બ્લાસ્ટ કેસના આરોપીઓએ સાબરમતી જેલમાંથી નાસી જવા માટે 213 ફૂટની સુંરગ ખોદી હતી. સુંરગના ઘટનાની જાણ થતા જેલનું તંત્ર સફાળું જાગ્યુ હતુ. જેમાં પોલીસે બ્લાસ્ટના 24 આરોપીઓ સામે નવા વધારાના ગુના નોંધાયેલા. જ્યારે જેલના તત્કાલિન સુપરિટેન્ડન્ટ અને ડેપ્યુટી સુપરિટેન્ડન્ડન્ટ સહિત જેલના જ ચાર કર્મચારી-અધિકારીઓની સંડોવણી હોવાથી તેમની સામે ય ગુના નોંધાયા હતા.
જો કે, તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. બીજી તરફ આરોપીઓ તરફથી સુંરગકાંડમાં લગાડવામાં આવેલી કલમો ખોટી હોવાથી સેશન્સ કોર્ટે ગંભીર કલમો રદ કરીને કેસ પરત મેટ્રોપોલીટન કોર્ટમાં મોકલી આપ્યો હતો. ત્યારે સરકારપક્ષે આરોપીઓ સામે મહત્વની કલમો લગાવવા માટે મામલો ગુજરાત હાઈકોર્ટમાં ગયો છે. સાબરમતી જેલમાં રહેલા આંતકવાદી સૈફે જેલમાંથી સાજીદ બેડાને મોકલેલ પત્રમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, સુંરગ ખોદવા પાછળ એક લાખનો ખર્ચ થયો હોવાનું યાસીન ભટ્ટકલની કબુલાતથી થયો હતો. આ ઉપરાંત જેલના કેદીઓમાંથી એવી માહિતી આપવામાં આવી હતી કે, સત્તાવાળાઓ થોડાક કડક બન્યા છે. આ વખતે આંતકવાદી હડ્ડાએ એવી સલાહ આપી હતી કે, સાબરમતી જેલ ઉપર ફિદાઈન હુમલો કરવો જોઈએ કારણ કે, જેલ સત્તાવાળાઓ આવા કોઈ હુમલા માટે સજ્જ નથી.
આતંકીના પત્રો પાકિસ્તાન પહોંચી ગયા હતા
પહેલાં આરોપીઓને જેલમાં રાખવામાં આવ્યા ત્યારે તેઓ જુદી જુદી જગ્યાએ પત્રો લખતા હતા અને ઉર્દુ ભાષાનો ઉપયોગ કરતા હતા. એક તબક્કે આતંકીઓએ લખેલા પત્રો પાકિસ્તાન પહોંચી ગયા હતા. આ અંગે કેન્દ્રીય સુરક્ષા એજન્સીનું ધ્યાન ગયું હતું. જેથી આ મામલે સુચના આપવામાં આવી હતી. ત્યારબાદ આતંકી કોઇ પણ પત્ર લખે અથવા તેનો કોઇ પણ પત્ર આવે તો તેને ગુજરાત યુનિવર્સિટી ભાષા ભવનમાં મોકલવામાં આવતા હતા. ત્યાં તેનું ટ્રાન્સલેશન થયા બાદ જે પત્રો પોસ્ટ થતા અથવા તેમને વાંચવા આપવામાં આવતા હતા.
સાબરમતી જેલમાં બે વાર આરોપીઓએ રમખાણ મચાવેલું
બ્લાસ્ટ કેસના આરોપીઓ માથાભારે હતા. તેથી તેઓ અવારનવાર જેલ અધિકારીઓ સામે આક્ષેપો કરતા હતા. જેલમાં જ આતંકવાદીઓએ બે વાર મારામારી કરી હતી. જેથી રાયોટીંગનો ગુનો રાણીપ પોલીસ મથકમાં નોંધાયો હતો. આ બન્ને ગુના હજુ પડતર છે, જેમાં સંખ્યાબંધ આતંકીઓ આરોપી છે.
બે ખૂંખાર ત્રાસવાદીઓ હડ્ડી-મીરઝા વચ્ચે જેલ-બ્રેક મુદ્દે એકબીજાને ઈમેલ થયા હતા
આંતકવાદી અસ્દુલ્લાહ અખ્તર ઉર્ફે હડ્ડી અને શાહનવાઝ મીરઝા સાથે ઈમેલ પર થયેલી આપલેમાં અમદાવાદની સાબરમતી જેલમાં રહેલા આઈએમના આંતકવાદીઓને જેલમાંથી કેવી રીતે બહાર કાઢવા તેની ચર્ચા કરતા હતા. અફઘાનિસ્તાન અથવા પાકિસ્તાનથી આવનાર ફિદાઈનને કલકતા પાસેની આવારૂ જગ્યાએ ટ્રેનિંગનું ની કરાયું હતું. આઈએએમના ભારતના વડા યાસીન ભટકલ પકડાઈ જતા સાબરમતી જેલ પર ફિદાઈન હુમલો કરવાનો પ્લાન પડતો મુકવામાં આવ્યો હતો.
શું વાતચીત થઈ હતી?
હડ્ડી : સાબરમતી જેલ સૌથી સરળ ટાર્ગેટ ગણાવતા કહ્યું હતું કે, યાર મૈને સોચા થા કી વો પત્રર ફાડકે આગે કા કુછ કામ કરને કા (જેલ પર ત્રાટકવાનું કામ) સોંચા થા ડેપો (ફિદાઈન) લગાના હૈ તો ઉસે અચ્છી જગહ (ગુજરાત) ક્યાં હોગી.
મીરઝા : યાર ઔર બન્દ (બંદૂક) ભી હોની ચાહિએ સબકે પાસ
હડ્ડી : આ સાહસિક કામ માટે પાંચ બહાદુર ફિદાઈનની જરૂર શસ્ત્રો સાથે. જેલની અંદરની કેટલીક માહિતી પણ જોઈશે. ત્યારબાદ જ તેઓ હુમલાને અમલમાં મુકી શકશે.
મીરઝા : આ ફિદાઈન હુમલો આપણા ભાઈઓને ટેક્નીકથી છોડાવી શકાય તેવો હોવો જોઈએ.
મીરઝા : હુમલા અંગે શસ્ત્રો અને વિસ્ફેટક સામગ્રી માટે યુરીયા અને પોટાશની સ્થાનિક બજાર એટલે ભારતમાંથી ખરીદવા કહ્યું હતું.
હડ્ડી : હુમલા માટે સામગ્રી પુરી પાડશે. એક વખત તમામ તૈયારી પુરી થાય પછી જ હુમલો થઈ શકશે. મીરઝા : ડીપોઝીટ હોની કા માગતા હૈ (કોઈપણ ફિદાઈન હુમલો ભારતમાં થવો જોઈએ)
હડ્ડી : હા સબકુછ હો જાયે તો ઉસકા બનતા હૈ (વિસ્ફોટક સામગ્રી મળે બાદ હુમલાનો પ્લાન બને).