કોટેશ્વર ગામના લોકોએ સરકારને આપેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, ત્રણ સર્વે નંબરોની રૂ.1900 કરોડની 221 વીઘા નદીની,ખરાબાની જમીનો ટ્રસ્ટના ખાનગી ખાતામાં આવી ગયા બાદ કોટેશ્વર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની દાનત વધુ બગડી છે. હાઈકોર્ટના ઓગષ્ટ 2018માં આવેલા ચૂકાદાનો આધાર લઈને નદી પટની રૂ. 2700 કરોડની કીંમતની વધુ 314 વીઘા જમીન પણ ટ્રસ્ટના નામ પર ચઢાવી દેવાઈ છે. આ તમામ જમીનો ઘણા વર્ષોથી રેકર્ડમાં બિન નંબરી, પોત-ખરાબાની, નદી પટની વહેણની છે. તેમજ વાંધાકોતર અને વરસાદી પાણીના વહેણવાળી,ખાડા ટેકરાવાળી છે.
આ જમીનો લેન્ડ રેકર્ડ ખાતાએ માપણી કરીને કોઈ નંબર આપ્યો નથી.પરંતુ મામલતદારે પોતાની સત્તા નહી હોવા છત્તા નવો સર્વે નંબર 247 ઉભો કરીને રેકર્ડમાં માન્યતા આપી દેવા માટેના જરૂરી હુકમો કરી દીધા છે. તેમજ રેકર્ડમાં એન્ટ્રી નંબર પણ પાડી દીધા છે. નવા સર્વે નંબરમાં 74-54-57 એટલે કે 184 એકર જમીનને ટ્રસ્ટમા ચઢાવી દેવાઈ છે.
ટ્રસ્ટના નામે આ બિનનંબરી જમીન ચઢાવી દેવાના કૌભાંડમાં કેટલાક અધિકારીઓ પણ ભળેલા હોવાનો આક્ષેપ ગામલોકો કરી રહ્યાં છે. જમીનના આ કૌભાંડ પાછળ ગુજરાતના એક વગદાર ઉધોગપતિનો પુરતો સપોર્ટ છે.
બે તબક્કામાં 4500 કરોડથી વધુની જમીન એક જ ટ્રસ્ટને પધરાવાઈ
ગામલોકોની ફરિયાદ મુજબ, પ્રથમ તબક્કામાં ત્રણ સર્વે નંબરની અંદાજે રૂ.1900 કરોડની 221 વીઘા અને બીજા તબક્કામાં નવો સર્વે નંબર 247 ઉભો કરીને રૂ. 2700 કરોડની 314 વીઘા એમ બન્ને તબક્કામા કુલ રૂ. 4600 કરોડથી વધુની 535 વીઘા જમીન કોટેશ્વર મંદિર ટ્રસ્ટના નામે થઈ ગઈ છે. ટ્રસ્ટના વહવટકર્તાઓએ કોર્ટ અને સરકારની આંખમાં ધૂળ નાખીને ભૂમાફિયા જેવુ જમીનનુ મોટું કૌભાંડ કર્યુ છે. આૃર્યની વાત એ છે કે, તમામ પુરાવાઓ છત્તા સરકારી તંત્ર સદંતર મૌન રહ્યું છે. એટલુ જ નહીં, કોઈની સૂચનાથી મનઘડત અહેવાલો અપાયા છે.
ઉપજાવી કાઢેલા સર્વે નં.247 સામે ગામલોકોએ અપીલ દાખલ કરાવી
કોટેશ્વરના ગામલોકો દ્રારા મહેસુલ વિભાગ,જમીન સુધારણા કમિશનર,ગાંધીનગરના કલેક્ટરન તેમજ ડીસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડને 13મી ઓક્ટોબર,2021ના રોજ તમામ પુરાવાઓ સાથેની અરજી અપાઈ છે.રેવન્યુ રેકર્ડમાં ખોટી રીતે પડેલી એન્ટ્રી તેમજ તેમાં દર્શાવેલા મામલતદારના હુકમો સામે એકબાજુ રીવ્યુ કરવાના કાગળો કર્યા બાદ પણ કોઈ રીવ્યુ કે રીવીઝન કાર્યવાહી થઈ નથી.જેને પગલે ગોમલોકોએ જ આ ઉપજાવી કાઢેલા સર્વે નં.247ની સામે પ્રાંત અધિકારી સમક્ષ અપીલો દાખલ કરાવી છે. જે હોલમાં સુનાવણી હેઠળ છે.
1969ના કાયદાને સુપ્રીમ કોર્ટે બંધારણીય ઠેરવ્યો હોવાથી HCનો ચુકાદો ગેરકાયદે
ગામલોકોએ સરકાર સમક્ષ કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં 1969માં દેવસ્થાન ઈનામ નાબૂદી કાયદો ઘડાયો હતો. જેનો અમલ 15 નવેમ્બર 1969થી થયો છે. આ કાયદો ગેરબંધારણીય હોવાનો મુદ્દો ઉઠાવીને કેટલાક દેવસ્થાન ટ્રસ્ટોએ હાઈકોર્ટ સમક્ષ દાદ માગી હતી.પરંતુ હાઈકોર્ટે આ ટ્રસ્ટોની પીટિશન 1970માં જ નામંજૂર કરી હતી.જેની સામે સુપ્રિમમાં અપીલ કરાઈ હતી.1974માં દેશની સર્વેચ્ચ અદાલતે પણ ઈનામદારો-ટ્રસ્ટોની અપીલ નામંજૂર કરી હતી. ગુજરાત સરકારે 1977માં કાયદામાં સુધારો બહાર પાડતા તેની સામે પણ કેટલાક ટ્રસ્ટોએ ફરીથી હાઈકોર્ટમાં રીટ કરી હતી. જેમાં 2001 ફેબ્રુઆરીમાં હાઈકોર્ટેની લાર્જર બેન્ચે વિસ્તૃત ચૂકાદો આપ્યો હતો.કાયદામાં કરાયેલો સુધારો પણ બંધારણીય હોવાની જાહેરાત હાઈકોર્ટે કરી હતી.જેની સામે ટ્રસ્ટોએ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરતા તેને પણ કાઢી નાખવામાં આવી હતી.આમ આ કાયદો સંપૂર્ણ બંધારણીય હોવાનુ સુપ્રિમ કોર્ટે પણ ફરીથી જાહેર કર્યુ હતુ.આથી 2018મા ગુજરાત હાઈકોર્ટે જે ચૂકાદો આપ્યો છે તે કાયદેસરનો ન હોવાથી આ ચૂકાદો રદ થવાને પાત્ર હોવાનુ ગ્રાજજનો જણાવી રહ્યાં છે.આ હુકમો અને કાયદાની જોગવાઈઓ તમામ દેવસ્થાનો અને ઈનામદા��ોને તેમજ સરકારને બંધનકર્તા છે.