ક્યારેક જીવનમા અચાનક એવી ઘટનાઓ બની જતી હોય છે જે આપણને સૌ કોઇને વિચારતા કરી દે. વાતતો આમ સાવ સામાન્ય છે કે બસમાં અચાનક ડ્રાઇવરને વાય આવતા બ, પરથી નિયંત્રણ ખોઇ દીધુ અને બસમાં બેઠેલા તમામ લોકોના જીવ પડીકે બંધાયા આવા સમયે એક મહિલા જે એક ગૃહિણી છે તેની સાવધાનીથી તમામ લોકોની જિંદગી બચી ગઇ.
મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં (Pune) એક મિની બસના ડ્રાઈવરને અચાનક વાયનો હુમલો આવ્યો. બસ બેકાબૂ બનીને અહીં-તહીં દોડવા લાગી. આવા સમયે શું કરવું તે કોઈને ખબર ન હતી. દરેક મુસાફરો ડરી રહ્યા હતા કે હવે ઝડપથી દોડતી બસનું શું થશે. દરમિયાન એક 42 વર્ષીય મહિલાએ તરત જ સ્ટિયરિંગ સંભાળ્યું. આ મહિલાના સાહસ અને ત્વરીત નિર્ણય કરવાની ક્ષમતાએ તમામ લોકોને બચાવી લીધા અને બસ પર કાબૂ મેળવી મોટી દુર્ઘટના થતા અટકાવી હતી.
આ મહિલાની ઓળખ યોગિતા સાતવ (Yogita Satav) તરીકે થઈ છે. બે બાળકોની માતા યોગિતા 25 કિલોમીટર સુધી બસને દોડાવી પોતાની બુદ્ધિથી 24 લોકોના જીવ બચાવ્યા. યોગિતાની મદદથી આ તમામ 24 લોકો સુરક્ષિત ઘરે પહોંચી ગયા, પરંતુ ડ્રાઈવરને પણ સમયસર સારવાર મળી ગઈ, જેના કારણે તેનો જીવ બચી ગયો.
આ ઘટના 7 જાન્યુઆરીની છે જ્યારે વાઘોલીથી 20 મુસાફરો મોરાચી ચિંચોલી પિકનિક માટે ગયા હતા. આખો દિવસ પિકનિક સ્પોટ પર વિતાવ્યા બાદ યાત્રીઓએ સાંજે 5 વાગે પરત ફરતા હતા બસના ચાલકને અચાનક બેચેનીની ફરિયાદ કરી હતી.
સુમસામ રસ્તા અને અંધારૂ
યોગિતાએ કહ્યું, ‘ડ્રાઈવરે કહ્યું કે તેને ચક્કર આવી રહ્યા છે અને તે કંઈ જોઈ શકતો નથી. તે બસ પણ બરાબર ચલાવી શકતો ન હતો. બસમાં આ દરમિયાન બસમાં સવાર તમામ લોકો જોર જોરથી ચીસો પાડવા લાગ્યા. હું ડ્રાઈવરની બરાબર પાછળ બેઠી હતી. હું તેની પાસે જઇ ઉભી રહી ડ્રાઇવર મુશ્કેલીથી વાત કરી રહ્યો હતો અચાનક તે પડી ગયો. યોગિતાએ સ્ફૂર્તિથી બસને સંભાળી લીધી.
બસના ગિયર બદલવાનું કામ સરળ નહોતું
યોગિતા માટે બસના ગિયર્સ બદલવાનું સરળ કામ નહોતું. યોગિતાએ કહ્યું, ‘મને કાર ચલાવવાનો સારો અનુભવ છે, પણ મારી પાસે બસ કે ભારે વાહનચલાવવાનો કોઇ અનુભવ નહોતો. કારના ગિયર સ્મૂથ છે, બસના ગિયર ટાઈટ હોય છે. જલદી મેં વાહનને પ્રથમ ગિયરમાં મૂક્યું. તે બીજી દિશામાં દોડવા લાગી. આવું ત્રણ વખત થયું. પછી, ગિયરને ડાબી તરફ બાજુ પર દબાણ કરવાને બદલે, મેં તેને જમણી તરફ ખેંચ્યું. ત્યાર બાદ બસ આગળ વધી હતી. પછી ખબર પડી કે બસ સિસ્ટમ ઉલટી છે એટલે કે બસના ગિયર અલગ રીતે કામ કરે છે.
જ્યારે અચાનક કોઇ ઘટના બને ત્યારે આવો નિર્ણય કરવો મુશ્કેલ હોય છે. આવા સમયે તમારી સમજદારી કામમાં આવે છે. યોગિતા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.