ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે જોવા મળતા વિચિત્ર જીવોને ‘સીડ્રેગન’ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ઘણા રંગોમાં આવે છે અને તેમના પીળા અને જાંબલી રંગછટા માટે જાણીતા છે. કેટલાય અઠવાડિયાના રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓસ્ટ્રેલિયાના દરિયાકિનારા પર ડઝનબંધ વિચિત્ર જીવો જોવા મળી રહ્યા છે. ન્યુ સાઉથ વેલ્સમાં દરિયા કિનારે મૃત માછલીઓની તસવીરો સામે આવ્યા બાદ નિષ્ણાતો ચોંકી ઉઠ્યા છે. વરસાદ પછી ક્રોનુલા, માલાબાર અને સેન્ટ્રલ કોસ્ટમાં સીડ્રેગન જોવા મળ્યા છે. આ જીવો દરિયા કિનારેથી દૂર ઊંડા પાણીમાં જોવા મળે છે.
ટેક્નોલોજી યુનિવર્સિટી સિડનીના મરીન ઈકોલોજીના પ્રોફેસર ડૉ. ડેવિડ બૂથ કહે છે કે, માછલીઓનું કિનારા પર મળવાનું કારણ ખરાબ હવામાન હોઈ શકે છે. આ સિવાય પ્રદુષણ અને મોટા મોજા પણ તેનું કારણ હોઈ શકે છે. આશ્ચર્યની વાત એ છે કે, આ જીવો મોટાભાગે માત્ર ઓસ્ટ્રેલિયન સમુદ્રમાં જ જોવા મળે છે અને તેમના ઘરથી દૂર મુસાફરી કરતા નથી.
સીડ્રેગને તેના રંગોને કારણે કરાઇ છે પસંદ
દરિયાકાંઠે આ જીવોને મળવું એ એક અસામાન્ય ઘટના છે. તે જ સમયે, સૌથી મોટી વાત એ છે કે, પુખ્ત સીડ્રેગન પણ તેના વિસ્તારથી માત્ર 50 થી 500 મીટર દૂર જાય છે. ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે જોવા મળતા આ જીવો ‘સીડ્રેગન’ તરીકે ઓળખાય છે. તેઓ ઘણા રંગોમાં આવે છે અને ઘણીવાર તેમના પીળા અને જાંબલી રંગછટાને કારણે આકર્ષે છે.
સીડ્રેગન 45 સે.મી. સુધી લાંબા હોય છે
સામાન્ય રીતે સીડ્રેગન 45 સેમી સુધી લાંબા હોઈ શકે છે. તેઓ ખડકોની નીચે છુપાયેલા રહે છે અને દરિયાઈ ઘોડાની પ્રજાતિઓ સાથે સંબંધિત છે. પહેલા બ્રિટનમાં ડાયનાસોરની શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોને મિડલેન્ડ વિસ્તારમાં 18 કરોડ વર્ષ જૂના ‘સી ડ્રેગન’નું હાડપિંજર મળ્યું હતું. આ શોધને બ્રિટનના ઈતિહાસમાં શોધાયેલ સૌથી મહાન અવશેષોમાંની એક ગણવામાં આવી હતી.