જમ્મુ-કાશ્મીરના આનંતનાગમાં સુરક્ષાબળો પર અજ્ઞાત આતંકીઓએ હુમલો કર્યો છે. આતંકીઓએ સુરક્ષાબળો પર ગ્રેનેડ ફેંકયા છે. હુમલો અનંતનાગના ડીસી ઓફિસની સામે થયો છે. જેમાં 5 લોકો ઘાયલ થયા છે.
Jammu & Kashmir: Grenade attack outside deputy commissioner's office in Anantnag; more details awaited https://t.co/Oznku8Qw6C
— ANI (@ANI) October 5, 2019
અહીં ડીસી ઓફિસની સુરક્ષામાં દરવાજા પર તૈનાત સુરક્ષાબળો પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા અને તેઓ ભાગી ગયા. આ હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા સુરક્ષાબળોના જવાન છે કે સ્થાનિક રહેવાસી તેની માહિતી હજુ સામે આવી નથી.
આપને જણાવીદઇએ કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને આજે બે મહિના થયા છે. આતંકીઓ દ્વારા સતત જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાના વિરોધમાં પગલાં ઉઠાવા જઇ રહ્યા છે. આ બધની વચ્ચે અનંતનાગમાં આ હુમલાને અંજામ અપાયો છે.