ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો ભાજપના જૂના તમામ રેકોર્ડબ્રેક કરવા તરફ આગળ છે. ત્યારે કોંગ્રેસના તો ગુજરાતમાંથી જાણે સૂપડા સાફ થઇ ગયા હોય તેવું ચિત્ર ઉભરી આવ્યું છે. ગુજરાતમાં સમાજવાદી પાર્ટીએ પહેલી વખત ખાતું ખોલ્યું. તો આપ એ ગુજરાતમાં બે સીટ જીતતા જ નેશનલ પાર્ટી બની ગઇ. આમ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામોએ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. ચૂંટણી પરિણામોના પળેપળના અપડેટસ જાણવા માટે તમે અહીં અમારી સાથે જોડાયેલા રહો.
1:22 PM: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે પ્રચંડ બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બની રહી છે. આ જીતનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને જાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યકત કરું છું. અમિત શાહે પણ અમને સતત માર્ગદર્શન આપ્યું.
1:12 PM: ગુજરાતની જનતાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આભાર માન્યો ટ્વિટ કરી
1:11 PM: આઝાદી બાદ પહેલીવાર બોરસદમાં ભગવો લહેરાયો. બોરસદમાં ભાજપના રમણ સોલંકી જીત્યા
1:03 PM: આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની હાર. વીરમગામમાં ભાજપના હાર્દિક પટેલની જીત. AAPની સુરતમાં હવા નીકળી ગઇ, કોંગ્રેસના મોટા નેતાઓનો ગરબો ઘેર આવ્યો
12: 50 PM: AAPનો CM પદનો ચહેરો ઇસુદાન ગઢવીની હાર, કુમાર કાનાણી જીતી ગયા
12:38 PM: માણવદરથી ભાજપના નેતા જવાહર ચાવડાની હાર થઇ છે, કોંગ્રેસ નેતા અરવિંદ લાડાણીની જીત થઇ છે. દ્વારકાથી પબુભા માણેક ફરી એકવખત જીત્યા, સતત સાત ટર્મથી જીતતા આવ્યા છે. અમરેલીથી કોંગ્રેસના નેતા જેમને રિપીટ કરાયા હતા તેવા પરેશ ધાનાણીએ હાર સ્વીકારી લીધી. સુરતની વરાછા બેઠક પરથી કુમાર કાનાણીની જીત થઇ છે. અલ્પેશ કથીરિયાની હાર થઇ છે. વડોદરામાં કેતન ઇનામદારની જીત થઇ છે.
12:37 PM: ગુજરાતમાં AAPનું ખાતું ખૂલ્યું, જામજોધપુરથી હેમંત ખવાનીની જીત. આમ આદમી પાર્ટી બે બેઠક પર જીતતા નેશનલ પાર્ટી બની ગઇ છે.
12:30 PM: હર્ષ સંઘવીએ જીત બાદ કહ્યું કે ભાજપ અને ગુજરાતની જનતાએ ફરી એકવખત નવો ઇતિહાસ રચ્યો છે. નફરતની રાજનીતિને, દેશને તોડવાની રાજનીતિને ગુજરાતના લોકોએ બહાર કરી દીધા. ભાજપ ગુજરાતના વિકાસનું કામ આગળ વધારશે. મારી વિનંતી છે કે જે પત્ર રોજ દેખાડતા હતા. મુખ્યમંત્રી રોજ પત્ર આપતા હતા જે ગેરંટી આપતા હતા તેમને ચોક્કસ પ્રશ્ન પૂછજો. ગુજરાતને આટલું બદનામ કેમ કર્યું. આજે ગુજરાતના લોકોએ જવાબ આપ્યો છે. મોદી-મોદીના નારા ગુજરાતના તમામ ખૂણે ગૂંજી રહ્યા છે. એવી જ રીતે ચારેય ઝોનમાં વિકાસના નારા ગૂંજી રહ્યા છે. ગુજરાતની જનતાને બે હાથ જોડી નમન કરું છું. ગુજરાતની ધરતી પર સકારાત્મક જોવા મળ્યો. ઈવીએમ મશીનમાં કમળનું બટન દબાવીને ગુજરાત તોડવાવાળા એક પણ વ્યક્તિને ગુજરાતમાં કોઇનું સ્થાન નથી.
12:20 PM: CM ભુપેન્દ્ર પટેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મળવા પહોંચ્યા છે.
12:15 PM: કોંગ્રેસ ઇતિહાસની સૌથી ખરાબ હાર તરફ, ગુજરાતમાં સમાજવાદી પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવ્યું. કુતિયાણાથી કાંધલ જાડેજાએ જીત મેળવી લીધી. રાધનપુરમાં ભાજપના લવિંગજી ઠાકોરની ��ીત. પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા જીતી ચૂકયા છે.
12:05 PM: દિયોદર બેઠક પર ભાજપના કેશાજી ચૌહાણ જીતી ગયા છે. પાદરામાં ચૈત્નય ઝાલાની જીત નક્કી મનાય છે. ખંભાળિયામાં ઇશુદાન ગઢવી પાછળ ચાલી રહ્યા છે. વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારની જીત નક્કી મનાય છે. ગઢડા બેઠક પરથી શંભુ ટુંડિયાની જીત નક્કી મનાય છે. અમરાઇવાડી કોંગ્રેસનો ગઢ મનાય છે ત્યાં ભાજપના હસમુખ પટેલ 75 મતથી આગળ છે. મોડાસામાં ભાજપના ભીખુભાઇ પરમાર જીતી ચૂકયા છે.
11:55 AM: વાંસદામાં કોંગ્રેસના નેતા અનંત પટેલની જીત, ગણદેવીમાં ભાજપના નરેશ પટેલની જીત. ગરિયાધરમાં આપના સુધીર 17000 મતોથી આગળ
11:50 AM: બનાસકાંઠામાં વડગામથી જીગ્નેશ મેવાણી પાછળ, ભાજપના ઉમેદવાર મણીભાઇ વાઘેલા 4000 મતથી આગળ. જંબુસરથી ભાજપના ડી.કે.સ્વામી 18000 મતથી આગળ ચાલી રહ્યા છે. બાયડથી પૂર્વ મુખ્યમંત્રી શંકસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્ર સિંહ જાડેજા આગળ ચાલી રહ્યા છે. કરજણથી અક્ષય પટેલ 24000 મતથી આગળ. ગુજરાતમાં સમાજવાદી પાર્ટીની એન્ટ્રી થવાની શકયતા. વાંસદામાં કોંગ્રેસના નેતા અનંત પટેલની જીત
11:40 AM: વડોદરા શહેરની 5 સીટ પર ભાજપની જીત. ગારિયાધર બેઠક પરથી આપના નેતા સુધીર વાઘાણી 17000 મતથી આગળ. અમદાવાદથી અમિત શાહની એલિસબ્રીજ પરથી જીત. દર્શિતા શાહે વિજય રૂપાણીને રેકોર્ડ તોડી 54000 મતથી આગળ.
11:30 AM: વડોદરા શહેરની 5 સીટ પર ભાજપની જીત, રાજુલા બેઠક પરથી અમરીશ ડેર માત્ર 900 સીટ પરથી આગળ ચાલી રહ્યા છે.
11:25 AM: દસ્ક્રોઇમાં ભાજપના બાબુ જમના જીતી ગયા. દાહોદમાં ભાજપના કનૈયા કિશોરની જીત. રાજકોટ દક્ષિણમાં ભાજપના રમેશ ટિલાળાની જીત. અકોટા બેઠક પર ભાજપના ચૈતન્ય દેસાઇની જીત. વડોદરા શહેરથી ભાજપના મનીષા વકીલની જીત. સાવરકુંડલામાં મહેશ કસવાલા 5000 મતોથી આગળ. વાઘોડિયા બેઠક પર અપક્ષના ધર્મેન્દ્રસિંહ આગળ
11:20 AM: જમાલપુરમાં ઇમરાન ખેડાવાલાની જીત, જસદણમાંથી ભાજપના કુંવરજી બાવળિયાની જીત, કોંગ્રેસના ભોળાભાઇ ગોહિલે હાર સ્વીકારી લીધી. દ્વારકાની ખંભાળિયા બેઠક પર ઇસુદાન ગઢવી પાછળ ચાલી રહ્યા છે
11:15 AM: ગાંધીધામ મતગણતરી કેન્દ્ર પર મોટો હોબાળો, કોંગ્રેસ ઉમેદવારે ગણતરી કેન્દ્રમાં જ ભરત સોંલંકીએ ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો.
11:14 AM: દરિયાપુર બેઠકથી કોંગ્રેસના ગ્યાસુદ્દિન શેખની હાર, ભાજપના કૌશિક જૈનની જીત
11:05 AM: ગણદેવીમાં ભાજપના નરેશ પટેલ 50000 મતથી આગળ આમની જીત નક્કી મનાય છે. વડાપ્રધાન મોદીનો મત વિસ્તાર સાબરમતી વિધાનસભા બેઠક પર ભાજપના નેતા આગળ ચાલી રહ્યા છે.
11:00 AM: 11 ડિસેમ્બરે નવી સરકારનાી શપથવિધિ, પ્રધાનમંત્રી મોદી હાજર રહેશે. ભાજપ ઇતિહાસના તમામ રેકોર્ડ તોડવા તરફ આગળ. PM મોદી આજે સાંજે 6.00 વાગ્યે ભાજપના કાર્યાલયે જશે. પાટીદાર આંદોલનથી ગુમાવેલી તમામ સીટો ભાજપે પાછી મેળવી
10:45 AM: મોરબીથી ભાજપના નેતા કાંતિ અમૃતિયા આગળ. ગાંધીધામમાં માલતી મહેશ્વરી 12000 મતથી આગળ, જામનગર દક્ષિણમાં ભાજપના ઉમેદવાર આગળ. સુરતમાં આપના નેતાઓ કશું ઉકાળી શકયા નથી તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે. ટંકારામાં કોંગ્રેસના લલિત કગથરા પાછળ. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જીત તરફ આગળ. ભાજપ 149 બેઠકનો માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવા તરફ
10:40 AM: BJP-155, કોંગ્રેસ-17, AAP-7, અન્ય-3 બેઠક પર આગળ. રાજકોટ ગ્રામ્યમાં ભાજપના રાઘવજી આગળ. માંજલપુર બેઠક કે જયાં સૌથી છેલ્લે ટિકિટ ભાજપના ઉમેદવાર યોગેશ પટેલને આપવામાં આવી હતી તેઓ 31000 લીડ સાથે આગળ. અમદાવાદની વેજલપુરથી અમિત ઠાકર 52000 મતથી આગળ ચાલી રહ્યા છે. જેતપુરમાં કોંગ્રેસના નેતાએ હાર સ્વીકારી લીધી. જામનગર ઉત્તરથી રીવાબા જાડેજા 21000 મતથી આગળ. વીરમગામમાં હાર્દિક પટેલ 28000 મતોથી આગળ.
10:35 AM: હર્ષ સંઘવીએ ટ્વિટ કરી પૂછયું હાઉસ ધ જોશ
10:30 AM: સાવલીમાં ભાજપના ઉમેદવાર કેતન ઇમાનદાર 16000 મતથી આગળ, વડગામથી કોંગ્રેસના નેતા જીગ્શેન મેવાણી આગળ. બનાસકાંઠાની 9માંથી 7 બેઠક પર ભાજપ આગળ. વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર 2600 બેઠક પરથી પાછળ. મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી 29000 મતથી આગળ
10:27 AM: અમરેલીથી પરેશ ધાનાણી પાછળ, ભાજપના નેતા કૌશિકભાઇ આગળ
10:25 AM: CM ભુપેન્દ્ર પટેલ 51000 મતથી આગળ, કતારગામથી ગોપાલ ઇટાલિયા સતત પાછળ
10:23 AM: ધારીમાં આપ અને ભાજપ વચ્ચે 20 મતોની ટક્કર. BJP રેકોર્ડબ્રેક 154 બેઠક પર આગળ, કોંગ્રેસના સૂપડા સાફ
10:17 AM: જસદણમાં કાંટાની ટક્કર, કુતિયાણામાં સપાના કાંધલ જાડેજા આગળ. ભીલોડાથી આમ આદમી પાર્ટીના રૂપસિંહ ભાગોરા આગળ. કોંગ્રેસ 68માંથી 35 બેઠક પર આગળ
10:16 AM: જયેશ રાદડિયા 28000 લીડથી આગળ, રીવાબા જાડેજા 15000 લીડથી આગળ, ભુપેન્દ્ર પટેલ 35000 લીડથી આગળ
10: 13 AM: ભાજપ રેકોર્ડબ્રેક 152 સીટ પર આગળ . BJP-152, કોંગ્રેસ-20, AAP-8, અન્ય-2 બેઠક પર આગળ
10:12 AM: કતારગામમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પાછળ
10:09 AM: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બપોરે 12 વાગ્યે કમલમ જશે, ભાજપમાં જશ્ન મનાવશે
10:07 AM: મારી સીટ પર આપ કોંગ્રેસને નુકસાન કરી રહી છે: લલિત વસોયા
10:05 AM: રૂઝાનમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા, BJP 150 બેઠક પર આગળ, કોંગ્રેસ-22, AAP-8, અન્ય-2 બેઠક પર આગળ
10:03 AM: જામજોધપુર બેઠક પરથી 43 મતની સરસાઇ આપના નેતા આગળ
10:00 AM: દ્વારકા બેઠક પરથી પબુભા માણેક 2000 મતથી લીડ. ડેડિયાપાડા પરથી AAPના નેતા ચૈતર વસાવા 5000 મતથી આગળ
9:59 AM: રાજ્યના ઈતિહાસમાં કોંગ્રેસનો 1985માં માધવસિંહના નેતૃત્વમાં 149 સીટ જીતવાનો રેકોર્ડ રહ્યો છે. રૂઝાન પ્રમાણે ભાજપ 149 બેઠક પર આગળ છે
9:55 AM: ગરિયાધર બેઠક પરથી આમ આદમી પાર્ટીના સુધીર વાઘાણી 3000 વોટથી આગળ
9:54 AM: પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા માત્ર 86 મતથી આગળ ચાલી રહ્યા છે
9:52 AM: ભાજપના એલિસબ્રિજ વિધાનસભા સીટના નેતા અમિત શાહ 22000 લીડથી આગળ
9:50 AM: ભાજપને 53%, કોંગ્રેસને 26%, આપને 13% વોટ શેર
9:48 AM: રાધનપુરમાં લવિંગજી ઠાકોર આગળ, ગાંધીનગરની તમામે તમામ 5 બેઠકો પર ભાજપ આગળ. પેટલાદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કમલેશ પટેલ આગળ. સુરતની મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી 20000 મતથી આગળ
9:47 AM: સિદ્ધપુરમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર 7500 હજાર મતોની લીડથી આગળ, ખેડાની મહુધા બેઠક પરથી સંજયસિંહ આગળ
9:45 AM: BJP-145, કોંગ્રેસ-25, AAP-8, અન્ય-4 બેઠક આગળ
9:44 AM: ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજા આગળ ચાલી રહ્યા છે. ક્ષત્રિય vs ક્ષત્રિયનો જંગ જામ્યો હતો, જયરાજ સિંહ vs અનિરૂદ્ધ સિંહ જાડેજાનો જંગ હતો.
9:43 AM: વીરમગામમાં હાર્દિક પટેલ 11000 મતોથી આગળ, આ બેઠક જ્યાં હાર્દિક પટેલ નહીં ચાલે તેવા બેનરો લાગ્યા હતા તે જ લોકો વિરોધ કરી રહ્યા હતા, ત્યાં જ હાર્દિક પટેલ લીડ કરી રહ્યા છે
9:41 AM: અત્યાર સુધીના ઇતિહાસમાં ભાજપને સૌથી વધુ વોટ, ગુજરાતમાં ભાજપ ઇતિહાસ રચવા તરફ
9:39 AM: BJP-142, કોંગ્રેસ-28, AAP-7, અન્ય-5 બેઠક પર આગળ
9:37 AM: ઘાટલોડિયાથી ભુપેન્દ્ર પટેલ 23000 મતની લીડથી આગળ. રૂઝાન પ્રમાણે BJPને સ્પષ્ટ બહુમતી, કમલમમાં ઉત્સવનો માહોલ
9:35 AM: અસારવા બેઠક પરથી ભાજપના દર્શનાબેન વાઘેલા આગળ, જસદણમ��ં કુંવરજી બાવળિયા 15000ની લીડ સાથે આગળ
9:34 AM: બરવાળામાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ભાભોર આગળ, એલિસબ્રીજ પરથી અમિત શાહ આગળ
9:33 AM: રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ પર આમ આદમી પાર્ટી આગળ. ગાંધીધામ બેઠક પરથી માલતી મહેશ્વરી આગળ ચાલી રહ્યા છે, જ્યાં સૌથી ઓછું મતદાન થયું હતું
9:30 AM: રૂઝાન પ્રમાણે ભાજપને 54 ટકા વોટ ભાજપને મળી રહ્યા છે, રૂઝાનના પરિણામો જોઇ ભાજપમાં જશ્નનો માહોલ શરૂ. BJP-139, કોંગ્રેસ-35, AAP-6, અન્ય-2 આગળ
9:29 AM: ધાનેરામાં ભાજપના કેશાજી ચૌહાણ 7000 મતોથી આગળ
9:27 AM: દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત 33માંથી 29 બેઠક પર ભાજપ આગળ.
9:25 AM: જનતાનો જનાદેશ જોતા ભાજપની સરકાર બનતી દેખાય રહી છે. થરાદમાં શંકર ચૌધરી 6000 મતોથી આગળ ચાલી રહ્યા છે
9:24 AM: સુરત પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના અસલમ સાઇકલવાળા આગળ ચાલી રહ્યા છે. ડાંગમાં કોંગ્રેસના નેતા મુકેશ પટેલ આગળ. ડેડિયાપાડામાં ચૈતર વસાવા આગળ ચાલી રહ્યા છે.
9:21 AM: સૌરાષ્ટ્ર-કચ્છમાં 2017 કરતા ચિત્ર બદલાયું. 54માંથી 41 બેઠકો પર ભાજપ આગળ, ભુપેન્દ્ર પટેલ 14000 બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે
9:19 AM: BJP-139, કોંગ્રેસ-33, AAP-8, અન્ય-2 બેઠક પર આગળ
9:18 AM: આણંદના સોજીત્રાથી ભાજપના વિપુલ પટેલ આગળ, ચોટીલામાં કોંગ્રેસના ઋત્વિક મકવાણા આગળ. દરિયાપુરથી કૌશિક જૈન આગળ
9:17 AM: લીમખેડાથી આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. મોરવાહડફથી નિમિષાબેન ખૂંટ આગળ
9:15 AM: સાણંદમાં કોંગ્રેસના રમેશ પટેલ 1300 મતથી આગળ, જૂનાગઢથી માંગરોળ બેઠક પરથી ભાજપના ભગવાનજી આગળ. મણિનગરમાં ભાજપના અમૂલ આગળ. ભાવનગરથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આગળ. દાણીલીમડાથી કોંગ્રેસનો ગઢ ગણાતા શૈલેશ પરમાર પાછળ ચાલી રહ્યા છે.
9:14 AM: રાજકોટ શહેરની તમામ 4 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.
9:12 AM: અસારવા બેઠક પરથી દર્શના વાઘેલા 6000 મતથી આગળ. બોરસદથી ભાજપના રમણ સોલંકી આગળ, સિધ્ધપુરથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે આ બેઠક ઘણી ચર્ચામાં હતી. ભાજપના મોટા નેતા જયનારાયણ વ્યાસ ભાજપ છોડી કોંગ્રેસમાં આવ્યા હતા તેના કારણ આ બેઠક ખૂબ ચર્ચામાં.
9:10 AM: રાજકોટની દક્ષિણ બેઠક પરથી રમેશ તિલાળા આગળ
9:08 AM: ધારી બેઠક પરથી AAPના નેતા આગળ. સાવલીમાં કેતન ઇનામદાર બીજા રાઉન્ડમાં 3000 મતથી આગળ. વડગામથી કોંગ્રેસના જીગ્નેશ મેવાણી પાછળ. અમરેલીથી પરેશ ધાનાણી પાછળ
9:07 AM: ઘાટલોડિયા સીટ પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 5000 મતથી આગળ, પાછલી ચૂંટણીમાં તેઓ 1 લાખની જંગી લીડથી જીત્યા હતા,
9:06 AM: ઝાલોદના ભાજપના મહેશ ભૂરિયા આગળ, કોંગ્રેસના બંને નેતા મોટો જીતનો વિશ્વાસ વ્યકત કરતાં હતા તેવા લલિત વસોયા અને લલિત કગથરા પાછળ ચાલી રહ્યા છે
9:04 AM: વીરમગામમાં ભાજપના નેતા હાર્દિક પટેલ આગળ. કુંવરજી બાવળિયા જસદણથી આગળ ચાલી રહ્યા છે
9:03 AM: બોટાદના ગઢડાથી ભાજપના શંભુપ્રસાદ ટુંડિયા આગળ
9:01 AM: મોરબીના ટંકારાથી કોંગ્રેસના લલિત કગથરા પાછળ. ગાંધીનગર દક્ષિણમાં ભાજપના અલ્પેશ ઠાકોર આગળ
9:00 AM: ભાજપ-134, કોંગ્રેસ-41, આપ-3, અન્ય-2 બેઠક પર આગળ
8:58 AM: ગોધરાથી ભાજપના સી.કે.રાઉલજી આગળ, જેમને અહીં રિપીટ કરાયા હતા
8:55 AM: ધોરાજીમાં કોંગ્રેસના લલિત વસોયા આગળ
8:54 AM: નર્મદાના ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા આગળ
8:52AM: વાઘોડિયા બેઠક પરથી મધુશ્રીવાસ્તવ પાછળ. જૂનાગઢમાં માણાવદરમાં અપસેટ કોંગ્રેસના અરવિંદ લાડાણી આગળ
8:51 AM: ખંભાળિયા બેઠક પરથી આપના નેતા ઇસુદાન ગઢવી આગળ, જેતપુર-જામકંડોરાણા બેઠકથી જયેશ રાદડિયા 10,000 મતથી આગળ
8:49 AM: દાંતાના લઘુ પારઘી આગળ ચાલી રહ્યા છે. લઘુ પારઘી આ વખતે ખૂબ ચર્ચામાં રહ્યા, દારૂ વેચવાની હોય. ગેની બેનની લીડ ઓછી દેખાય છે
8:48 AM: રાજકોટ ગ્રામ્યથી વશરામ સાગઠીયા આગળ ચાલી રહ્યા છે. વીરમગામનું ચિત્ર બદલાયું છે. વિરમગામમાં આપ આગળ
8:47 AM: માણવદર, જસદણ બેઠકના રૂઝાન જોવા મળતા એક ઝાટકા સમાન છે. રાપરમાં ભાજપના વિરેન્દ્રસિંહ આગળ. AAP 5 બેઠક પર આગળ ચાલી રહી છે.
8:46 AM: મહીસાગરની ત્રણેય બેઠક પર કોંગ્રેસ આગળ. તાપીના નિઝરમાં ભાજપ આગળ.
8:44 AM: જામનગર ગ્રામ્યથી રાઘવજી પટેલ આગળ. વડોગરા સાવલીથી કેતન ઇનામદાર આગળ, કલોલથી કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા બળદેવજી પાછળ. બાયડથી ભાજપના નેતા ભીખીબેન આગળ ચાલી રહ્યા છે
8:43 AM: મહેસાણાની કુલ 7માંથી 5 બેઠક પર આગળ. ભાજપ પોતાના ગઢમાં આગળ ચાલી રહી છે. બાહુબલી નેતા દ્રારકાથી પબુભા માણેક આગળ ચાલી રહ્યા છે. અબડાસામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પ્રદ્યુમનસિંહ આગળ ચાલી રહ્યા છે
8:42 AM: જસદણ બેઠક પરથી ભાજપના કુંવરજી બાવળિયા પાછળ. આ બેઠક પર ખૂબ જૂથવાદ જોવા મળ્યો હતો જે અત્યારે દેખાઇ રહ્યો છે. શું જસદણમાં ભાજપને જૂથવાદ મળશે?
8:38 AM: કુતિયાણામાં સપાના કાંધલ જાડેજા આગળ
8:32 AM: માણસામાં ભાજપના જયંતિ પટેલ આગળ. સૌરાષ્ટ્રમાં 12 બેઠકો પર ભાજપ આગળ
8:31 AM: અરવલ્લીના બાયડથી ચિત્ર બદલાયું કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલા આગળ, પાટણમાં ભાજપના લવિંગજી ઠાકોર આગળ. સાબરકાંઠાની ઇડર બેઠક પર ભાજપના રમણલાલ વોરા આગળ
8:30 AM: બેલેટ પેપરની સાથે EVM મશીન પણ ખૂલી ગયા. ભાજપ 120, કોંગ્રેસ, 35, AAP-3 પર આગળ
8:27AM: ગાંધીનગર દક્ષિણમાં કોંગ્રેસના હિમાંશુ પટેલ આગ, પ્રાંતિજમાં ભાજપના ગજેન્દ્ર સિંહ આગળ, દહેગામમાં ભાજપના બલરામસિંહ આગળ ગાંધીનગરના માણસાથી ભાજપના જયંતિ પટેલ આગળ. કલોલમાં ભાજપના બકાજી ઠાકોર આગળ. વિસનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આગળ. કેશોદમાં ભાજપના દેવા મામલ આગળ. પાલનપુરમાં કોંગ્રેસના મહેશ પટેલ આગળ. બાયડમાં ભાજપના ભીખીબેન પરમાર આગળ
8:25 AM: સુખરામ રાઠવા આગળ, પાવીજેતપુર કોંગ્રેસના નેતા આગળ, બનાસરાંઠામાં દિયોદરમાં ભાજપના શિવા ભૂરિયા આગળ
8:24 AM: આંકલાવમાં કોંગ્રેસના નેતા આગળ, આણંદમાં ભાજપના ઉમેદવાર આગળ
8:23 AM: વડોદરામાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ખુરશી માટે બબાલ
8:21 AM: વીરમગામથી ભાજપના નેતા હાર્દિક પટેલ આગળ
8:20 AM: સુરતના ઉધનમાં મનુ પટેલ આગળ, અમદાવાદ એલિસબ્રિજ સીટ પર ભાજપના અમિત શાહ આગળ. સાબરમતી ભાજપના ઉમેદવાર હર્ષદ પટેલ આગળ.
8:19 AM: સુરતમાં માંગરોળના ગણપત વસાવા આગળ
8:18 AM: ભાવનગર પૂર્વમાં સેજલ પંડ્યા આગળ, સુરત પશ્ચિમ બેઠક પર ભાજપ આગળ, વટવા બેઠક પર ભાજપના બાબુભાઇ આગળ
8:17 AM: અમરેલીમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી આગળ, અમરેલીના રાજુલાથી કોંગ્રેસના અમરીશ ડેર આગળ
8:15 AM: કોંગ્રેસના નેતા અનંત પટેલ નવસારીથી આગળ ચાલી રહ્યા છે. દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખ આગળ. લાઠી બેઠકથી વીરજી ઠુમ્મર આગળ ચાલી રહ્યા છે
8:14 AM: સુરત મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી આગળ ચાલી રહ્યા છે
8:13 AM: કાંતિ અમૃતિયા શરૂઆતના રૂઝાનમાં આગળ ચાલી રહ્યા છે
8:12 AM: મહેસાણાથી મુકેશ પટેલ આગળ ચાલી રહ્યા છે. થરાદથી ભાજપ નેતા શંકરચૌધરી આગળ
8:11 AM: ભાજપ 15 , કોંગ્રેસ 2 અને આપ 2 સીટ પર શરૂઆતના રૂઝાનમાં આગળ ચાલી રહ્યા છે
8:10 AM: આમ આદમી પાર્ટીએ કતારગામથી ખાતુ ખોલ્યું, ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે. વરાછામાં અલ્પેશ કથીરિયા આગળ ખોલી રહ્યા છે.
8:08 AM: ભરૂચના ભાજપના રમેશ મિસ્ત્રી આગળ. માંગરોળથી ગણપત વસાવા આગળ. ઘાટલોડિયા બેઠક પરથી CM ભુપેન્દ્ર પટેલ આગળ ચાલી રહ્યા છે.
8:06 AM: ભાવનગર ગ્રામ્યથી પરષોત્તમ સોલંકી આગળ ચાલી રહ્યા છે, ભાજપના નેતા આગળ. સુરત ઉત્તર બેઠક પરથી કાંતિ બલ્લર આગળ. પોરબંદરથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા આગળ
8:05 AM: વડોદરા શહેરમાંથી મનીષાબેન આગળ ચાલી રહ્યા છે, વડોદરા શહેર બેઠક પર વકીલ મનીષાબેન આગળ
8:03 AM: કચ્છની અંજાર બેઠક પર ભાજપ આગળ. ત્રિકમ છાંગાએ ખાતું ખોલ્યું. આ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે
8:00 AM: 182 વિધાનસભા બેઠક માટે મતગણતરી શરૂ: પોસ્ટલ બેલેટ પેપર ખૂલ્યા. રાજ્યમાં 37 મતકેન્દ્રો પર મતણગતરી ચાલુ. મતગણતરી પહેલાં કોંગ્રેસ-ભાજપના નેતાઓએ કર્યો જીતનો દાવો.
7:54 AM: કોંગ્રેસના થરાદના ઉમેદવાર ગુલાબસિંહે જીતનો દાવો કરતાં કહ્યું કે થરાદની જનતા મારા માટે લડી છે
7:53 AM: બનાસકાંઠાના વાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીતનો આશીર્વાદ વ્યકત કરતાં કહ્યું કે વાવ વિધાનસભા જે લીડથી જીત્યા હતા તેનાથી પણ વધુ લીડથી અમે જીતીશું. ગત ચૂંટણી કરતાં વધુ બેઠકો મળશે.
7:50 AM: આપના સુરતની વરાછા બેઠકના આપના ઉમેદવારના અલ્પેશ કથીરિયાએ જીતનો દાવો વ્યકત કરતાં કહ્યું કે લોકશાહીમાં પરિણામનો દિવસ ઘણા-બધા અધ્યાયો લખાતા હોય છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે આજે ચાર-પાંચ વાગ્યાના સમયે ગુજરાતમાં નવા અધ્યાયની શરૂઆત થશે. એક્ઝિટ પોલ બંધ થશે અને આમ આદમી પાર્ટીની એન્ટ્રી થશે. વરાછા 25000ની લીડ સાથે અમે જીતીશું.
7:40 AM: મતદાતા પર પૂર્ણ ભરોસો છે. ખેડૂતોની અપક્ષે વર્ષોથી અમારી સાથે જોડાયેલી છે: જયેશ રાદડિયા, ભાજપ નેતા
7:30 AM: વલસાડ જિલ્લો ભાજપનો ગઢ મનાય છે ત્યારે કોંગ્રેસે આશાવાદ વ્યકત કર્યો છે કે અમે પણ અહીં જીતીશું. વલસાડ જિલ્લાના મતગણતરી કેન્દ્રો પર તમામ પ્રકારની તૈયારીઓ થઇ ગઇ છે અને આઠ વાગ્યાથી પહેલાં બેલેટ પેપરની ગણતરી અને ત્યારબાદ ઇવીએમ મશીન ખોલાશે.
7:25 AM: ભાજપના નેતા હાર્દિક પટેલે કહ્યું કે જ્યારે જુઓ ત્યારે ટાર્ગેટેબલ સ્ટેટમેન્ટ આપવું એ યોગ્ય નથી. આથી કોંગ્રેસથી લોકો દૂર જઇ રહ્યા છે. જે નેતાઓ પાસે વિઝન નથી હોતું તેઓ કયારેય સફળ થતા નથી અને દેશને આગળ લઇ જઇ શકતા નથી. જે પાર્ટીઓએ ગુજરાતની ધાર્મિક ભાવનાઓને આહટ કરવાની કોશિશ કરી છે તેઓ કયારેય સફળ થતા નથી. જ્યારે પરિણામ આવશે ત્યારે બધું નક્કી થઇ જશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
7:15 AM: રાજુલાના કોંગ્રેસના ઉમેદવાર અમરીષ ડેર એ કહ્યું કે જે વાવ્યું છે તે ઉગશે. જનતા આ વખતે પણ આશીર્વાદ આપશે તેવો આશાવાદ છે.
7:00 AM: મતગણતરી પહેલાં કોંગ્રેસના નેતા રઘુ શર્માએ કહ્યું કે તમામ એક્ઝિટ પોલના આંકડા ખોટા પડશે
6: 50 AM: રાજયમાં સવારે 8 વાગ્યે 37 કેન્દ્ર પર ગણતરી શરુ થશે. અમદાવાદમાં 3, સુરતમાં 2, આણંદમાં 2 સેન્ટર પર ગણતરી. 30 જીલ્લામાં એક-એક કેન્દ્ર પર ગણતરી. દરેક ટેબલ પર એક માઈક્રો ઓબ્ઝર્વર રહેશે. સમગ્ર પ્રક્રિયાની વિડીયો ગ્રાફી કરાશે. 8.30 વાગ્યાથી EVM અને બેલેટ સાથે ગણતરી થશે. મોબાઇલ મત ગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહી. મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા. 182 કાઉંટિંગ ઓબ્ઝર્વર, 182 ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે
6: 27 AM: 1 વાગ્યા સુધીમાં પરિણામો આવી જશે: અતુલ ગૌર
6:20 AM: અમદાવાદમાં ત્રણ જગ્યાએથી થશે મતગણતરી
6:00 AM: EVMનો પટારો ખૂલશે અને 1621 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે. 182 બેઠકો પર 1621 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો. મતગણતરીની કામગીરી સવારે 8.30 વાગ્યાથી EVM અને બેલેટ પેપરથી શરૂ થશે