ભારતીય વાયુસેનાના MI-17V5 હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જે બાદ વારંવાર થતી દુર્ઘટનાઓ માટે જવાબદાર કોણ છે અને આવી ઘટનાઓથી આપણે શું શીખ લેવી જોઈએ આ પ્રશ્નો થવા સ્વાભાવિક છે.
શા માટે થયું હેલિકોપ્ટર ક્રેશ?
બુધવારે કુન્નુરમાં થયેલ હેલિકોપ્ટર ક્રેશમાં 14 લોકોના મોત થયા હતા. આ પ્રકારની દુર્ઘટનાઓના ફોટોગ્રાફ્સ અને વીડિયો મળ્યા છે. જેમાં જંગલ વિસ્તારનું વાતાવરણ ખૂબ જ ખરાબ જણાતું હતું. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે અહીં હળવો વરસાદ અને ભેજ પણ વધુ રહેશે. ઉડાન ભરવાલાયક સાનુકૂળ વાતાવરણ નહીં હોવા છતાં હેલિકોપ્ટરે કોના કહેવાથી ઉડાન ભરી એ મોટો સવાલ છે. શું પાયલોટ પર ટેક-ઓફ માટે દબાણ કરવામાં આવ્યું હતું?
અગાઉ પણ બની છે આવી દુર્ઘટના
આ પહેલા પણ અનેકવાર હેલિકોપ્ટર ક્રેશની ઘટના બની ચુકી છે. સપ્ટેમ્બર 2009માં આંધ્રપ્રદેશના ત્યારના મુખ્યમંત્રી વાય. એસ. રાજશેખરનું હેલિકોપ્ટર કર્નૂલની નજીક ક્રેશ થયું હતું. ત્યારે પણ હવામાન ખરાબ હતું છતાં ઉડાન માટે પાયલોટ પર દબાણ કરવામાં આવ્યું હતું. જેની સીબીઆઈ તપાસ પણ થઇ હતી. એ સિવાય 30 સપ્ટેમ્બર 2001ના રોજ પૂર્વ સિવિલ એવિએશન મિનિસ્ટર માધવરાવ સિંધિયા, 3 માર્ચ 2002ના રોજ લોકસભા અધ્યક્ષ બાલયોગી અને એપ્રિલ 2011માં અરુણાચલના પૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડુનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
શું પાયલોટ પર ઉડાન ભરવાનું કરાઈ છે દબાણ?
મોટા નેતોઓથી લઇ VVIPઓ આવી રીતે હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે. આ હેલિકોપ્ટર ચલાવનાર પાયલોટ અનુકુળ વાતાવરણ અને હેલિકોપ્ટરની સ્થિતિને સમજી પરિવહન કરતા હોય છે. એવામાં વિપરીત પરિસ્થિતિમાં પણ VVIPઓ દ્વારા ઉડાન ભરવા પાયલોટને મજબુર કરવામાં આવતા હોય એવું પણ શક્ય છે. તો શું આવું જ કંઇક CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં બન્યું હોઈ શકે?
કુન્નુરનું વાતાવરણ અને પરીસ્થિતિ શું હતી?
કુન્નુરમાં બુધવારે વાતાવરણ ખરાબ હતું. હવામાન વિભાગે હળવો વરસાદ અને વધુ ભેજ રહેવાની આગાહી કરી હતી. દુર્ઘટના સમયે વરસાદ પડી રહ્યો હતો અને વિઝિબિલિટી પણ ઓછી હતી. એવામાં ઉડાન ભરવું જોખમી હોવા છતાં હેલિકોપ્ટરે ઉડાન ભરી અને ક્રેશ થયું હતું.