17 વર્ષની ઉમરે કેદારનાથ યોગ માટે આવેલી એક રશિયન યુવતી સનાતન ધર્મથી પ્રભાવિત બનીને મોક્ષ મેળવવા માટે સાધ્વી બની છે, અને ભવનાથમાં શિવરાત્રી મેળામાં પહેલીવાર આવીને તેણીએ ધૂણો લગાવ્યો છે.
રશિયામાં જન્મેલ યુવતી 17 વર્ષની ઉમરે પોતાના યોગ ગુરુ સાથે ભારતમાં પહેલીવાર કેદારનાથ યોગ માટે આવી હતી, આજે તે યુવતી સાધ્વી બનીને અન્નપુર્ણાગીરીજી મહારાજ ગુરુ દિગંબર શિવરાજગીરીજી મહારાજ (હરિદ્વાર) નામે ઓળખાય છે, સાધ્વી બનવા પાછળના મુખ્ય કારણો વિશે જણાવ્યું કે, તે યોગ ટીચર હતી, અને તે યોગ માટે ભારત આવી ત્યારે નાનપણથી જ તેણી શિવજીથી અને યોગ સાધનાથી પ્રભાવિત હતી. અંગ્રેજીમાં માહિર યુવતી હાલ સંસ્કૃતના શ્લોક બોલે છે.
અહી આવીને તેણે હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મથી પ્રભાવિત બની હતી. અને જાણ્યું કે, સમગ્ર વિશ્વમાં ધર્મ ભલે અલગ અલગ હોય પરંતુ પરમાત્મા એક જ છે, અને તેમાય ચારેય યુગમાં સનાતન ધર્મ શ્રેષ્ઠ છે, સંસારમાં અંતે છેલ્લે મોક્ષ પ્રાપ્તિ માટેની લોકોની ઈચ્છા હોય છે. ત્યારે મોક્ષ માટે છેલ્લો મોક્ષ સનાતન ધર્મ થકી જ મળી શકે છે, જેને લઈને તેણી સાધ્વી બની આજે પહેલીવાર શિવરાત્રી મેળામાં ધૂણો લગાવ્યો છે.