ક્રિપ્ટો કરન્સીની આવક પર સરકારનો નિર્ણય
RBI ડિજિટલ કરન્સી લૉન્ચ કરશે, બ્લોકચેન આધારિત ડિજિટલ રૂપી લૉન્ચ કરશે, ક્રિપ્ટો કરન્સીની આવક પર સરકારનો નિર્ણય, વર્ચ્યુઅલ કરન્સીની આવકના 30% ટેક્સ લેવાશે, ક્રિપ્ટો કરન્સીમાં ખોટ જાય તો પણ ટેકસ ભરવો પડશે.
કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવશે
સરકારે કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાત કરી છે. દિવ્યાંગો માટે પણ ટેક્સમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે.
ડિજિટલ કરન્સી પર 30 ટકા ટેક્સ
ડિજીટલ કરન્સી (ક્રિપ્ટોકરન્સી)થી થતી આવક પર 30 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે.
ITRમાં ભૂલ સુધારવા 2 વર્ષની તક મળશે. કોર્પોરેટ ટેક્સ 18થી ઘટાડીને 15% કરાયો. કોર્પોરેટ સરચાર્જ 12%થી ઘટાડીને 7% કરાયો. સહકારી સંસ્થાઓ પર ટેક્સ ઘટાડીને 15% કરાયો. કોઓપરેટિવ સોસાયટીમાં હવે 15% MAT. કર્મચારીઓના પેન્શન પર ટેક્સમાં છૂટ. સ્ટાર્ટઅપને 2023 સુધી ટેક્સ ઈન્સેટિવ.
બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ પહેલા સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે 2021-22 લોકસભાના ટેબલ પર મૂક્યો હતો. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ તેમનું ચોથું બજેટ છે.