લખનૌ સુપર જાયન્ટ્સની ઈનિંગ
ઓવર 20: ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 7 રનથી હરાવ્યું હતું. ગુજરાતે છેલ્લી ઓવરમાં સતત 4 વિકેટ લઈને મેચની દિશા બદલી નાખી હતી. ઓછા સ્કોર છતાં ગુજરાતે બોલરોના દમ પર મેચ જીતી લીધી હતી. ટીમે પહેલા બેટિંગ કરતા 135 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનૌની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 128 રન જ બનાવી શકી હતી.
ઓવર 19: લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને અંતિમ 6 બોલમાં જીતવા માટે 12 રનની જરૂર છે. ટીમ તરફથી રાહુલ 66 રન અને આયુષ બદોની 8 રન બનાવીને ક્રીઝ પર છે.
ઓવર 18: લખનૌ સુપર જાયન્ટ્સે 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 12 બોલમાં 17 રનની જરૂર છે. કેએલ રાહુલ 64 રન બનાવીને રમી રહ્યો છે. આયુષ બદોનીએ 6 રન બનાવ્યા છે.
ઓવર 17: લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને નિકોલસ પૂરનના રૂપમાં ત્રીજો મોટો ઝટકો લાગ્યો છે. પૂરન ટીમ માટે ચોથા નંબર પર બેટિંગ કરતા સાત બોલમાં એક રન બનાવીને નૂર અહેમદનો બીજો શિકાર બન્યો છે. ટીમનો સ્કોર 17 ઓવરના અંતે ત્રણ વિકેટના નુકસાન પર 110 રન છે.
ઓવર 16: લખનૌએ 16 ઓવરમાં 109 રન બનાવ્યા હતા. રાહુલ 60 રન બનાવીને રમી રહ્યો છે. નિકોલસ પૂરને 5 બોલમાં 1 રન બનાવ્યો હતો. ટીમને જીતવા માટે 24 બોલમાં 27 રનની જરૂર છે.
ઓવર 15: લખનૌ સુપર જાયન્ટ્સની બીજી વિકેટ પડી. કૃણાલ પંડ્યા 23 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. નૂર અહેમદે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. લખનૌને જીતવા માટે 33 બોલમાં 30 રનની જરૂર છે. ટીમે 15 ઓવરમાં 106 રન બનાવ્યા હતા.
ઓવર 14: લક્ષ્યનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે તેના પ્રારંભિક 100 રન પૂરા કર્યા છે. ટીમ તરફથી કેપ્ટન કેએલ રાહુલ 39 બોલમાં 52 રન અને કૃણાલ પંડ્યા 21 બોલમાં 23 રન બનાવીને રમી રહ્યા છે. ટીમે 13.1 ઓવરમાં આ આંકડો હાંસલ કર્યો છે.
ઓવર 13: કેએલ રાહુલે પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 38 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા છે. કૃણાલે 18 બોલમાં 23 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 39 રનની જરૂર છે.
ઓવર 12: લખનૌ સુપર જાયન્ટ્સે 12 ઓવરમાં 90 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 36 બોલમાં 49 રન બનાવીને રમી રહ્યો છે. કૃણાલ પંડ્યાએ 17 બોલમાં 17 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 48 બોલમાં 46 રનની જરૂર છે. કેએલ રાહુલે પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 38 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા છે. કૃણાલે 18 બોલમાં 23 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 39 રનની જરૂર છે.
ઓવર 11: કેએલ રાહુલ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. અત્યારે સુધીમાં તેણે 8 ચોગ્ગા ફટકાર્યા છે. આ ઓવરના અંત સુધીમાં ટીમનો સ્કોર 87-1 છે.
ઓવર 10: લખનૌ સુપર જાયન્ટ્સે 10 ઓવરમાં 80 રન બનાવ્યા. ટીમને જીતવા માટે 60 બોલમાં 56 રનની જરૂર છે. કેએલ રાહુલ 42 રન બનાવીને રમી રહ્યો છે. કૃણાલ પંડ્યાએ 14 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 25 રનની ભાગીદારી થઈ છે.
ઓવર 9: લખનૌ સુપર જાયન્ટ્સે 9 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા હતા. રાહુલ તેની અડધી સદીની નજીક જઈ રહ્યો છે. તેણે 26 બોલમાં 40 રન બનાવ્યા છે. કૃણાલ પંડ્યા 9 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 8: લખનઉ સુપર જાયન્ટ્સની બેટિંગ ઈનિંગ્સની આઠ ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમે આઠ ઓવરના અંતે એક વિકેટના નુકસાને 65 રન બનાવી લીધા છે. ટીમ માટે કેએલ રાહુલે 24 બોલમાં 39 રન અને કૃણાલ પંડ્યાએ પાંચ બોલમાં બે રન બનાવ્યા હતા.
ઓવર 7: લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને પહેલો ફટકો કાયલ મેયર્સના રૂપમાં લાગ્યો હતો. ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે, મેયર્સ 19 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા બાદ રાશિદ ખાન દ્વારા બોલ્ડ થયો હતો. લખનૌ સુપર જાયન્ટ્સે 7 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 55 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 31 રન બનાવીને રમી રહ્યો છે. કૃણાલ પંડ્યા હજુ ખાતું ખોલી શક્યો નથી.
ઓવર 6: લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમે પહેલા પાવરપ્લેમાં કોઈ પણ નુકસાન વિના 53 રન બનાવ્યા હતા. કેપ્ટન કેએલ રાહુલ (30) અને કાયલ માયર્સ (23) ટીમ માટે સારી લયમાં જોવા મળી રહ્યા છે.
ઓવર 5: લખનૌ સુપર જાયન્ટ્સે 5 ઓવરમાં 46 રન બનાવ્ય�� હતા. મેયર્સ 14 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. કેએલ રાહુલ 25 રન બનાવીને ક્રીઝ પર ઊભો છે. ટીમને જીતવા માટે 90 બોલમાં 90 રનની જરૂર છે.
ઓવર 4: ટાર્ગેટનો પીછો કરતા કેએલ રાહુલ અને કાઇલ મેયર્સની જોડી કરી રહી છે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ. અત્યારે ટીમનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના 30 રન.
ઓવર 3: લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે શરૂઆતની ત્રણ ઓવરમાં 20 રન બનાવી લીધા છે. કેપ્ટન કેએલ રાહુલે 11 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 14 રન અને કાયલ માયર્સે સાત બોલમાં ચોગ્ગાની મદદથી 6 રન બનાવ્યા હતા.
ઓવર 2: લખનૌ સુપર જાયન્ટ્સે 2 ઓવરમાં 6 વિકેટે 6 રન બનાવ્યા હતા. કાયલ મેયર્સ 5 રન બનાવીને રમી રહ્યો છે. કેએલ રાહુલ 1 રન બનાવીને ક્રીઝ પર હાજર છે.
ઓવર 1: ગુજરાત ટાઇટન્સ ટીમ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પહેલી ઓવર ફેંકી હતી. શમીની આ ઓવરમાં વિરોધી બેટ્સમેનો એક પણ રન બનાવી શક્યા ન હતા. લખનૌનો સ્કોર પહેલી ઓવરના અંત પછી કોઈપણ નુકસાન વિના શૂન્ય છે.
ગુજરાત ટાઇટન્સની ઈનિંગ
ઓવર 20: હાર્દિક પંડ્યા 50 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. માર્કસ સ્ટોઇનિસે તેને પેવેલિયનમાં મોકલ્યો હતો. પંડ્યાએ આ ઇનિંગમાં 4 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. છેલ્લી ઓવરના છેલ્લા બોલમાં ડેવિડ મિલરના રૂપમાં ટીમને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. ટીમ માટે છઠ્ઠા સ્થાને બેટિંગ કરી રહેલો મિલર 12 બોલમાં 6 રન બનાવીને માર્કસ સ્ટોઈનિસનો શિકાર બન્યો છે. ગુજરાત ટાઇટન્સની ટીમે નિર્ધારિત ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. ટીમ માટે ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા કેપ્ટન હાર્દિક પંડ્યાએ 50 બોલમાં 66 રનની સૌથી વધુ અડધી સદીની ઇનિંગ રમી હતી. આ મેચ જીતવા માટે લખનૌને નિર્ધારિત ઓવરોમાં 136 રન બનાવવા પડશે.
ઓવર 19: ગુજરાત ટાઇટન્સે 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. ડેવિડ મિલર 5 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ 48 બોલમાં 60 રન બનાવ્યા છે.
ઓવર 18: હાર્દિક પંડ્યાએ અચાનક ગિયર ચેન્જ કર્યો છે. અત્યાર સુધી તે ધીમો રમી રહ્યો હતો. પરંતુ હવે ફાસ્ટ બેટિંગ શરૂ કરી દીધી છે. પંડ્યાએ પોતાની અડધી સદી પણ પૂરી કરી લીધી છે. તે 46 બોલમાં 58 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 સિક્સ અને 2 ફોર ફટકારી છે. ગુજરાતે 18 ઓવરમાં 121 રન બનાવ્યા છે.
હાર્દિક પંડ્યાએ તેની IPL કારકિર્દીની 9મી અડધી સદી ફટકારી
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ લખનૌમાં તેની IPL કારકિર્દીની નવમી અડધી સદી પૂરી કરી છે. હાલમાં તે પોતાની ટીમ માટે 45 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 57 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 17: ગુજરાત ટાઇટન્સનો સ્કોર 100 રનને પાર થયો. ટીમે 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 102 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 40 રન બનાવ્યા છે. જ્યારે ડેવિડ મિલર 2 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 16: ગુજરાત ટાઇટન્સે 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 97 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 36 રન બનાવીને રમી રહ્યો છે. ડેવિડ મિલરે 1 રન બનાવ્યો હતો.
ઓવર 15: ગુજરાત ટાઇટન્સ ટીમને વિજય શંકરના રૂપમાં ચોથો મોટો ફટકો લાગ્યો છે. ટીમ માટે પાંચમા નંબરે બેટિંગ કરી રહેલો શંકરે 12 બોલમાં 10 રન બનાવીને નવીન-ઉલ-હકના હાથે બોલ્ડ થયો હતો. ટીમનો સ્કોર 15 ઓવરના અંતે ચાર વિકેટના નુકસાન પર 92 રન છે.
ઓવર 14: ગુજરાત ટાઇટન્સે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 31 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યો છે. વિજય શંકરે 9 બોલમાં 9 રન બનાવ્યા છે. લખનૌ તરફથી કૃણાલ પંડ્યાએ 2 વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રાએ એક વિકેટ લીધી હતી.
ઓવર 13: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનું બેટ લખનૌ સુપર જાયન્ટ્સ સામે સંપૂર્ણ રીતે શાંત થઈ રહ્યું છે. તેણે પોતાની ટીમ માટે કુલ 29 બોલનો સામનો કર્યો છે. આ દરમિયાન તેના બેટમાંથી એક ફોર અને એક સિક્સરની મદદથી 28 રન નીકળી ગયા છે.
ઓવર 12: ગુજરાત ટાઇટન્સ ટીમને ત્રીજો મોટો ફટકો અભિનવ મનોહરના રૂપમાં લાગ્યો છે. ચોથા નંબર પર બેટિંગ કરી રહેલો મનોહર પાંચ બોલમાં ત્રણ રન બનાવીને અમિત મિશ્રાનો શિકાર બન્યો છે. ટીમનો સ્કોર 12 ઓવરના અંતે ત્રણ વિકેટના નુકસાન પર 78 રન છે.
ઓવર 11: ગુજરાત ટાઇટન્સની બીજી વિકેટ પડી. રિદ્ધિમાન સાહા 37 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. તે અડધી સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો. સાહાએ 6 ચોગ્ગા ફટકાર્યા હતા. કૃણાલ પંડ્યાએ તેને શિકાર બનાવ્યો હતો. ગુજરાતે 11 ઓવરમાં 75 રન બનાવ્યા હતા.
ઓવર 10: ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સ ટીમે પહેલી 10 ઓવરમાં એક વિકેટના નુકસાને 71 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહા અને કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમ માટે જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યા છે. સાહાએ 36 બોલનો સામનો કરીને 47 રન બનાવ્યા છે. જ્યારે પંડ્યાએ 22 બોલમાં 24 રન બનાવ્યા છે.
ઓવર 9: ગુજરાત ટાઇટન્સે 9 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 65 રન બનાવ્યા હતા. સાહા 32 બોલમાં 43 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ 20 બોલમાં 22 રન બનાવ્યા છે. હાર્દિક અને સાહા વચ્ચે 61 રનની ભાગીદારી છે.
ઓવર 8: ગુજરાત ટાઇટન્સનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. ટીમે 8 ઓવરમાં 51 રન બનાવ્યા હતા. સાહા 30 બોલમાં 41 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 16 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 48 રનની ભાગીદારી થઈ છે.
ઓવર 7: ગુજરાત ટ���ઇટન્સે 7 ઓવરમાં 44 રન બનાવ્યા હતા. સાહા 37 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ 7 રન બનાવ્યા છે. લખનૌ તરફથી કૃણાલ પંડ્યાએ 3 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ લીધી હતી. ટીમનો અન્ય કોઈ બોલર વિકેટ મેળવી શક્યો નથી.
ઓવર 6: ગુજરાત ટાઇટન્સની બેટિંગ ઇનિંગ્સનો પહેલો પાવરપ્લે પૂરો થઇ ગયો છે. પહેલા પાવરપ્લે સમાપ્ત થયા બાદ ટીમે એક વિકેટના નુકસાને 40 રન બનાવી લીધા છે. વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (34) ટીમ માટે સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. સાથે જ કેપ્ટન પંડ્યા 6 રન બનાવીને તેને સારો સાથ આપી રહ્યો છે.
ઓવર 5: ગુજરાત ટાઇટન્સે 5 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 29 રન બનાવ્યા હતા. સાહા 19 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 4 રન બનાવીને ક્રીઝ પર હાજર છે.
ઓવર 4: ગુજરાત ટાઇટન્સે 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 20 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહા 15 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 7 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 3: ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત કંઇ ખાસ રહી ન હતી. સ્થિતિ એવી છે કે ટીમે પહેલી ત્રણ ઓવરમાં એક વિકેટના નુકસાન પર માત્ર 13 રન જ બનાવી લીધા છે. હાલમાં ટીમ માટે રિદ્ધિમાન સાહા (09) અને કેપ્ટન હાર્દિક પંડ્યા (04) ક્રીઝ પર હાજર છે.
ઓવર 2: ગુજરાત ટાઇટન્સે 2 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 5 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહા 7 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ 3 બોલમાં 1 રન બનાવ્યો છે. લખનૌ તરફથી કૃણાલ પંડ્યાએ 1 ઓવરમાં 1 રન આપીને 1 વિકેટ લીધી હતી.
ઓવર 1: ગુજરાત ટાઇટન્સે પહેલી ઓવરમાં 4 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન 6 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે. શુભમન ગિલ હજુ ખાતું ખોલી શક્યો નથી.
ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યો
ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત ટાઇટન્સની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. અલઝારી જોસેફ આ મેચ રમી રહ્યો નથી. તેના સ્થાને નૂર અહેમદને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
લખનૌ પાસે ટોચ પર પહોંચવાની તક
જો લખનૌ આજની મેચમાં ગુજરાતને હરાવવામાં સફળ થશે તો તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી જશે. આટલું જ નહીં આ જીત સાથે લખનૌ પ્લેઓફમાં રમવાની શક્યતાઓ પણ વધી જશે. ત્યાર બાદ પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની 7 મેચોમાંથી લખનૌને માત્ર ત્રણ મેચ જીતવી પડશે.
બે ભાઈઓ વચ્ચે ટક્કર
લખનૌ અને ગુજરાત વચ્ચેની મેચને બે ભાઈઓ વચ્ચેની ટક્કર તરીકે પણ જોઈ શકાય છે. હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા લખનૌનો ભાગ છે. ગત સિઝનમાં હાર્દિક પંડ્યાએ કૃણાલ તરફથી 13 બોલનો સામનો કર્યો હતો અને તે માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. એટલું જ નહીં, કૃણાલ એક વખત હાર્દિકને આઉટ કરવામાં સફળ રહ્યો હતો.
બંને ટીમોના પ્લેઇંગ-11
લખનૌ સુપર જાયન્ટ્સ - કેએલ રાહુલ (કપ્તાન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદોની, નવીન-ઉલ-હક, અમિત મિશ્રા, અવેશ ખાન, રવિ બિશ્નોઈ
ઈમ્પેક્ટ પ્લેયર: જયદેવ ઉનડકટ, કૃષ્ણપ્પા ગૌતમ, ડેનિયલ સેમ્સ, પ્રેરક માંકડ, કરણ શર્મા
ગુજરાત ટાઇટન્સ - રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કપ્તાન), વિજય શંકર, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહમદ, મોહિત શર્મા.
ઈમ્પેક્ટ પ્લેયર: જોશુઆ લિટિલ, શિવમ માવી, જયંત યાદવ, શ્રીકર ભરત, સાઈ કિશોર