ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં હાલ વાવાઝોડાની ઝડપ 5 કિમી પ્રતિ કલાકની છે. તથા વાવાઝોડુ દરિયાઈ સીમામાં ગુજરાત કોસ્ટની નજીક આવ્યું છે. હાલ વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે.
વાવાઝોડુ આવતીકાલે લેન્ડફોલ કરે તેવી શક્યતા
વાવાઝોડુ આવતીકાલે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 350 કિમી દૂર છે. તથા દ્વારકાથી 300 કિમી દૂર તેમજ બિપોરજોય વાવાઝોડુ જખૌથી માત્ર 290 કિમી દૂર છે. સાથે જ નલિયાથી 310 કિમી દૂર છે. તેમજ પાકિસ્તાનના કરાંચીથી વાવાઝોડુ 370 કિમી દૂર છે. વાવાઝોડુ બિપોરજોય અરબી સમુદ્રમાં આગળ વધ્યું છે. તથા વાવાઝોડુ સતત ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે.
ગઈકાલ રાત કરતા વાવાઝોડુ જખૌ પોર્ટથી 20 કિમી નજીક પહોંચ્યુ છે.
- વાવાઝોડુ જખૌથી માત્ર 290 કિમી દૂર
- દેવભૂમિ દ્વારકાથી 300 કિમી દૂર
- કચ્છના નલિયાથી 310 કિમી દૂર
- સૌરાષ્ટ્રના પોરબંદરથી 350 કિમી દૂર
- પાકિસ્તાનના કરાચીથી 370 કિમી દૂર