અમદાવાદ: અલ કાયદા સંગઠન સાથે જોડાયેલા વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગુજરાત ATSએ વધુ બે લોકોની ધરપકડ કરી છે. તેમાં બાંગ્લાદેશના મુન્નાખાન અને આકાશખાનની ધરપકડ કરવામાં આવી છે.
નારોલ અને રખિયાલ વિસ્તારમાં રહેતા બંને આરોપી ઝડપાયા
મુન્નાખાન અને આકાશખાન સોજિબમિયાંના સાગરીત છે. જેમાં નારોલ અને રખિયાલ વિસ્તારમાં રહેતા બંને આરોપી ઝડપાયા છે. બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી આરોપી રહેતા હતા. તથા આરોપીઓએ અનેક લોકો પાસેથી ફંડ એકત્ર કર્યું હતું. જેમાં એકત્ર થયેલા ભંડોળને આકાશખાન બાંગ્લાદેશ મોકલતો હતો. ગુજરાતએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. ATSએ સોજિબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. અન્ય કેટલાક લોકો પણ ગુજરાત ATSની કસ્ટડીમાં છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા. વિદેશમાંથી આતંકવાદી ભંડોળ એકત્ર કરવાના પુરાવા પણ મળ્યા છે. આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
IBના એલર્ટ બાદ ATSએ મોટી કાર્યવાહી કરી
બે દિવસ પહેલા ગુજરાતમાં આતંકી હુમલાના IBના એલર્ટ બાદ ATSએ મોટી કાર્યવાહી કરી હતી. જેમાં 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી. આ 3 યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતુ. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે તેમની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે. પૂછપરછમાં અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ થયો છે. ATSએ સોજિબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના શખ્સો સાથે મળીને આ ષડયંત્ર રચવામાં આવતુ હોવાનું ખુલ્યુ છે. વિદેશથી ભંડોળ મેળવીને આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે.