કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સામાન્ય બજેટમાં રેલ કનેક્ટિવિટી અંગે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે સલામતી અને ક્ષમતા વધારવા માટે વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી શીલ્ડ (KAWACH) હેઠળ 2,000 કિલોમીટરનું રેલ નેટવર્ક બનાવવામાં આવશે.
આગામી 3 વર્ષમાં 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત મેટ્રો સિસ્ટમના નિર્માણ માટે નવીન પદ્ધતિઓનો અમલ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે શહેરી પરિવહનને રેલવે સાથે જોડવામાં આવશે. આનાથી ટપાલ અને રેલવેના નેટવર્કમાં સુધારો થશે.
નાણામંત્રી સીતારમણે કહ્યું, ‘આ બજેટથી ભારતને આગામી 25 વર્ષ માટે પાયો મળશે. તેમણે કહ્યું કે રેલવે નાના ખેડૂતો અને સાહસો માટે કાર્યક્ષમ લોજિસ્ટિક્સ વિકસાવશે. જેના દ્વારા સ્થાનિક ઉત્પાદનોની સપ્લાય ચેઇન વધારવા માટે ‘વન સ્ટેશન, વન પ્રોડક્ટ’ યોજના પણ શરૂ કરવામાં આવશે. તેનાથી દેશના વિકાસને વેગ મળશે.
તેમના બજેટ ભાષણમાં, નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે આગામી 3 વર્ષમાં વધુ સારી કાર્યક્ષમતા સાથે 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનો રજૂ કરવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસને ટ્રેન-18 તરીકે પણ ઓળખવામાં આવે છે. નાણાપ્રધાન સીતારમણે પણ તેમના ભાષણમાં સ્પષ્ટ કર્યું હતું કે આ બજેટ માળખાકીય સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આગામી ત્રણ વર્ષમાં 400 વંદે ભારત ટ્રેન આવશે
નાણામંત્રી સીતારમણે કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો તૈયાર કરવામાં આવશે. આ સાથે આગામી ત્રણ વર્ષમાં 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે. આ સાથે 8 નવા રોપ-વે બનાવવામાં આવશે. નર્મદા તાપીને જોડાવાનું કામ કરાશે.
ડ્રોન શક્તિ માટે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અપાશે. એક વર્ષમાં 25 હજાર કિ.મી. હાઈવે બનશે. 100 ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનશે. 8 નવા રોપ – વેનું નિર્માણ કરવામાં આવશે. આગામી 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન