વર્ષ 2018-19માં બોગસ રાજકીય પક્ષોને આપેલા દાન અંગે આવકવેરા (I-T) વિભાગે માર્ચના છેલ્લા સપ્તાહમાં લગભગ 3,500 કરદાતાઓને કારણદર્શક નોટિસો જારી કરી છે. રાજકીય પક્ષોને આપેલા દાન સાબિત કરવામાં કરદાતા નિષ્ફળ જાય તો 200 ટકા સુધીનો દંડ આવકવેરા વિભાગ લાદી શકે છે. નિષ્ણાતો કહે છે કે, જો આવા કરદાતાઓ સાબિત દાનની રકમ કરવામાં નિષ્ફ્ળ જાય તો 83 ટકા સુધીની કર અને દંડ ચૂકવવો પડશે.
આઇટી વિભાગે જુલાઈમાં દેશવ્યાપી શોધમાં વિવિધ નોંધાયેલ અપ્રમાણિત રાજકીય પક્ષો (RUPP), જેઓ કોઈપણ ચૂંટણી પ્રવૃત્તિમાં સામેલ નહોતા, પરંતુ માત્ર આ હેતુ માટે રચાયા હતા આવા બોગસ ડોનેશનના આશરે 3,500 લાભાર્થીઓને માર્ચના છેલ્લા સપ્તાહમાં આઈટી દ્વારા નોટિસ આપવામાં આવી છે અને 15,000 વધુ નોટિસ આપવામાં આવનાર છે. આ નોટિસો નાણાકીય વર્ષ 2019-20 અને નાણાકીય વર્ષ 2021-22 માટે જારી કરવામાં આવી શકે છે.
લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ 1929ની કલમ (29A/), (29AA) હેઠળ નોંધાયેલા ઘણા રાજકીય પક્ષોને બોગસ દાન પૂરુ પાડતો હોય છે. આમાંના મોટા ભાગના દાતાઓ પગારદાર વ્યક્તિઓ અને માલિકીના વ્યવસાય સંબંધિત છે. કેટલાક કોર્પોરેટ ગૃહો અને કંપનીઓએ દાતાઓને આવકવેરા અધિનિયમ, 1961ની કલમો (80GGB),(80GGC) અને આવકવેરામાં 100 ટકા કપાતનો લાભ પણ તે હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આવા રાજકીય પક્ષો ચેક અથવા આરટીજીએસ દ્વારા દાન મેળવે છે અને આની સામે રોકડ પરત કરતા હોય છે જેમાં દાનની મેળવેલી રકમમાં એક ટકાથી છ ટકા સુધીનું કમિશન રાજકીય પક્ષો મેળવતા હોય છે. જેઓ દાન આપે છે તેઓ તેમના આવકવેરા રિટર્નમાં 100% કપાતનો દાવો કરે છે અને તેમના આધારે કર પર 30 ટકા સુધીની બચત કરે છે. જેમને આવી નોટિસ મળી છે, તેઓએ તેમના કારણો સાથે જવાબ સબમિટ કરવાનો રહેશે. જો તેઓ સાબિત કરવામાં નિષ્ફ્ળ જાય છે તેમના દાનની વાસ્તવિકતા, તેઓએ વધારાના વ્યાજ સાથે 83% ટેક્સ અને દંડ ચૂકવવો પડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં IT વિભાગ કલમ 270-A હેઠળ 200 ટકા સુધી દંડ લાદી શકે છે.