્મચારી જીગ્રેશ ગઢવી, સુનિલ સિદ્ધપુરા તથા વિશ્વરાજસિંહ જાડેજા, આશાબેન કાથડનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
5 કર્મચારી એન એક ભાગીદારનો મૃતદેહ સોંપવામાં આવ્યો
DNA રીપોર્ટસ મુજબ 5 કર્મચારી એન એક ભાગીદારનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. કર્મચારીઓની વિગત જાણીએ તો તેમાં જીગ્નેશ કાળુભાઈ ગઢવી, સુનિલ સિદ્ધપુરા, વિશ્વરાજસિંહ જાડેજા તથા આશાબેન કાથડ અને અલ્પેશ બગડાનો સમાવેશ થાય છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટીથી માંડીને પોલીસ પરમિશનને લઈને ચર્ચા ઉઠી છે. એટલુ જ નહીં, ભ્રષ્ટ બાબુઓ પર આંગળી ચિંધાઈ છે. વાસ્તવમાં ગેમઝોન હોય કે પછી આનંદમેળો, પરમિશનનો ખેલ પાછળ ખાખી વર્દી કે ફાયર-મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર હોય છે એવુ માની લેવાની જરૂર નથી.
રાજકીય પીઠબળ વિના પરમિશનનો ખેલ શક્ય જ નથી
રાજકીય પીઠબળ વિના પરમિશનનો ખેલ શક્ય જ નથી. આ તો આગ દુર્ઘટનામાં નિર્દોષ લોકો હોમાઇ જતાં પદાધિકારીઓ ગુજરાતની જનતાની આંખમાં આંખ મિલાવી શકે તેવી સ્થિતીમાં નથી. આ કારણોસર હવે નાના અધિકારીઓના માથે દોષનો ટોપલો ઢોળી દેવા મથામણ થઈ રહી છે. હકીકતમાં ભ્રષ્ટ અધિકારી-તંત્રના મોટા અધિકારીઓ અસલી ખેલાડી છે.જેમાં સંદેશ ન્યૂઝે પ્રથમ દિવસે જ સવાલ કર્યો હતો કે રાજકોટમાં છેલ્લાં ત્રણેક વર્ષથી વિના મંજૂરીએ ગેમઝોન ધમધમતુ હતુ. ત્યારે તંત્ર શું કરતુ હતુ.
મંજૂરી વિનાના ગેમ ઝોનમાં આગ લાગતાં નિર્દોષોએ જીવ ગુમાવ્યા
પોલીસ અધિકારી, મ્યુનિ.કોર્પોરેશનના અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ આજ ગેમઝોનમાં આનંદ માણવા નિયમિત રીતે આવતાં હતાં. રાજકોટના સ્થાનિક રાજકારણીઓની પણ અહીં અવરજવર રહી છે. મંજૂરી વિનાના ગેમ ઝોનમાં આગ લાગતાં નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે. ગેરકાયદે ધમધમતાં ગેમઝોન મુદ્દે લોકોમાં રોષભભૂક્યો છે એટલે તંત્ર હવે કાર્યવાહી કરવામાં લાગ્યુ છે.