બનાસકાંઠા જિલ્લાની પાકિસ્તાન સરહદે બબ્બે વખત જીત મેળવી અને પાકિસ્તાનના થરપારકર અને નગરપારકર પર તિરંગો લહેરાવી અને ભારતીય સેનાએ પોતાની શક્તિનો પરિચય આપી દીધો હતો. તે સમયે ખુલ્લા રણ અને દલદલ વચ્ચે પણ સેનાએ પાકિસ્તાનને ધુળ ચાટતુ કર્યુ હતુ. જ્યાં હવે ભારત સરકારના સંરક્ષણ વિભાગ દ્વારા બી.એસ.એફને આધુનિક શસ્ત્ર સરંજામ અને આધુનિક ઉપકરણો દ્વારા બોર્ડર સિલ કરી દેવાઈ છે. જ્યાં હવે ઘુસણખોરો માટે મોતને ભેટવા બરોબર છે.
ઠંડી, ગરમી અને ચોમાસા દરમ્યાન પણ સતત પેટ્રોલિંગ
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ નજીક આવેલ ભારત – પાકિસ્તાન બોર્ડર પર ભારત સરકારના બોર્ડર સિક્યુરીટી ફોર્સ ની આધુનિક શસ્ત્રો સાથે અને આધુનિક ઉપકરણોની મદદથી આખાય બોર્ડર વિસ્તારમાં ઘુસણખોરીને નેસ્તનાબુદ કરવામાં આવી છે.અને જે લોકોએ પ્રયત્ન કર્યો છે. તેમને ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી છે.આમ સુઈગામ નજીક ઝીરો બોર્ડર તરીકે ઓળખાતા સરહદીય વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને આધુનિક કેમેરાની મદદથી વોચ રાખવામાં આવ છે. ત્યારે રાત દિવસ ફરજ બજાવતાં જવાનો રણકાંઠા વચ્ચે ઠંડી, ગરમી અને ચોમાસા દરમ્યાન પણ સતત પેટ્રોલિંગ કરે છે.
દુશ્મન દેશના સભ્યને ભારત સામે આંખ ઉંચી કરવાનીય તાકાત નથી
અગાઉ આ બોર્ડર પર ધુળની ડમરીઓ ઉડતી હતી અને પીવાના પાણીની મુશ્કેલી હતી.અને કેમ્પમાં ખુલ્લા આકાશ નીચે પહેરો ભરતા હતાં.એક બોટલ પાણી મળતુ અને રાત વિતાવવી પડતી હતી.વળી રાત્રીના સુમારે રણમાં ફરતાં વિંછીથી સાવચેત રહેવુ પડતુ અંધકાર વચ્ચે પણ તેમની ચકોર આંખો દુશ્મન દેશમાંથી આવતાં ઘુસણખોરોને જરાય તક આપતાં નહતાં. આવી કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ દેશના જવાનોએ દેશની સુરક્ષામાં ચુક નથી કરી. ત્યારે આજે પણ બી.એસ.એફ.ના જવાનો બોર્ડર પર સુરક્ષા કાજે સતત જહેમત ઉઠાવી રહ્યા છે. અને સરકારના સંરક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ આધુનિક શસ્ત્ર સરંજામ અને ઉપકરણો ને કારણે દુશ્મન દેશના સભ્યને ભારત સામે આંખ ઉંચી કરવાનીય તાકાત નથી રહી.
૧૯૭૧માં ભારતે પાકિસ્તાનનુ થરપારકર અને નગરપારકર પર કબ્જો મેળવ્યો
ભારત પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં યુધ્ધ થયુ ત્યારે ભારતે પાકિસ્તાનની સેનાને ખદેડી નાખી અને ભારતની સરહદથી દસ કિ.મિ.ના અંતરે આવેલા થરપારકર અને નગરપારકર પર કબ્જો મેળવી અને તિરંગો લહેરાવ્યો હતો. તે વખતે સિમલા સમજૌતા મુદ્દે ભારતે તે વિસ્તાર પરત સોંપ્યો હતો.આમ આજે પણ ભારતની સરહદ પર ખારા રણ દલદલ છતાં પણ બી.એસ.એફના જવાનોની સુરક્ષાને કારણે દુશ્મન દેશની વ્યક્તિ આંખ ઉઠાવીને જોઈ શકતી નથી.
પાકમાંથી ભારત હદમાં ઘૂસણખોરી કરવી મોતને વ્હાલુ કરવા બાબત
બનાસકાંઠા જિલ્લાના સરહદી સૂઈગામ તાલુકા હદથી માત્ર ૩૦ કિ.મી નુ અંતર છે. પરંતુ સરહદ નજીક મોટા વિસ્તારમાં રણ પથરાયેલુ છે.જો કોઈ પાકિસ્તાની ઘૂસણખોરી કરી ભારતમાં આવી જાય તો રણના દલદલમાં ફસાઈ જાય છે. આ રણની વિષેશતા કઈક અલગ જ છે.ખારૂ રણ ઉપરથી સૂકુ લાગે છે. પરંતુ જેવા તમો પસાર થાવ ત્યારે જમીનમાં ઉતરતા જાઓ છે. જેમ જેમ તમે તાકાત કરો તેમ તમો જમીનના દલદલમાં ફસાતા જાઓ દુર દુર સૂધી કોઈ જોવા ન મળતાં આખરે દલદલમાં ફસાયેલો કોઈ પણ વ્યક્તિ ભૂખ તરસથી મોતને ભેટે છે. અનેક લોકો ભૂતકાળમાં મોતને ભેટયા તેવા બનાવો બની ચૂંક્યા છે.
ખારા રણમાં મીઠી વિરડી સમાન બેટ
બોર્ડર પર આવેલ રણ મોટા પ્રમાણમાં પથરાયેલ છે. આ રણમાં મીઠી વિરડી સમાન બોરીયાબેટ, ગજેટીયાબેટ, લીમડીયાબેટ, ચોરજાળબેટ સહિત નડાબેટ જેવા સાત બેટ આવેલા છે. આ બેટમાં ભાગલા પહેલાં અવર જવર કરતા દેશવાસીઓ આ બેટ પર વિસામાં લેતા હતા. તેમજ આ બેટ પર માલધારીઓ પશુઓને ચારવા માટે ઉપયોગ કરતા હતા.
ચોરજાળ બેટમાં ધાડપાડુઓ તેમજ દાણચોરો સંતાઈ જતા
વડીલો પાસેથી જાણવા મળ્યુ હતુ કે ભારત પાકિસ્તાનના ભાગલા પડયા પહેલાં ધાડપાડુઓ ધાડ પાડવા આવતા ગામડાઓમાં ધાડ પાડી પાકિસ્તાન તરફ જતા તેઓ હાલમાં જાળબેટ તરીકે પ્રખ્યાત એવા ચોરબેટમાં સંતાઈ જતા તેમજ દાણચોરી કરતા લોકો પણ આ બેટમાં સંતાઈ જતા આ બેટ મોટા વિસ્તારમાં પથરાયેલ છે.
ભારત પાકિસ્તાના ભાગલા પડયા બાદ આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર સીમાનું રક્ષણ કરવાની જવાબદારી જાંબાઝ સીમા સુરક્ષા દળના જવાનોના હાથમાં છે. ફોજમાં જોડાયા બાદ પોતાના પરિવારજનોથી દૂર બટાલીયનમાં જોડાઈ અલગ અલગ રાજ્યોમાંથી આવેલા ફોજના જવાનો દેશની સરહદે પોતાનો વિશેષ પરિવાર બનાવી એકમેકની સાથે રહી શિયાળો, ઉનાળો અને ચોમાસાની કપરી પરિસ્થિતિમાં પણ આંતરરાષ્ટ્રીય સરહદના પ્રહરી બની ૨૪ કલાક સરહદ ઉપર પડોશી દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી નાપાક હરકતોને ધોબી પછડાટ આપીને ફરજ બજાવી રહ્યા છે.