સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9.30 કલાકે ગ્લોબલ પાટીદાર સમીટનો આરંભ થયો છે. તેમાં PM મોદીએ સમીટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે. તેમજ સંબોધન પણ આપ્યું છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં છે. સમીટ માટે અત્યાર સુધી 2 લાખ મુલાકાતીઓનું રજીસ્ટ્રેશન થયુ છે.
PM મોદીએ પાટીદાર બિઝનેસ સમીટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું PM મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું છે. તેમાં પાટીદાર સમિટમાં 2 લાખ વેપારીઓ અને વિઝિટર્સ આવ્યા છે. પાટીદાર સમિટમાં ત્રણ દિવસની લાખો યુવાનો વિઝિટ કરશે. તથા 2026 સુધીમાં 10 હજાર ઉદ્યોગસાહિક તૈયાર કરવાનો ઉદ્દેશ્ય છે. જેમાં ગ્લોબલ પાટીદાર સમિટમાં PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું છે કે વિકસિત શહેરોમાં વિકસતું શહેર એટલે સુરત શહેર. આપણે આત્મવિશ્વાસને મજબૂત રાખવો જોઈએ. તમામની ભાગીદાર હશે તો વિકાસ થશે. સામાન્ય પરિવારનો યુવાન સાહસિક બને તેવું વાતાવરણ જરૂરી છે.
સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટનું આયોજન કરાયું
તેમજ મુદ્રા યોજના તમામને લાભ આપી રહી છે. તમામ ના સપના સહકાર થઈ રહ્યા છે. તથા દરેક વેપારનું દેશમાં યોગદાન છે. MSME સેકટર ઝડપથી વધી રહ્યું છે. માત્ર જમીનો લેવી અને વહેંચવીએ જ એક કામ નથી. એક સૂચન છે કે 10 થી 15 લોકોનું ગ્રૂપ બનાવો તથા ગ્રુપમાં અનુભવી લોકો અને નવા વિચારધારા રાખતા લોકો એડ કરો.