ભારતીય સેનાના પ્રમુખ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત તે હેલિકોપ્ટરમાં સવાર હતા, જે કુન્નુરથી વેલિંગટન જઇ રહ્યું હતું. આ અકસ્માતમાં CDS બિપિન રાવત સહિત 13 લોકોના નિધન થયા છે. 63 વર્ષીય જનરલ રાવત ઉત્તરાખંડના તે પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા, જે પેઢીઓથી મા ભોમની સેવા કરે છે.
જનરલ બિપિન રાવત બુધવારે શહિદ થઇ ગયા. સીડીએસ રાવત તે એમઆઇ 17 સિરીઝના હેલિકોપ્ટરમાં પત્ની સાથે સવાર હતા. જે ઊટીની પાસે ક્રેશ થઇ ગયું. જનરલ રાવતનું સૈન્ય કરિયર ખુબ જ શાનદાર રહ્યું છે. તેઓ અસાધારણ સૈન્ય અધિકારી રહ્યા છે. તેને એ વાતથી જ સમજી શકાય છે કે જ્યારે દેશમાં પ્રથમ રક્ષા પ્રમુખ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિ કરી તો તે પદ પર તેમની નિયુક્તિ કરવામાં આવી.
31 ડિસેમ્બર 2019ના રોજ થલ સેનાધ્યક્ષ તરીકે રિટાયર થયા બાદ આગામી દિવસે જ જનરલ રાવત દેશના પ્રથમ પ્રમુખ બન્યા. રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી થલ સેનાધ્યક્ષના પદ પર રહ્યા હતા.
જનરલ રાવતનો જન્મ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં ચૌહાન રાજપુત પરિવારમાં થયો હતો. તેમના પિતા પણ સેનામાં ઓફિસર હતા. ખરેખર રાવતના પરિવારની પરંપરા જ સેનામાં જવાની રહી છે. તેમણે 11મી ગોરખા રાઇફલની પાંચમી બટાલિયનથી 1978માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. રાવતનો અભ્યાસ દેહરાદૂનમાં કૈંબરીન હોલ સ્કૂલ, શિમલામાં સેંટ એડવર્ડ સ્કૂલ અને ભારતીય સૈન્ય અકાદમી, દેહરાદૂનથી થયો હતો. તેના પછી પણ તેઓ પોતાના અધ્યયનને આગળ વધારતા રહ્યા. તેમણે એમફીલ કર્યું અને પછી પીએચડી પણ કરી. 2011માં તેમણે સૈન્ય મીડિયા સામરિક અધ્યયનો પર અનુસંધાન માટે ચૌધરી ચરણસિંહ મેરઠથી પીએચડી આપવામાં આવી હતી.
ત્યાં જ પોતાના લાંબા કરિયરમાં તેઓ ઘણા પ્રકારના સૈન્ય અભિયાનો અને કાર્યવાહીઓમાં સામેલ થનાર ઓફિસરોમાં સામેલ રહ્યા. સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઘણા મિશનોમાં તેઓ સામેલ રહ્યા. દરેક વખતે તેમની બહાદુરી અને સૈન્ય રણનીતિનું કૌષલ્ય તમામ લોકોએ માન્યું. આજ કારણ હતું કે તેઓને સેનામાં એક પદથી બીજા પદ પર બઢતી મળી.
જનરલ રાવતની પત્ની મધુલિકા મધ્યપ્રદેશ જિલ્લાના શહડોલ સાથે સંબંધ ધરાવે છે. રાવતની બે દીકરીઓ છે. મોટી દીકરી કૃતિકાના થોડા સમય પહેલા જ મુંબઇમાં લગ્ન થયા છે જ્યારે નાની દીકરી તારિણી હાલમાં અભ્યાસ કરી રહી છે.