આજે IPL 2022ની 71મી મેચમાં ગુજરાતે રાજસ્થાનનને 7 વિકેટથી હરાવી દીધું છે. આ સાથે જ ગુજરાત IPLની ફાઇનલમાં પહોંચનાર પહેલી ટીમ બની ગઈ છે. કેપ્ટન હાર્દિક પંડયાએ 27 બોલમાં 40 રન કર્યા હતા. તેમજ શુભમન ગિલ અને મેથ્યુ વેડે 35 રન કર્યા હતા.
IPLની પહેલી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સે 7 વિકેટથી રાજસ્થાન રોયલ્સને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. GTને જીતવા માટે 189 રનનો ટાર્ગેટ હતો જેને ડેવિડ મિલરે છેલ્લી ઓવરમાં છગ્ગાની હેટ્રિક મારી ચેઝ કરી લીધો હતો. આ દરમિયાન હાર્દિક અને મિલર વચ્ચે 61 બોલમાં 106* રનની પાર્ટનરશિપ થઈ હતી. જ્યારે રાજસ્થાનના બોલ્ટ તથા મેક્કોયે 1-1 વિકેટ લીધી હતી.
શુભમન અને વેડની શાનદાર પાર્ટનરશિપ
પહેલી ઓવરમાં સાહા પેવેલિયન ભેગો થઈ જતા શુભમન ગિલ અને મેથ્યુ વેડે ગુજરાતની ઈનિંગ સંભાળી હતી. બંનેએ 43 બોલમાં 71 રનની શાનદાર પાર્ટનરશિપ નોંધાવી ગેમમાં પકડ બનાવી રાખી હતી. જોકે ત્યારપછી શુભમન ગિલ 21 બોલમાં 35 રન કરી રનઆઉટ થઈ ગયો હતો. મેથ્યુ વેડે શુભમનને બીજો રન લેવાની ના પાડી તેવામાં ગિલ અડધી પિચે આવી જતા રનઆઉટ થઈ ગયો હતો.
ડેવિડ મિલરની શાનદાર ઇનિંગ
ગુજરાતના ડેવિડ મિલરે 38 બોલમાં 3 ચોગ્ગા 5 છગ્ગા સાથે 68 રનની અદભૂત ઇનિંગ રમી હતી.
એક જીવંત ટીમની વિચિત્ર વાર્તા... ફાઇનલમાં પહોંચ્યા પછી, પંડ્યાએ વિજયના માથા પર બાંધી દીધી
બંને ટીમની પ્લેઈંગ 11
ગુજરાત ટાઇટન્સ - રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, મેથ્યુ વેડ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાંઈ કિશોર, અલ્ઝારી જોસેફ, મોહમ્મદ શમી, યશ દયાલ
રાજસ્થાન રોયલ્સ - જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ઓબેદ મેકકોય, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા