ગુજરાત ટાઈટન્સે આપેલા સ્કોરને ચેઝ કરવાનું સનરાઇઝર હૈદરાબાદ માટે મુશ્કેલ બની ગયું હતું. પાવર પ્લે સુધીમાં SRH કોઈ ખાસ રન બનાવી શકી ન હતી અને ત્યારબાદ 9મી ઓવર સુધીમાં હૈદરાબાદે 7 વિકેટ ગુમાવી માત્ર 59 રન જ કરી શકી હતી. જોકે ત્યારબાદ થોડા સામે માટે હેનરિક ક્લાસેન બાજી સાંભળવા પ્રયત્ન કર્યો હતો. તેણે 64 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી મોહમ્મદ સામીએ 20 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત મોહિત શર્માએ પણ 28 રન આપી હૈદરાબાદની 4 વિકેટ ઝડપી હતી.
𝗣𝗹𝗮𝘆𝗼𝗳𝗳𝘀 𝗦𝗽𝗼𝘁 𝗦𝗲𝗮𝗹𝗲𝗱! ✅
— IndianPremierLeague (@IPL) May 15, 2023
Presenting the first team to qualify for the #TATAIPL playoffs! #GTvSRH
𝗚𝗨𝗝𝗔𝗥𝗔𝗧 𝗧𝗜𝗧𝗔𝗡𝗦 👏🏻👏🏻 pic.twitter.com/1std84Su6y
પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ રમત રમીને ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા. જોકે, એક સમયે એવું લાગતું હતું કે સ્કોર 220 સુધી પહોંચી જશે, પરંતુ હૈદરાબાદે છેલ્લી ઓવરમાં શાનદાર વાપસી કરી હતી. ભુવનેશ્વર કુમારે પાંચ વિકેટ લીધી હતી. આ સાથે જ ગુજરાત તરફથી શુભમન ગિલે 101 રન બનાવ્યા હતા. IPLમાં આ તેની પ્રથમ સદી છે.
હૈદરાબાદ સામે ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલે શાનદાર સેન્ચુરી ફટકારી છે. ગિલે 56 બોલમાં પોતાના 100 રન પૂરા કર્યા છે. જોકે, સેન્ચ્યુરી બનાવ્યા બાદ ગિલ ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને પછીના બોલે ભુવનેશ્વર કુમારના બોલે આઉટ થયો હતો. આ સાથે જ ગુજરાત ટાઈટન્સે 6 વિકેટ પણ ગુમાવી દીધી છે.
.@ShubmanGill smashed a sparkling ton against #SRH and bagged the Player of the Match award 👏🏻👏🏻@gujarat_titans clinch a 34-run win 👌🏻👌🏻
— IndianPremierLeague (@IPL) May 15, 2023
Scorecard ▶️ https://t.co/GH3aM3hyup #TATAIPL | #GTvSRH pic.twitter.com/SusoLJw4U7
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન એઈડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત ટાઇટન્સ પ્રથમ બેટિંગ કરશે. હૈદરાબાદની ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. માર્કો જેન્સન પાછો આવ્યો છે. આજે ગુજરાતની ટીમ લવંડર જર્સીમાં રમતી જોવા મળશે. GTની શરૂઆત ખરાબ રીતે થઈ છે. પહેલી ઓવરમાં જ રિદ્ધિમાન સાહાની વિકેટ ગુમાવવી પડી હતી. પાવરપ્લે ગુજરાત ટાઇટન્સના નામે હતો. 6 ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર એક વિકેટે 65 રન થયો હતો.
IPL 2023માં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત માટે સીઝનમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અત્યાર સુધીમાં ગુજરાતે 12 મેચ રમી છે અને 8માં જીત મેળવી છે. 16 પોઈન્ટ સાથે ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. તે જ સમયે, હૈદરાબાદ 12 મેચોમાં માત્ર ચાર મેચ જીતવામાં સફળ રહ્યું છે.
પિચ રિપોર્ટ
આ રોમાંચક મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમની પિચની વાત કરીએ તો અહીં રમાયેલી 24 મેચોમાં ટાર્ગેટનો પીછો કરતી ટીમ 13 વખત જીતી છે. અહીંની પિચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 164 રનની આસપાસ જોવા મળ્યો છે. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ IPLમાં અત્યાર સુધીમાં માત્ર 2 વાર સામ-સામે થઈ છે. બંને ટીમોએ 1-1 વખત મેચ જીતી છે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ પ્રથમ મુકાબલો હશે.
ટીમ
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા(ડબ્લ્યુ), સાઈ સુધરસન, હાર્દિક પંડ્યા(સી), ડેવિડ મિલર, દાસુન શનાકા, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહમદ
સનરાઈઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, અનમોલપ્રીત સિંહ, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન, એઈડન માર્કરામ, ગ્લેન ફિલિપ્સ, અબ્દુલ સમદ, ટી નટરાજન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ફઝલ્લાક ફારૂકી.