કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીના આરોપી મૌલાના કમરગની ઉસ્માની દાવત-એ ઈસ્લામી નામનું સંગઠન ચલાવતો હોવાનું ખૂલ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનના કરાચી ખાતે આવેલી દાવત-એ-ઇસ્લામી સંગઠનની શાખા અમદાવાદ સહિત દેશના તમામ ખૂણે ખૂણે આવેલી છે.
ઇસ્લામિક એજ્યુકેશનના નેજા હેઠળ યુવાનોનું બ્રેઇનવોશ કરવાની કામગીરી આ સંગઠન કરતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જો કે કિશન ભરવાડની હત્યા કેસમાં ઝીણવટભરી તપાસ ATS કરી રહી હોવાનો જાબાંજ પોલીસ દાવો કરે છે, ત્યારે શહેરમાં બે હજાર કરતાં વધુ દાવત-એ-ઇસ્લામી સંગઠની દાન પેટીઓ મળી આવતા સુરક્ષા એજન્સીઓ ઘોર નિદ્રામાંથી ઊઠી છે. લોકો દાન પેટીમાં જે રૂપિયા નાખે છે તે ભંડોળ પાકિસ્તાનમાં જાય છે અને બાદમાં દુબઇ તેમજ અલગ અલગ રીતે હવાલા મારફ્તે પરત દેશમાં આવે છે.
મહત્ત્વની વાત એ છે કે, તમામ રાજ્યના પોલીસ વડાને સંગઠન પર રોક લગાવવા એલર્ટ કરાયા હતા તેમ છતાં કોઈ કાર્યવાહી ન થઈ. જો એટીએસે યોગ્ય કાર્યવાહી કરી હોત તો કિશન ભરવાડ જેવા યુવકનો ભોગ ન લેવાયો હોત. દાવત-એ-ઇસ્લામી સહિતના કટ્ટરવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવા દેશભરમાં ફ્રિયાદ કરવામાં આવી હતી. કિશન ભરવાડની હત્યાના થોડાક મહિના પહેલા ગુજરાત બહારની એક સંસ્થાએ લેખિતમાં ફ્રીયાદ કરી હતી.
સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોનું બ્રેઇનવોશ કરાય છે
પાકિસ્તાનના તહરીક લબબેકના આતંકવાદીઓના વોટ્સએપ ગ્રૂપ દ્વારા, તહાફ્ુઝ નમોઝ રિસાલતના નામે યુવાનોનું બ્રેઇન વોશ અને ‘મન સબ્બા નબિયાં ફ્કતુલુહુ’ના નારા સાથે હત્યા કરાવવા માટે તૈયાર કરાય છે. નાપાક ઇરાદા રાખનાર કેટલાક દેશ વિરોધી તત્ત્વો યુવાઓને પહેલાં સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે છે અને ત્યારબાદ ધર્મના નામે તેમનું બ્રેઇન વોશ કરે છે. એકાદ વર્ષ સુધી બ્રેઇનવોશ કર્યા બાદ કહેવાતા મૌલાનાઓ યુવાઓ સાથે મિટિંગ કરે છે અને ત્યારબાદ તેમને હત્યા કરાવવા માટે તૈયાર કરે છે.
5 આરોપી સામે ગુજસીટોક અને આતંકવાદી પ્રવૃત્તિ કરવાની કલમો ઉમેરાઇ
કિશન ભરવાડ હત્યા કેસનો આરોપી મૌલવી ઐયુબને લઈને એટીએસની ટીમ જમાલપુર મસ્જિદમાં સર્ચ કરવા ગઈ હતી. આ ઉપરાંત ઐયુબના જમાલપુર સ્થિત હોટેલ રિયાઝ પાસે આવેલા તેના ઘરે પણ તપાસ કરી હતી. જેમાં ઐયુબે હિન્દી અને ગુજરાતીમાં લખેલું પુસ્તક જજબા એ શહાદત કબજે કરી છે. આ ઉપરાંત ફાયરિંગની પ્રેક્ટિસ માટે વસાવેલી એરગન પણ મળી હતી. ઐયુબ સાથે દિલ્હીના મૌલાનાની પણ ઊલટતપાસ કરી હતી.