દેશ નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલો હતો તે સમયે ખુશીઓ છવાય ગઈ હતી અને સર્વત્ર અભિનંદનનો ઘોંઘાટ હતો. તે જ સમયે રાજધાની દિલ્હીના રસ્તા પર એક યુવતી બેભાન અવસ્થામાં પડી હતી. કપડા વગરના નિર્જીવ શરીર સાથે. દેશની રાજધાની દિલ્હીના રસ્તા પર એક યુવતીને કાર દ્વારા ઢસડીને મારી નાખવામાં આવી હતી. પોલીસે પાંચેય છોકરાઓને પકડી લીધા છે. બીજીબાજુ દિલ્હીના મુખ્યમત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે કંઝાવાલામાં અમારી બહેન સાથે જે થયું તે ખૂબ જ શરમજનક છે. હું આશા કરું છું કે દોષિતોને આકરામાં આકરી સજા કરશે.
હકીકતમાં, દિલ્હીના સુલ્તાનપુરીના કાંઝાવાલા વિસ્તારમાં નવા વર્ષના જોશમાં કાર સવાર યુવકોએ યુવતીની સ્કૂટીને ટક્કર મારી દીધી હતી. યુવતીને કાર સાથે ચાર કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયા. યુવકોની કાર ચાલતી રહી અને છોકરીને રસ્તા પર ઢસડતી રહી. પહેલા કપડાં ફાટી ગયા પછી ચામડી ઉતરવા લાગી.
પોલીસે બળાત્કારનો ઇનકાર કર્યો
આ અકસ્માતની જાણ થતાં સુધીમાં યુવતીનું શરીર ઘાથી ભરેલું હતું. રસ્તા પર ખેંચીને આખા શરીરની છાલ ઉતારી હતી. યુવતી નિર્જીવ બની ગઈ હતી અને શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. બીજી તરફ પોલીસ આ મામલામાં બળાત્કારની વાતને ખોટી ગણાવી રહી છે. આરોપીઓની પૂછપરછ કરીને સમગ્ર ઘટનાનો તાગ મેળવવામાં આવી રહ્યો છે.
દિલ્હી પોલીસના આઉટર ડિસ્ટ્રિક્ટ ડીસીપી હરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે (31મી રાત્રે) લગભગ 3 વાગ્યે પોલીસને કંજાવાલા વિસ્તારમાં એક પીસીઆર કોલ આવ્યો કે એક છોકરી રસ્તાની બાજુમાં નગ્ન અવસ્થામાં પડી છે, જ્યારે તેઓ ત્યાં ગયા, સ્થળ પર જઈને તપાસ શરૂ કરી. જ્યારે ગયા ત્યારે તેમને ખબર પડી કે એક 23 વર્ષની યુવતી સ્કૂટી પર તેના ઘરે પાછી જઈ રહી છે.
ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, 'પાંચ છોકરાઓ બલેનો કારમાં મુસાફરી કરી રહ્યા હતા, તેમની કારનો સ્કૂટી સાથે અકસ્માત થયો હતો, ત્યારબાદ કાર યુવતીને સુલ્તાનપુરીથી કાંઝાવાલા વિસ્તારમાં લગભગ 4 કિલોમીટર સુધી ઢસડી ગઈ હતી, જેમાં છોકરીના તમામ કપડાં ફાટી ગયા હતા. શરીરમાં ઘણી ઈજા થઈ અને પછી છોકરી મૃત્યુ પામી.
કેટલાક હેર ડ્રેસર અને કેટલાક રાશન ડીલર
છોકરી સાથે દરિંદગી કરનારા પાંચ છોકરાઓ દિલ્હીના છે. તેમાંથી કેટલાક હેર ડ્રેસર છે અને કેટલાક રાશન ડીલર છે. પોલી��ે કારમાં સવાર પાંચ લોકોને ઝડપી લીધા છે. તેમાંથી 26 વર્ષીનો દીપક ખન્નાના પુત્ર રાજેશ ખન્ના ગ્રામીણ સેવામાં ડ્રાઈવરની પોસ્ટ પર છે. આ સિવાય 25 વર્ષનો અમિત ખન્ના ઉત્તમ નગરમાં SBI કાર્ડ્સ માટે કામ કરે છે.
મૃતક યુવતીની ચાર બહેનો અને બે નાના ભાઈ
મૃતક યુવતીનો પરિવાર અમન વિહારનો રહેવાસી છે. ઘરમાં માતા અને ચાર બહેનો છે. બે નાના ભાઈઓ છે, જેમની ઉંમર 9 વર્ષ અને 13 વર્ષ છે. પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. એક બહેન પરિણીત છે. પરિવાર હાલ વાત કરી રહ્યો નથી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની માતાએ આ ઘટના અંગે ડીસીપી સાથે જ વાત કરી હતી.
આ હૃદયદ્રાવક ઘટના બાદ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને સમન્સ પાઠવ્યું હતું. સમન્સ બનતા રહે છે, કમિશન બનતા રહે છે, ટીમો બનતી રહે છે. દરેક વસ્તુ તેના સમય પ્રમાણે થાય છે. દીકરીઓ સુરક્ષિત રહે એ સિવાય... તેમણે દિલ્હીના રસ્તાઓ પર નિર્ભયતાથી ચાલવું જોઈએ... તેમના પગ ધ્રૂજવા જોઈએ નહીં., પણ અફસોસ એવું નથી.