PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન. આજે ગુરુનાનક દેવનો પવિત્ર પ્રકાશ પર્વ: PM. “દોઢ વર્ષ બાદ કરતારપુર સાહિબ કોરિડોર ખુલ્યો’. આજે દેવ દિવાળીનો પાવન પર્વ: PM. 5 દશકમાં ખેડૂતોના પડકારોને જોયા છે: PM. ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી: PM
PM મોદીએ કહ્યું- મેં ખેડૂતોની સમસ્યાઓને ખૂબ નજીકથી જોઈ, અનુભવી.
કૃષિ કાયદા પરત ખેંચવાની PM મોદીની જાહેરાત
આ મહિને સંસદમાં પરત લેવાશે કાયદા, ખેડૂતોને આંદોલન પુરું કરવાની PMની અપીલ, ખેડૂતોના હિતમાં 3 કૃષિ કાયદા લાવ્યા, કેટલાક ખેડૂતોને આ હિતની વાત સમજાવી ન શક્યા, કદાચ અમારી તપસ્યામાં કોઈ ખામી રહી હશે, ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી, ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી.
હું ખેડૂતોની સમસ્યાઓને જાણું છું, દેશમાં 10 કરોડથી વધુ નાના ખેડૂતો, ખેડૂતોના હિતમાં જૂના નિયમો બદલ્યા, કેન્દ્રએ કૃષિ બજેટ પાંચ ગણું વધાર્યું, ખેડૂતોના હિતમાં 3 કૃષિ કાયદા લાવ્યા,
PM મોદીએ કોરોના કાળ દરમિયાન 9 વખત દેશને સંબોધન કર્યું હતું
PM મોદીએ કોરોના કાળ દરમિયાન નવ વખત દેશને સંબોધન કર્યું હતુ. તેમણે પહેલું સંબોધન 19 માર્ચ 2020ના રોજ કર્યુ હતું જેમાં તેમણે જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. આ પછી, બીજું સંબોધન 24 માર્ચ 2020 ના રોજ કરવામાં આવ્યું જેમાં તેમણે લોકડાઉનની જાહેરાત કરી. ત્રીજું સંબોધન 3 એપ્રિલ 2020 ના રોજ કરવામાંઆવ્યું હતું જેમાં તેમણે 9 મિનિટ માટે લાઇટ બંધ કરવાની અપીલ કરી હતી.
ચોથું સંબોધન 14 એપ્રિલ 2020ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે 3 મે સુધી દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. પાંચમું સંબોધન 12 મે 2020 ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી.
છઠ્ઠી વખત, 30 જૂન 2020 ના રોજ, અન્ના યોજનાને નવેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સાતમી વખત, 20 ઓક્ટોબર 2020 ના રોજ, લોકોને કોરોના વિશે ચેતવણી આપવામાં આવી હતી.
આઠમી વખત, 20 એપ્રિલ 2021 ના રોજ, રાજ્યોને કોરોના વિશે ચેતવણી આપવામાં આવી હતી. નવમી વખત, 7 જૂન, 2021- PM મોદીએ નવી વેક્સિન નીતિની જાહેરાત કરી, જેના હેઠળ કેન્દ્રે રસીની જવાબદારી પોતે લીધી.